ETV Bharat / state

વલસાડ જિલ્લામાં મેઘમહેરથી ધરતીપુત્રો ખુશહાલ

author img

By

Published : Jul 28, 2020, 3:25 PM IST

ો
વલસાડ જિલ્લામાં મેઘમહેરથી ધરતીપુત્રો ખુશહાલ

ચોમાસાની સીઝનના 40માં દિવસે વલસાડ જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. મંગળવારે વહેલી સવારથી જ ધીમીધારે વરસી રહેલા વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબનમાં નવા નિરની આવક થતા એક દરવાજો ખોલવામાં આવ્યો છે. જિલ્લામાં અડધાથી 5 ઇંચ વરસાદ કંટ્રોલરુમ ખાતે નોંધાયો છે.

વાપી: વલસાડ જિલ્લામાં જુનના બીજા સપ્તાહથી ચોમાસુ બેસી ગયા બાદ મેઘરાજાએ સામાન્ય અમી છાંટણા જ વરસાવ્યા હોય ધરતીપુત્રોમાં દુષ્કાળની દહેશત વ્યાપી હતી. ત્યારે હવે સીઝનના 40 દિવસ બાદ મંગળવારે મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. જિલ્લામાં વહેલી સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં 134 mm વરસાદ નોંધાયો છે. વાપીમાં 44mm, પારડી માં 101 mm, ધરમપુર માં 10 mm કપરાડા માં 08 મિ.મિ વરસાદ નોંધાયો છે.

ો
વલસાડ જિલ્લામાં મેઘમહેરથી ધરતીપુત્રો ખુશહાલ
વલસાડ જિલ્લામાં સીઝનના કુલ સરેરાશ વરસાદ સામે 27મી જુલાઈ સુધીમાં 47 ટકા ઓછો વરસાદ નોંધાયા બાદ મંગળવારે વરસેલા વરસાદ સાથે જિલ્લામાં તાલુકા મુજબ સિઝનનો કુલ વરસાદ જોઈએ તો વલસાડ તાલુકામાં 781 મિ.મિ વરસાદ નોંધાયો છે. વાપીમાં 523 મિ.મિ, પારડી માં 468 મિ.મિ, ધરમપુર માં 520 મિ.મિ કપરાડા માં 689 મિ.મિ અને ઉમરગામ તાલુકામાં 736 મિ.મિ વરસાદ નોંધાયો છે.
ો
વલસાડ જિલ્લામાં મેઘમહેરથી ધરતીપુત્રો ખુશહાલ
જ્યારે જિલ્લાના સૌથી મોટા મધુબન ડેમમાં નવા નિરની આવક સાથે ડેમની સપાટી 72.35 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ 3006 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેની સામે એક દરવાજો 1 મીટર સુધી ખોલવામાં આવ્યો છે. જેના થકી 3818 ક્યુસેક પાણીને દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે.
ો
વલસાડ જિલ્લામાં મેઘમહેરથી ધરતીપુત્રો ખુશહાલ
ઉલ્લેખનીય છે કે. મંગળવારે જિલ્લામાં વરસાદી માહોલને લઈને ઠેરઠેર પાણી પાણી ભરાવાના બનાવો બન્યા છે. માર્ગો પર વાહનોની રફતાર ધીમી પડી છે. લોકો છત્રી રેઇન કોટમાં સજ્જ થઈ ઘર બહાર નિકળી રહ્યા છે. પશુપાલકો અને ધરતીપુત્રોમાં હરખની હેલી છવાઈ છે.
વલસાડ જિલ્લામાં મેઘમહેરથી ધરતીપુત્રો ખુશહાલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.