ETV Bharat / state

ધરમપુરના આદિવાસી સમાજ દ્વારા સાંસદ ડેલકરના મોત અંગે CBI તપાસની માગ

author img

By

Published : Feb 25, 2021, 1:37 PM IST

વલસાડ
વલસાડ

ધરમપુર આદિવાસી સમાજના લોકો દ્વારા સાંસદ મોહન ડેલકરના મોત અંગે સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી છે. સાથે રેલીનું આયોજન કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

  • સાંસદે ગુજરાતીમાં લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી
  • સુસાઇડ નોટ વિશે પોલીસે કોઈ માહિતી બહાર પાડી નથી
  • સાંસદ સુસાઈડ કરી શકે નહીં- આદિવાસી સમાજ

વલસાડ: દાદરા અને નગર હવેલીના સાંસદ મોહનભાઇ ડેલકરનો મૃતદેહ હત્યા કરેલી હાલતમાં મુંબઈની એક હોટલમાંથી મળી આવ્યો હતો. જે બાદ પોલીસ હરકતમાં આવી અને પોલીસે આ સમગ્ર બાબતે તપાસનો દોર શરૂ કર્યો છે. ત્યારે પોતાની વાત છતાં અને ત્વરિત નિર્ણય લેનારા સાંસદ આત્મહત્યા કરી શકે નહીં તેવું દાદરા અને નગર હવેલીના લોકો અને આદિવાસી સમાજનું માનવું છે, ત્યારે આદિવાસી સમાજ દ્વારા તેમના મોત અંગે CBI તપાસ થાય એવી માંગ સાથે ધરમપુરના આદિવાસી સમાજના લોકો દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી તપાસની માગ કરી છે.

મામલતદારને આવેદનપત્ર આપી તપાસની માગ કરાઈ
મામલતદારને આવેદનપત્ર આપી તપાસની માગ કરાઈ
સાત ટર્મથી સતત કાર્યરત હતાં સાંસદ

દાદરા અને નગર હવેલીમાં સતત સાત જેટલા ટર્મથી સંસદમાં ચૂંટાયેલા મોહનભાઈ ડેલકર માત્ર દાદરા અને નગર હવેલી જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તેમના બુલંદ અવાજ તેમની વાકછટા અને સમાજના હિતમાં આગળ આવી લડત આપવાની તેમની કામગીરીને પ્રત્યે તેઓ આદિવાસી સમાજમાં ખૂબ લોકપ્રિય હતા.

સાંસદના મૃત્યુને યોગ્ય ન્યાય તે માટે યોજી રેલી

સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીમાં બહોળો આદિવાસી સમાજ વસવાટ કરે છે અને સાંસદ મોહનભાઇ ડેલકર આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ આદિવાસી સમાજ માટે એક ગૌરવ લઈ શકાય એવા કદાવર આદિવાસી નેતા હતા, ત્યારે તેમના મોત અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આદિવાસી સમાજનું માનવું છે કે, આવા બાહોશ નેતા ક્યારે પણ આત્મહત્યા કરી શકે નહીં. જેને લઇને સંઘપ્રદેશમાં નહીં પરંતુ ગુજરાતમાં આવેલા છેવાડાના એવા ધરમપુર ખાતે આદિવાસી સમાજના લોકો દ્વારા સાંસદ મોહનભાઇ ડેલકરના મોતની તપાસ થાય અને તેમને યોગ્ય ન્યાય મળે એવા હેતુથી સમગ્ર આદિવાસી વિકાસ પરિષદ અને સમાજના લોકો દ્વારા ધરમપુર ખાતે એક વિશેષ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપી CBI તપાસની માગ કરી છે.

રેલી યોજી મામલતદારને તપાસની માગ કરાઈ
રેલી યોજી મામલતદારને તપાસની માગ કરાઈ

ધરમપુર આદિવાસી સમાજના લોકોએ કરી વધુ તપાસની માગ

મહત્વનું છે કે, સંઘ પ્રદેશના સાંસદ મોહન ડેલકર મુંબઈ ખાતે આવેલી એક હોટલના રૂમમાં આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવ્યા હતાં. તેમની પાસેથી એક સ્યૂસાઈડ નોટ પણ ગુજરાતીમાં લખેલી મળી આવી હતી. જો કે, આ સ્યૂસાઈડ નોટમાં શું લખ્યું છે અને કેટલા લોકોના નામનો ઉલ્લેખ છે તે અંગે હજી પણ પોલીસે કોઈ માહિતી બહાર પાડી નથી. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં CBIની તપાસ થાય એવી માગ ધરમપુર આદિવાસી સમાજના લોકોએ કરી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.