ETV Bharat / state

સસ્તી પ્રસિદ્ધ માટે યુવાનની ઘેલછા : મોઢામાં રોકેટ નાખીને ભાગ્યો

author img

By

Published : Oct 28, 2022, 11:49 AM IST

Updated : Oct 28, 2022, 4:02 PM IST

સસ્તી પ્રસિદ્ધ માટે યુવાનની ઘેલછા : મોઢામાં રોકેટ નાખીને ભાગ્યો
સસ્તી પ્રસિદ્ધ માટે યુવાનની ઘેલછા : મોઢામાં રોકેટ નાખીને ભાગ્યો

વલસાડમાં એક યુવકનો જોખમી સ્ટંટ વાળો વિડિયો (Diwali in Valsad) સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવકે મોઢામાં રોકેટને સળગાવીને દોડતાનો (Valsad risky stunt reels) વિડિયો વાયરલ થયો છે. જેને લઈને વલસાડ પોલીસ હરકતમાં આવીને આ યુવકની શોધખોળમાં લાગી છે.(youth mouth rocket burned running)

વલસાડ સીટી પેલેસ વિસ્તારમાં રહેતા એક યુવકે સોશિયલ મીડિયામાં છવાઈ જવા માટે જોખમી સ્ટંટ વાળી રિલ્સ (Diwali in Valsad) બનાવીને અપલોડ કરી હતી. દિવાળીના તહેવારો દરમિયાન લેવાતા ફટાકડાનો ઉપયોગ આસ્ટન્ટમાં કરવામાં આવ્યો હતો. જે સળગતું રોકેટ પોતાના મોઢામાં મૂકી રોકેટ સળગાવી રોડ ઉપર દોડતો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને પગલે પોલીસ સતર્ક બની છે. (Valsad risky stunt reels)

મોઢામાં રોકેટ મૂકી યુવકે કર્યો જોખમી સ્ટંટ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવાની ઘેલછા વર્તમાન સમયમાં 80 ટકા જેટલા યુવકો સોશિયલ મીડિયામાં પોતાના એકાઉન્ટ ધરાવે છે. રિલ્સ બનાવી સોશિયલ મીડિયામાં પ્રચલિત થવા અનેક ગતકડાં કરતા હોય છે, ત્યારે વલસાડ શહેરના સિટી પેલેસ વિસ્તારમાં રહેતા યુવકે ફટાકડાનું રોકેટ સળગાવી, સળગતું રોકેટ મોઢામાં નાખીને જીવના જોખમે દોડતો એક વિડીયો બનાવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઇ છે. (youth mouth rocket burned running)

યુવકને લઈને પોલીસની શોધખોળ જોખમી સ્ટંટ કરતા વિડીયો વાઇરલ થતા જ વલસાડ પોલીસ હરકતમાં આવી છે અને યુવક કોણ છે. તે અંગેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વાયરલ વિડીયોની ETV Bharat પુષ્ટિ કરતું નથી. જોકે જોખમી રીતે સ્ટંટ કરતા વિડીયો વાઇરલ થતા હાલ તો સોશિયલ મીડિયામાં ખૂબ શેર થઈ રહ્યો છે. આ ઉપરાંત દિવાળીની રાત્રે અમદાવાદ શહેરમાં પણ કારના બોનેટ પર બેસીને બોમ્બ ફોટવાનો કિસ્સો સામે આવ્યો હતો. દિવાળીની રાત્રે અમદાવાદના સિંધુ ભવન રોડ પર કેટલાક શખ્સોએ રોડને બાનમાં લઈને આ પ્રકારની હરકતો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. (Diwali 2022 in Valsad)

Last Updated :Oct 28, 2022, 4:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.