ETV Bharat / state

જાણો શ્રાવણમાં ત્રીજા સોમવારનું મહત્વ અને મહાદેવનું પૂજન

author img

By

Published : Aug 22, 2021, 2:21 PM IST

સનાતન ધર્મમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે. શ્રાવણ માસમાં ભોળાનાથના દરેક મંદિરમાં દરરોજ ભક્તો દર્શને આવે છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠે છે. એમાં પણ દર સોમવારે શિવાલયોમાં ભોળાના ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવે છે. ત્યારે, વાપીના શાસ્ત્રી મનોજ ભટ્ટે શ્રાવણ માસના ત્રીજા સોમવારનું મહત્વ અને તે દિવસે અર્ધનારેશ્વર મહાદેવની પૂજા કેવી રીતે કરવી પૂજા જાણો....

જાણો શ્રાવણમાં ત્રીજા સોમવારનું મહત્વ અને મહાદેવનું પૂજન
જાણો શ્રાવણમાં ત્રીજા સોમવારનું મહત્વ અને મહાદેવનું પૂજન

  • શ્રાવણ માસના ત્રીજા સોમવારે અર્ધનારેશ્વર સ્વરૂપની પૂજા
  • ત્રીજો સોમવાર આપે છે અનેકગણું પુણ્ય
  • એક મુઠ્ઠી મગ ચડાવવાથી ફળ પ્રાપ્ત થાય છે

વલાસાડ: 23મી ઓગસ્ટના શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે.આ દિવસે ભગવાન શિવના અર્ધનારેશ્વર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. શ્રાવણ મહિના દરમ્યાન સોમવારના દિવસે મહાદેવને જળાભિષેક, રુદ્રાભિષેક અર્પણ કરવાનું મહાત્મ્ય છે. ત્રીજા સોમવારે ભગવાન મહાદેવને એક મુઠ્ઠી મગ, પંચામૃત ચડાવવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.

જાણો શ્રાવણમાં ત્રીજા સોમવારનું મહત્વ અને મહાદેવનું પૂજન

આ પમ વાંચો: શ્રાવણ માસ નિમિતે રાજકોટમાં વિવિધ ફરસાણની દુકાનમાં ફૂડ વિભાગના દરોડા

સનાતન ધર્મમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ

સનાતન ધર્મમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે. શ્રાવણ માસમાં હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠે છે. એમાં પણ દર સોમવારે શિવાલયોમાં ભોળાના ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવે છે. ત્યારે, વાપીના શાસ્ત્રી મનોજ ભટ્ટે શ્રાવણ માસના ત્રીજા સોમવારનું મહત્વ અને તે દિવસે અર્ધનારેશ્વર મહાદેવની પૂજા કેવી રીતે કરવી જોઈએ તે અંગે ETV ભારતના દર્શકોને વિગતો આપી હતી. વાપીના સિદ્ધનાથ મહાદેવ મંદિરના શાસ્ત્રી મનોજ ભટ્ટે જણાવ્યું હતું કે, ચતુર્માસની શરૂઆત શ્રાવણ માસથી થાય છે. ભગવાન હરિ ચાર મહિના માટે વિશ્રામમાં જાય છે. એટલે, સૃષ્ટિનું સંચાલન મહાદેવના હસ્તક આવે છે. શ્રાવણ માસથી શરૂ થતા આ દિવસોમાં સોમવારના દિવસના ખૂબ જ મહત્વ છે. જેમાં ત્રીજા સોમવારે ભગવાન શિવના અર્ધનારેશ્વર સ્વરૂપની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ત્રીજા સોમવારે ભગવાન શિવને એક મુઠ્ઠી મગ ચઢાવવામાં આવે તો, ભક્તોની વાણીની પવિત્રતા જળવાઈ રહે છે.

રુદ્રાભિષેક, રુદ્રીના પાંચમા અધ્યાયના શ્લોક મંત્રનું છે મહત્વ

એ ઉપરાંત ત્રીજા સોમવારે શિવના અર્ધનારેશ્વર સ્વરૂપનું પૂજન કરવાથી સારું આયુષ્ય અને સારું સંતાન સુખ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવે સમાજમાં નર અને નારીનું સમાન મહત્વ સમજાવ્યું છે. સનાતન ધર્મમાં પણ નર અને નારી ને સમાન મહત્વ આપ્યું છે. ત્રીજા સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના માટે શાસ્ત્રી મનોજ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે આ દિવસે દૂધ, દહી, મધ, ધી શર્કરા વગેરેના પંચામૃતનો ભગવાનને અભિષેક કરવામાં આવે સાથે જ રૂદ્રાભિષેક નું પણ ખૂબ જ મહત્વ છે. રુદ્રાભિષેક કરવાથી ખૂબ જ લાભ મળે છે. જો કોઈ ભક્ત રુદ્રાભિષેક ના કરી શકે તો રુદ્રીના પાંચમા અધ્યાયના શ્લોક મંત્ર દ્વારા પણ ભગવાન શિવને અભિષેક કરે તો પણ તેનું પુણ્ય અનેક ગણું મળે છે.

આ પણ વાંચો: શ્રાવણ માસમાં મંદિરોમાં લાગુ કરાશે SOP, દ્વારકા મંદિર જન્માષ્ટમીના દિવસે બંધ રહે તેવી શકયતાઓ

વૈશ્વિક કોરોના મહામારીના સમયમાં વિશ્વને કોરોનામુક્ત કરે

બીલીપત્રનું પણ ખૂબ જ મહત્વ છે. ભગવાન શિવને એક બીલીપત્ર અર્પણ કરવાથી પણ અનેક ઘણું પુણ્ય મળે છે. હાલમાં કોરોના મહામારી ચાલી રહ્યો છે. ત્યારે જે રીતે સૃષ્ટિને બચાવવા ભગવાન શિવે હળાહળ વિષને પોતાના કંઠમાં ભર્યું છે. એટલે એ નીલકંઠ કહેવાયા છે. તે જ રીતે હાલના વૈશ્વિક કોરોના મહામારીના સમયમાં પણ વિશ્વને કોરોનામુક્ત કરે તેવી પ્રાર્થના શાસ્ત્રી મનોજ ભટ્ટે કરી હતી.

ત્રીજા સોમવારે સતારા નક્ષત્ર અને કુંભ રાશિ

ઉલ્લેખનીય છે કે, શ્રાવણ મહિનાના દરેક સોમવારે મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. હજારો ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા ભગવાન શિવનો જળાભિષેક કરે છે. ત્યારે, આ વખતમાં ત્રીજા સોમવારે સતારા નક્ષત્ર અને કુંભ રાશિ છે એમાં ભગવાન શિવની ભક્તિભાવથી પૂજા કરવામાં આવે તો અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. શ્રાવણ મહિનામાં શાસ્ત્રી મનોજ ભટ્ટ અને તેના સાથી ભુદેવ મિત્રો રુદ્રીના પાઠ અને હોમ-હવન કરી ભક્તોને પુણ્ય કમાવાનો લ્હાવો આપે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.