ETV Bharat / state

વાપી GIDCના ઔદ્યોગિક એકમોને પ્રદુષણ અંગે પરિપત્ર પાઠવવામાં આવતા ફફડાટ

author img

By

Published : Jun 20, 2019, 10:34 AM IST

Valsad

વલસાડ: વાપી GIDCમાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ, પલ્પ એન્ડ પેપર મિલ સહિતના અનેક ઔદ્યોગિક એકમો ધમધમે છે. ત્યારે આ એકમોમાં કેટલાક એકમો દ્વારા પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન થતું હોય તેવા છાશવારે મુદ્દાઓ ઉઠતા આવ્યા છે. હાલમાં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના નિર્દેશ અનુસાર એકસાથે 218 જેટલા એકમોને ખાસ પરિપત્ર પાઠવવામાં આવતા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા વાપીમાં ધમધમતા અને અવાર નવાર નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે નોટિસ ઓફ ડાયરેક્શન, નોટિસ અને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવે છે. પ્રદુષણ છોડતી કંપનીઓ સામે કરોડો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે. પરંતુ તે બાદ પણ કંપનીના સંચાલકો પર્યાવરણ પ્રત્યે બેદરકાર રહેતા આવ્યા હોય એ સમગ્ર મામલે હવે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા પ્રદુષણ મુદ્દે ગંભીર બની કડક કાર્યવાહી હાથ ધરી છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા હાલમાં વાપી GIDCમાં વર્ષ 2013થી કાર્યરત 218 જેટલી કંપનીઓમાં પ્રદુષણ અને પર્યાવરણની જાળવણી માટે એક પરિપત્ર સુપ્રત કરવામાં આવ્યો છે. જે માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીને જે કંપનીને પર્યાવરણના મામલે પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. તે કંપનીના સંચાલકોએ જરૂરી પુરાવા રજુ કરવા જણાવ્યું છે. આ પુરાવાના આધારે કમિટી જે તે કંપનીની જાણકારી NGTને મોકલશે અને તે બાદ NGT તે કંપની સામે પર્યાવરણ સંદર્ભે બનતી કાર્યવાહી કરશે.

નવાઈની વાત એ છે કે NGTના પરિપત્ર અને કમિટીની રચનાને લઈને ઉદ્યોગકારોમાં જાણે કંપનીને ક્લોઝર નોટિસ આપી હોય તેવો ફફડાટ ફેલાયો છે. આ પરિપત્ર મુદ્દે તડજોડની રાજનીતિ રમી નાખવાની તૈયારીઓમાં મચી પડ્યા છે. તો, વર્ષ 2013થી લઈને 2019 સુધીમાં એવી કેટલીયે કંપનીઓ છે જે બંધ હાલતમાં છે અથવા તેમના માલિક બદલાઈ ગયા છે. કંપનીમાં નામ પણ બદલાઈ ગયા હોવા છતાં જે તે જુના રેકર્ડ મુજબ આ પરિપત્ર પાઠવવામાં આવ્યો છે.

હકીકતમાં આ પરિપત્ર માત્રને માત્ર જે તે કંપનીઓને પર્યાવરણના સંતુલન મુજબ કંપનીઓ પાલન કરે છે કે કેમ? અગાઉ નોટિસ પાઠવ્યા બાદ પેનલ્ટી પેટની રકમ કે અન્ય સૂચના મુજબની કામગીરીઓ બજાવી છે કે કેમ? તેના રિપોર્ટ મેળવવા પૂરતો અને તે બાદ તે ડેટાને NGTમાં આપવા પૂરતો છે. એમાં જો કોઈ કમી જણાશે તો જ NGT GPCB તે કંપની સામે કાયદાનો દંડો ઉગામશે.

ઉલ્લેખનીય છે કે વાપી GIDCમાં ઉદ્યોગ સંચાલકો બેફામ પણે વાયુ, જળ અને જમીનનું પ્રદુષણ ફેલાવતા હોય, CETPમાં પ્રમાણસરનું COD જળવાતું ન હોય, વાપી ગ્રીન એન્વાયરમેન્ટ લિમિટેડ VGELના ડિરેક્ટરોની આંખ આડા કાન કરવાની નીતિ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન VIAની એકને ખોળ બીજાને ગોળની બેધારી નીતિને કારણે NGTએ કાયદાનો દંડો ઉગામી પેનલ્ટી અને નોટિસ ફટકારી વાપી GIDCને અવારનવાર ફટકાર પણ લગાવી છે.

એક સમયે પોલ્યુટેડ ઝોન વાપી GIDC માંડ માંડ તેમાંથી બહાર નીકળ્યું છે. જે હવે ફરી પોલ્યુટેડ ઝોન તરફ ધકેલાઈ રહી છે. ત્યારે GIDC ની 600 જેટલી પ્રદૂષણના નામે બદનામ કંપનીઓ આસપાસના 6 લાખ લોકોના જીવ સાથે ચેડાં કરી રહી છે. એ પણ એટલા પૈસા માટે કે જેટલા પૈસા પ્રદૂષણના મામલે પકડાયા બાદ પેનલ્ટી પેટે જ ચૂકવી દેવા પડશે. આશા રાખીએ કે નજીવા પૈસા માટે ઉદ્યોગકારોની આ લાલચમાંથી ઉદ્યોગકારો બહાર નીકળે અને પર્યાવરણની જાળવણી માટે નિયમોનું પાલન કરે.

Slug :- વાપી GIDC ના 218 જેટલા ઔદ્યોગિક એકમોને પાઠવાયો પત્ર

Location :- વાપી, વલસાડ

વાપી :- વાપી GIDC માં કેમિકલ, ફાર્માસ્યુટિકલ, પલ્પ એન્ડ પેપર મિલ સહિતના અનેક ઔદ્યોગિક એકમો ધમધમે છે. આ એકમોમાં કેટલાક એકમો દ્વારા પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન થતું હોય. છાશવારે આ મુદ્દાઓ ઉઠતા આવ્યા છે. અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ માં તેની ધા નાખવામાં આવે છે. જે અન્વયે હાલમાં જ NGT ના નિર્દેશ અનુસાર સાગમટે 218 જેટલા એકમોને ખાસ પરિપત્ર પાઠવવામાં આવતા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે.

 ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા વાપીમાં ધમધમતા અને અવાર નવાર નિયમોની ઐસીતૈસી કરતા એકમો સામે નોટિસ ઓફ ડાયરેક્શન, નોટિસ, અને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવે છે. પ્રદુષણ છોડતી કંપનીઓ સામે કરોડો રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવે છે. પરંતુ તે બાદ પણ કંપનીના સંચાલકો પર્યાવરણ પ્રત્યે બેદરકાર રહેતા આવ્યા હોય એ સમગ્ર મામલે હવે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા પ્રદુષણ મુદ્દે ગંભીર બની કડક કાર્યવાહી હાથ ધરી છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા હાલમાં વાપી GIDC માં વર્ષ 2013થી કાર્યરત 218 જેટલી કંપનીઓમાં પ્રદુષણ અને પર્યાવરણની જાળવણી માટે એક પરિપત્ર સુપ્રત કરવામાં આવ્યો છે. જે માટે એક ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. એ કમિટીને જે કંપનીને પર્યાવરણના મામલે પરિપત્ર પાઠવવામાં આવ્યો છે. તે કંપનીના સંચાલકોએ જરૂરી પુરાવા રજુ કરવા જણાવ્યું છે. એ પુરાવા આધારે કમિટી જે તે કંપનીની જાણકારી NGT ને મોકલશે અને તે બાદ NGT તે કંપની સામે પર્યાવરણ સંદર્ભે બનતી કાર્યવાહી કરશે.

નવાઈની વાત એ છે કે NGT ના પરિપત્ર અને કમિટીની રચનાને લઈને ઉદ્યોગકારોમાં જાણે કંપનીને ક્લોઝર નોટિસ આપી હોય તેવો ફફડાટ ફેલાયો છે. અને આ પરિપત્ર ને લઈને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં ધરમ ધક્કા ખાઈ રહ્યા છે. જ્યારે કેટલાક તો આ પરિપત્ર મુદ્દે તડજોડ ની રાજનીતિ રમી નાખવાની તૈયારીઓમાં મચી પડ્યા છે. તો, 2013 થી લઈને 2019 સુધીમાં એવી કેટલીયે કંપનીઓ છે. જે, બંધ હાલતમાં છે કે તેમના માલિક બદલાઈ ગયા છે. અને કંપનીમાં નામ પણ બદલાઈ ગયા હોવા છતાં જે તે જુના રેકર્ડ મુજબ આ પરિપત્ર પાઠવવા આવ્યો છે. 

હકીકતમાં આ પરિપત્ર માત્રને માત્ર જે તે કંપનીઓને પર્યાવરણના સંતુલન મુજબ કંપનીઓ પાલન કરે છે કે કેમ? અગાઉ નોટિસ પાઠવ્યા બાદ પેનલ્ટી પેટની રકમ કે અન્ય સૂચના મુજબની કામગીરીઓ બજાવી છે કે કેમ? તેના રિપોર્ટ મેળવવા પૂરતો અને તે બાદ તે ડેટા ને NGT માં આપવા પૂરતો છે. અને એમાં જો કોઈ કમી જણાશે તો જ NGT GPCB તે કંપની સામે કાયદાનો દંડો ઉગામશે. 

ઉલ્લેખનીય છે કે વાપી GIDC માં ઉદ્યોગ સંચાલકો બેફામ પણે વાયુ, જળ અને જમીનનું પ્રદુષણ ફેલાવતા હોય, CETP માં પ્રમાણસરનું COD જળવાતું ન હોય, વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ VGEL ના ડિરેક્ટરોની આંખ આડા કાન કરવાની નીતિ, વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન VIA ની એકને ખોળ બીજાને ગોળની બેધારી નીતિને કારણે NGTએ કાયદાનો દંડો ઉગામી પેનલ્ટી અને નોટિસ ફટકારી વાપી GIDC ને અવારનવાર ફટકાર પણ લગાવી છે. 

એક સમયે પોલ્યુટેડ ઝોન વાપી GIDC માંડ માંડ તેમાંથી બહાર નીકળ્યું છે. જે હવે ફરી પોલ્યુટેડ ઝોન તરફ ધકેલાઈ રહી છે. ત્યારે GIDC ની 600 જેટલી પ્રદૂષણના નામે બદનામ કંપનીઓ આસપાસના 6 લાખ લોકોના જીવ સાથે ચેડાં કરી રહી છે. એ પણ એટલા પૈસા માટે કે જેટલા પૈસા પ્રદૂષણના મામલે પકડાયા બાદ પેનલ્ટી પેટે જ ચૂકવી દેવા પડશે. આશા રાખીએ કે નજીવા પૈસા માટે ઉદ્યોગકારોની આ લાલચમાંથી ઉદ્યોગકારો બહાર નીકળે અને પર્યાવરણની જાળવણી માટે નિયમોનું પાલન કરે. 

Video FILE send FTP

Photo file
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.