ETV Bharat / state

ચૈત્રી નવરાત્રીમાં જાણો માતાજીના 16 સ્વરૂપ અને 64 યોગીનીની પૂજા વિશે

author img

By

Published : Apr 13, 2021, 2:40 PM IST

ચૈત્રી નવરાત્રીમાં જાણો માતાજીના 16 સ્વરૂપ અને 64 યોગીનીની પૂજા વિશે
ચૈત્રી નવરાત્રીમાં જાણો માતાજીના 16 સ્વરૂપ અને 64 યોગીનીની પૂજા વિશે

મંગળવારથી ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે જ મંદિરોમાં ભક્તોની ભીડ જામતી હોય છે. જો કે આ વખતે કોરોના કાળને કારણે લોકોએ પોતાના ઘરે રહીને જ ચૈત્રી નવરાત્રીના ઉપવાસ, હવન, પૂજા સહિતના આયોજનો કર્યા છે. ત્યારે નવરાત્રીમાં માતાજીના 9 સ્વરૂપની વાત ઉપરાંત માતાજીના અન્ય 16 સ્વરૂપ છે. તેમજ 64 યોગીની સ્વરૂપ છે. જે અંગે વાપીના જાણીતા આચાર્ય રજનીકાંત જોશીએ વિસ્તૃત માહિતી આપી હતી.

  • ચૈત્રી નવરાત્રી છે માતાજીની આરાધનાના શ્રેષ્ઠ દિવસો
  • માતાજીના 16 સ્વરૂપની પણ થાય છે કુળદેવીરૂપે પૂજા
  • 64 યોગીની સ્વરૂપો આપે છે કર્મના ફળ મુજબ આશિર્વાદ


વાપી: ચૈત્રી નવરાત્રીમાં માતાજીની પૂજા, ઉપવાસ, હવન અંગે ETV Bharat દ્વારા વાપીના જાણીતા આચાર્ય રજનીકાંત જોશીની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં માતાજીની આરાધના સાથે માતાજીના 16 સ્વરૂપ અને કર્મ મુજબ ફળ આપનારી 64 યોગીનીઓ વિશે આચાર્ય રજનીકાંત જોશીએ વિસ્તૃત માહિતી આપી હતી.

આ પણ વાંચો: ચૈત્રી નવરાત્રીમાં કરો આ રીતે માતાજીની આરાધના

માંગલિક પ્રસંગોમાં ષોડશમાતાજીનું પૂજન અર્ચન થાય છે

આ અંગે આચાર્ય રજનીકાંત જોશીએ જણાવ્યું હતું કે, માતાજીના અનેક સ્વરૂપો છે. જેનું અનેક રીતે પૂજન થતું આવ્યું છે. તેમાં માતાજીના 16 સ્વરૂપનો પણ મહિમા છે. માતા પાર્વતીજીએ શિવને પ્રાપ્ત કરવા તપ કર્યું હતું. ત્યારે માતા પાર્વતીની 16 સખીઓ હતી. અલગ અલગ સમાજમાં આ ષોડશમાતાજીનું પૂજન અર્ચન થાય છે. માંગલિક પ્રસંગોમાં પૂજનિય આ માતાજીઓ હિન્દુ સમાજના અલગ અલગ સમાજમાં કુળદેવી સ્વરૂપે પૂજાય છે. જે ઔન્સ સ્વરૂપે સમાજને માર્ગદર્શન આપતા આવ્યા છે.

ચૈત્રી નવરાત્રીમાં જાણો માતાજીના 16 સ્વરૂપ અને 64 યોગીનીની પૂજા વિશે

કર્મને આધીન ફળ આપનાર 64 યોગીનીઓનો મહિમા

માતાજીની 64 યોગીનીઓ છે. જે રીતે નવરાત્રીમાં માતાજીના નવ સ્વરૂપની પૂજાનો મહિમા છે. એ જ રીતે કર્મને આધીન ફળ આપનારી 64 યોગીનીઓનો પણ અનેરો મહિમા છે. દરેકને તેમના કર્મનું ફળ આ 64 યોગીની શક્તિઓ દ્વારા મળે છે. શુભ ફળ આપનારી યોગીનીઓ થકી જ ઘરમાં શુભ પ્રસંગો ઉજવાય છે. ધંધા રોજગારમાં લાભ પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો: અંબાજી મંદિરને કોરોના ગ્રહણ, મંગળવારથી આ તારીખ સુધી રહેશે બંધ

માતાજીની આરાધના અનેકગણું શુભ ફળ આપે છે

માતાજીના 10 સ્વરૂપનો પણ ખૂબ જ મહિમા છે. જેમાનું એક કાલી સ્વરૂપ છે. જે અસુરી શક્તિના સંહાર માટે માતા કાલી તરીકે અવતાર ધારણ કરીને અસુર શક્તિ પર વિજય માટે પૂજાય છે. હાલમાં ચૈત્રી નવરાત્રીના આ નવ દિવસ એટલે જ વર્ષના શ્રેષ્ઠ દિવસો માનવામાં આવે છે. આ દિવસોમાં માતાજીની આરાધનાનું અનેકગણું શુભ ફળ પ્રાપ્ત થાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.