ETV Bharat / state

ઉમરગામના તુમ્બમાં કેમિકલયુક્ત પાણીથી પક્ષીઓના મોત, તંત્રએ કંપનીને ફટકારી નોટિસ

author img

By

Published : Dec 10, 2019, 6:07 AM IST

umargaam bird
umargaam bird

વલસાડ: અહીંના ઉમરગામ તાલુકાના તુમ્બ ગામમાં આવેલી રેડિયમ ક્રિએશન નામની કંપનીના કેમિકલયુક્ત વેસ્ટ વોટરના કારણે 15થી વધુ પક્ષીઓના મોત થતા અને નજીકના બોર, કુવાના ભૂગર્ભ જળ સહિત ખેતીની જમીન ખરાબ થતા રોષે ભરાયેલા ગ્રામજનોએ GPCB અને પંચાયતમાં રજુઆત કરતા કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુમ્બ ગામ ખાતે ઘરેણાં પર કોટિંગ કરવાનું કામ કરતી રેડિયમ ક્રિએશન નામની કંપની આવેલી છે. આ કંપનીમાં કેમિકલ પ્રોસેસથી ઘરેણાં પર કોટિંગ કરી તેના વેસ્ટ પાણીનો પાઇપલાઇન મારફતે નિકાલ કરવામાં આવે છે. કેમિકલયુક્ત વેસ્ટ પાણીની પાઇપલાઇન અને સ્ટોરેજ હોજમાં લીકેજ સર્જાયું હોય આસપાસના ખેતર અને રહેણાંક વિસ્તારના ભૂગર્ભ જળને દૂષિત કર્યું છે. ત્યારબાદ પણ કંપની સંચાલકોએ જાગૃતતા નહીં બતાવતા ગત 7 ડિસેમ્બરે આ કેમિકલયુક્ત પાણી પીવાથી 15 જેટલા પક્ષીઓના મોત થતાં ગામલોકોમાં અરેરાટી ફેલાઈ છે.

આ અંગે ગામ લોકોએ આક્ષેપ કર્યો છે કે, કંપનીમાં ઘરેણાના કોટિંગ માટે કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. જેનું વેસ્ટ પાણી આસપાસના વિસ્તારમાં પ્રસરી રહ્યું છે. તેનાથી પક્ષીઓના મોત થયાં છે. કંપનીના વેસ્ટ વોટર અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હાલમાં પક્ષીઓના મોત આ દુષિત પાણીથી થઈ રહ્યાં છે. સાથે જ ગામના પીવાના પાણીના બોર અને કુવાનું પાણી પણ ખરાબ થયું છે.

સમગ્ર મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પક્ષીઓ જ્યાં મોતને ભેટ્યા છે તે વેસ્ટ વોટર અને આસપાસના બોરીંગના પાણીના સેમ્પલ લીધા હોવાનું જણાવી આગામી દિવસોમાં આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમજ હાલ તાત્કાલિક ધોરણે કંપનીને નોટિસ આપી હોવાની જાણકારી આપી હતી. જેની સામે ગામલોકોએ જણાવ્યું હતું કે કંપનીના સંચાલકો આ કેમિકલયુક્ત પાણી પાઇપલાઇન મારફતે છોડે છે. જે ઉભરાઈને આસપાસની ખેતીની જમીનને પણ નષ્ટ કરી રહ્યું છે.

Intro:location :- તુમ્બ, ઉમરગામ

તુમ્બ :- વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુમ્બ ગામમાં આવેલ રેડિયમ ક્રિએશન નામની કંપનીના કેમિકલયુક્ત વેસ્ટ વોટરના કારણે 15 થી વધુ પક્ષીઓના મોત થતા અને નજીકના બોર, કુવાના ભૂગર્ભ જળ સહિત ખેતીની જમીન ખરાબ થતા રોષે ભરાયેલા ગ્રામજનોએ GPCB અને પંચાયતમાં રજુઆત કરતા કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે. કેમિકલ યુક્ત પાણીના કારણે પક્ષીઓના મોત થી જીવદયા પ્રેમીઓના હ્યદય દ્રવી ઉઠ્યા છે.


Body:વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુમ્બ ગામ ખાતે ઘરેણાં પર કોટિંગ કરવાનું કામ કરતી રેડિયમ ક્રિએશન નામની કંપની આવેલી છે. આ કંપનીમાં કેમિકલ પ્રોસેસથી ઘરેણાં પર કોટિંગ કરી તેના વેસ્ટ પાણીનો પાઇપલાઇન મારફતે નિકાલ કરવામાં આવે છે. કેમિકલયુક્ત વેસ્ટ પાણીની આ પાઇપલાઇન અને સ્ટોરેજ હોજમાં ઠેરઠેર લીકેજ સર્જાયું હોય આસપાસના ખેડૂતોના ખેતરમાં અને રહેણાંક વિસ્તારના ભૂગર્ભ જળને દૂષિત કર્યું છે. જે બાદ પણ કંપની સંચાલકોએ જાગૃતતા નહીં બતાવતા 7મી ડિસેમ્બરે આ કેમિકલયુક્ત પાણી પીવાથી 15 જેટલા પક્ષીઓના મોત નિપજતા ગામલોકોમાં અરેરાટી ફેલાઈ છે.

આ અંગે ગામના લોકોએ આક્ષેપ કર્યા છે કે કંપનીમાં ઘરેણાના કોટિંગ માટે કેમિકલનો ઉપયોગ કરે છે. જેનું વેસ્ટ પાણી આ રીતે આસપાસના વિસ્તારમાં જ પ્રસરી રહ્યું હોય તેનાથી આ પક્ષીઓના મોત નિપજ્યા છે. કંપનીના વેસ્ટ વોટર અંગે અવારનવાર રજૂઆતો કરી હતી. તેમ છતાં કોઈ જ કાર્યવાહી થઈ નથી. હાલમાં પશુપક્ષીઓના મોત આ પાણીથી થઈ રહ્યા છે. સાથેસાથે ગામના પીવાના પાણીના બોર-કુવાનું પાણી પણ ખરાબ થયું છે.

સમગ્ર મામલે સફાળા જાગેલા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા હાલ આ મામલે પક્ષીઓ જ્યાં મોતને ભેટ્યા છે. તે વેસ્ટ વોટરના અને આસપાસના બોરીગના પાણીના સેમ્પલ લીધા હોવાનું જણાવી આગામી દિવસમાં આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તેમજ હાલ તાત્કાલિક ધોરણે કંપનીને નોટિસ આપી હોવાની જાણકારી આપી હતી. જેની સામે ગામલોકોએ જણાવ્યું હતું કે કંપનીના સંચાલકો આ કેમિકલયુક્ત પાણી પાઇપલાઇન મારફતે છોડે છે. જે ઉભરાઈને આસપાસની ખેતીની જમીનને પણ નષ્ટ કરી રહ્યું છે. અને હાલમાં પક્ષીઓના મોત બાદ ઢાંકપિછાડો કરવા પોતાના કર્મચારીઓ પાસે ગંદુ પાણી ઉલેચાવી મૃત પક્ષીઓને જમીનમાં દાટી દેવાનું કૃત્ય કર્યું છે. જો આ જ રીતે ચાલશે તો આગામી દિવસોમાં આ કેમિકલયુક્ત પાણીથી જાનમાલની અને ગામલોકોને મરવાની નોબત આવશે.

આ અંગે કંપની સંચાલકોનો સંપર્ક સાંધતા તેમણે જણાવ્યું હતું કે આ અંગે ગામલોકોએ તેમની પાસે રજુઆત કરી હોત તો ચોક્કસ તેનું નિરાકરણ લાવવામાં આવતે. પરંતુ ગામલોકોએ તંત્રને જાણ કરી ઉહાપોહ મચાવી દેતા હાલ કંપનીને નોટિસ મળી છે. નાની સરખી ભૂલને કારણે સ્થાનિક 1500 જેટલા ગામોલોકોને રોજીરોટી આપતી કંપનીમાં આ લોકોની રોજગારી છીનવાઈ છે. કંપની દ્વારા ગામલોકો માટે અનેક સેવાકીય કર્યો કર્યા છે. જો આ અંગે પણ જાણ કરવામાં આવતે તો તેનું નિરાકરણ લાવી કંપની તરફથી બનતી કોશિશ કરવામાં આવી હોત.




Conclusion:જો કે કંપની સંચાલકોએ ભલે હવે 1500 લોકોની રોજગારીની દુહાઈ આપી આ મામલે દુઃખ વ્યક્ત કર્યું હોય પરંતુ આ જ કંપની દ્વારા ત્રણ વર્ષ પહેલાં પણ આ રીતે કેમિકલયુક્ત પાણી છોડી 2 ગાય એક બળદનો જીવ લીધો હતો. અને હવે 15 જેટલા પક્ષીઓનો જીવ લીધો છે. કંપનીની એક ભૂલને નહીં સુધારવાની બેડરકારીએ જ કંપનીને બદનામ કરી 1500 કર્મચારીઓની રોજગારી છીનવી લેવાની મોટી ગંભીર ભૂલ કરી છે.

bite 1, વંસાભાઈ દામુભાઈ, પંચાયત સભ્ય, તુમ્બ
bite 2, ઉમેશ ઘોડી, સ્થાનિક, તુમ્બ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.