ETV Bharat / state

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી: કપરાડા ચૂંટણીમાં ઘાટ માર્ગ પર પુલનો મુદ્દો હૉટ ફેવરીટ

author img

By

Published : Oct 19, 2020, 4:35 PM IST

કપરાડા વિધાનસભાની ચૂંટણી
કપરાડા વિધાનસભાની ચૂંટણી

ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વલસાડ જિલ્લાની કપરાડા બેઠક માટે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવાર જીતુ ચૌધરીએ ઘાટમાર્ગ પર પુલ બનાવવાના મુદ્દા સાથે પ્રચાર શરૂ કર્યો છે. તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે પણ આ જ મુદ્દે પ્રચાર કરતા હતાં.

  • કપરાડા વિધાનસભા બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણી
  • ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ શરૂ કર્યો પ્રચાર
  • ઘાટ માર્ગ પર પુલ બનાવવાનો મુદ્દો ફરી ચર્ચામાં

વલસાડ: કપરાડા વિધાનસભા બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા જીતુ ચૌધરીને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે બાબુ વરઠાને ટિકિટ આપી છે. આ ઉપરાંત અપક્ષ ઉમેદવાર પ્રકાશ પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે.

કપરાડા ચૂંટણીમાં ઘાટ માર્ગ પર પુલનો મુદ્દો હોટ ફેવરીટ
કપરાડા ચૂંટણીમાં ઘાટ માર્ગ પર પુલનો મુદ્દો હોટ ફેવરીટ

ઘાટ માર્ગ પર પુલ બનાવવાનો મુદ્દો ફરી ચર્ચામાં

આ તમામ ઉમેદવારો દ્વારા જે ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેમાં કપરાડા વિસ્તારના રસ્તાઓ, ઘાટ માર્ગ પર પુલ બનાવવા, પીવાનું પાણી પૂરું પાડવું, આરોગ્ય અને શિક્ષણની સુવિધા આપવી જેવા મુદ્દાઓ છે. જો કે આમાં મુખ્ય મુદ્દો રસ્તાઓ પરના નાના મોટા બ્રિજનો છે. કેમ કે કપરાડા વિસ્તારમાં અનેક ઘાટ હોવાના કારણે તેમજ ચોમાસામાં લો લેવલના પુલ ડૂબી જવાના કારણે અનેક નાનામોટા અકસ્માતમાં લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. ઘાટવાળા રસ્તાઓ પર બ્રિજનો મુદ્દો 25 વર્ષ દરેક ચૂંટણીમાં ગાજતો આવ્યો છે.

કપરાડા ચૂંટણીમાં ઘાટ માર્ગ પર પુલનો મુદ્દો હોટ ફેવરીટ
કપરાડા ચૂંટણીમાં ઘાટ માર્ગ પર પુલનો મુદ્દો હોટ ફેવરીટ

કપરાડા વિધાનસભા બેઠક છે કોંગ્રેસનો ગઢ

કપરાડા વિધાનસભા બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ છે. જેમાં દરેક કોંગ્રેસી નેતા બ્રિજના વચનો આપતા રહ્યાં છે. હાલમાં પણ આ વિસ્તારમાં 272 જેટલા નાના-મોટા માર્ગો પર લો-લેવલના બ્રિજના સ્થાને હાઈ-લેવલના બ્રિજની સરકારમાં દરખાસ્ત કરી હોવાનું ભાજપના નેતાઓએ ચૂંટણી પ્રચારમાં જણાવ્યું છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાને મહારાષ્ટ્રના નાસિક સાથે જોડતો રસ્તો નેશનલ હાઇવે ઓથોરિટીનો મુખ્ય માર્ગ છે. આ માર્ગ પર અનેક ઘાટ આવેલા છે. જે ઘાટમાં અવારનવાર અકસ્માત થતા રહે છે. પરંતુ દર વખતે સરકારે માત્ર વાયદાઓ કરી હાથ ખંખેરી નાખ્યા છે.

પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી કપરાડા ચૂંટણીમાં ઘાટ માર્ગ પર પુલનો મુદ્દો હોટ ફેવરીટ

ત્યારે હાલની ચૂંટણીમાં ફરી એકવાર ઘાટમાર્ગો પર સારા બ્રિજનો મુદ્દો ચૂંટણી પ્રચારનો મુખ્ય મુદ્દો બન્યો છે. મતદારોએ ફરી એકવાર ઘાટવાળા માર્ગો પર વહેલી તકે સારા બ્રિજ બને તેવી આશા વ્યક્ત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.