ETV Bharat / state

વલસાડ LCBએ 11 લાખનની દારૂ ભરેલી ટ્રક ઝડપી

author img

By

Published : Jun 25, 2021, 11:51 AM IST

વલસાડ LCBએ 11 લાખનની દારૂ ભરેલી ટ્રક ઝડપી
વલસાડ LCBએ 11 લાખનની દારૂ ભરેલી ટ્રક ઝડપીવલસાડ LCBએ 11 લાખનની દારૂ ભરેલી ટ્રક ઝડપી

વલસાડ જિલ્લા LCB દ્વારા ટ્રકમાં ભરીને લઇ જવાતો રૂપિયા 11 લાખ 64 હજારનો દારૂનો જથ્થો ઝપાડવામાં આવ્યો હતો. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે પોલીસે સુરત તરફ જઈ રહેલી ટ્રક અટકાવી તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલકની અટક કરી છે.

  • ટ્રક ભરી લઇ જવાય રહ્યો હતો દારૂ નો જંગી જથ્થો
  • LCB દ્વારા પૂર્વ બાતમીના આધારે ટુકવાડા નજીક ટ્રક ઝડપ્યો
  • ટ્રકમાંથી 11લાખ 64 હજારનો દારૂનો જંગી જથ્થો મળી આવ્યો

વલસાડઃ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી પૂર્વ બાતમીને આધારે પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પારડી નજીક આવેલા ટુકવાડા પાસે બાતમી વાળી ટ્રક આવી હતી. જેના અટકાવી તપાસ કરતા ટ્રકમાંથી જંગી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આજે તો સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો હતો જેને પોલીસે પારડી પોલીસ મથકે લાવી તપાસ કરતા ટ્રકમાંથી 11લાખ 64 હજારનો દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. જ્યારે ટ્રક ચાલકની પોલીસે અટક કરી છે.

વલસાડ LCBએ 11 લાખનની દારૂ ભરેલી ટ્રક ઝડપી
વલસાડ LCBએ 11 લાખનની દારૂ ભરેલી ટ્રક ઝડપી

આ પણ વાંચોઃ Anand LCBએ માણેજ પાસેથી કાચની આડમાં 400 પેટી Liqueur ભરેલી ટ્રક ઝડપી

પોલીસે અંદાજીત રૂપિયા 21,69,500 નો મુદ્દામાલ કર્યો કબજે

લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા નેશનલ હાઇવે નંબર 48 પર પારડી નજીક આવેલા ટુકવાડા રેનોલ્ટ શોરૂમ સામે દમણ તરફથી આવી રહેલી એક ટ્રક નંબર આર જે 40 જીએ 37 65 અટકાવી તેમાં તપાસ કરતાં વિવિધ બૉક્સમાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ જણાવતા પોલીસે ટ્રકને કબજે કરી પારડી પોલીસ મથકે લઇ આવી હતી અને જ્યાં ટ્રકમાંથી 389 જેટલા બોક્સ ઉતાર્યા હતા. જેમાં 16, 272 દારૂની મળી આવી હતી. જેની અંદાજિત કિંમત 11 લાખ 64 હજાર હોવાનું જણાય આવ્યું હતું. પોલીસે ટ્રક ચાલક શાહરુખ શેર મહંમદ પઠાણની ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ બારડોલી પોલીસ LCBએ 14.85 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

દારૂ દમણથી ભરીને બારડોલી તરફ લઈ જવાતો હતો

દારૂની ટ્રક સાથે પકડાયેલા ચાલક શાહરૂખ શેર મહમદ પઠાણની ધરપકડ બાદ પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સમગ્ર જથ્થો દમણથી ભરવામાં આવ્યો હતો અને બારડોલી ખાતે લાઇ જવામાં આવતો હતો. જેને પોલીસે ઝડપી લીધો હતો હાલ તો પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની નજરોથી બચાવી જે દારૂ ગુજરાતમાં ઘૂસડવા માટે ખેપિયા અનેક કિમિયા અજમાવતા હોય છે તે પોલીસની નજરથી બચી શકતા નથી આજે પણ પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.