ETV Bharat / state

Diwali 2023: દિવાળીની પૂર્વ સંધ્યાએ વાપીમાં છેલ્લી ઘડીની ધૂમ ખરીદી, ફટાકડા બજારમાં જોવા મળ્યો ગ્રાહકોનો ધસારો

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2023, 6:58 AM IST

દિવાળીની પૂર્વ સંધ્યાએ વાપી-વલસાડમાં છેલ્લી ઘડીની ધૂમ ખરીદી
દિવાળીની પૂર્વ સંધ્યાએ વાપી-વલસાડમાં છેલ્લી ઘડીની ધૂમ ખરીદી

દિવાળીનું પર્વનું મહાપર્વ ગણાઈ છે, રંગ-બેરંગી રંગોળી અને ફટાકડાની સાથે મીઠાઈની આપલે સાથે વડીલોના આશીર્વાદ અને ઘરનો શણગાર આ બધુ દિવાળીના પર્વ પર જોવા મળે છે, કુલ મળીને આસ્થા, ઉમંગ અને ઉત્સાહનો પર્વ એટલે દિવાળી. દિવાળીમાં ફટકળા ફોડવાનું ખાસ મહત્વ રહ્યું છે, ત્યારે આ વર્ષે પણ ફટાકડા બજારમાં સામાન્ય ભાવ વધારા સાથે અનેક નવી વેરાયટીના ફટાકડા બજારમાં જોવા મળ્યાં છે, ત્યારે ગુજરાતના અન્ય શહેરોની જેમ વાપીમાં પણ દિવાળી પર્વની પૂર્વ સંધ્યાએ ફટાકડા બજારમાં ધૂમ ઘરાકી નીકળી હતી.

દિવાળીની પૂર્વ સંધ્યાએ વાપી-વલસાડમાં છેલ્લી ઘડીની ધૂમ ખરીદી

વાપી: વલસાડ જિલ્લો ફટાકડાના વેપાર માટે ખૂબ જાણીતો જિલ્લો છે. અહીં દિવાળી પર્વને લોકો હર્ષોલ્લાસભેર ઉજવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વલસાડ જિલ્લામાં ઉભા કરેલા હંગામી ફટાકડા બજાર, હોલસેલ વેપારીઓને ત્યાં ફટાકડા ખરીદવા આવેલા ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં આ પર્વ દરમ્યાન હંગામી ફટાકડા બજાર ઉભા કરવામાં આવ્યાં. જેમાં શરૂઆતમાં નીરસ રહેલી ઘરાકી દિવાળી પર્વની પૂર્વ સંધ્યાએ વધી હતી. આ અંગે ફટાકડા બજારના વેપારીઓએ જણાવ્યું હતું કે, ફટાકડા બજારમાં સામાન્ય ભાવ વધારા સાથે અનેક નવી વેરાયટીના ફટાકડા બજારમાં આવ્યા હોય દિવાળી પર્વની પૂર્વ સંધ્યાએ ધૂમ ઘરાકી નીકળી હતી. લોકોએ પોતાના બજેટની ચિંતા કર્યા વિના પોતાના માટે તેમજ બાળકો માટે વિવિધ વેરાયટીના ફટાકડા ખરીદ્યા હતાં.

ફટાકડા બજારમાં જોવા મળ્યો ગ્રાહકોનો ધસારો
ફટાકડા બજારમાં જોવા મળ્યો ગ્રાહકોનો ધસારો

ફટાકડાની ધૂમ ખરીદી: વલસાડ જિલ્લામાં ફટાકડાના વેપાર માટે જાણીતા એવા વાપીના આશાપુરા સ્ટોરના પ્રોપરાઈટર મહેન્દ્ર સિંહ જાડેજા અને ભિલાડના લક્ષ્મી જનરલ સ્ટોરના પ્રોપરાઈટર નરેશ કુમાર શાહને ત્યાં વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ વાપી-વલસાડ ઉમરગામ શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો ફટાકડાની ખરીદી કરવા આવ્યાં હતાં. ફટાકડામાં 30 થી 40 ટકા જેટલો ભાવ વધારો હોવા છતાં ગ્રાહકોએ જણાવ્યું હતું કે દિવાળી પર્વ ફટાકડા ફોડવાનું પર્વ છે. એટલે ફટાકડા તો ખરીદવા જ જોઈએ અને ઉત્સાહભેર તેમજ સાવચેતી સાથે જ ફોડવા જોઈએ.

ફટાકડા બજારમાં જોવા મળ્યો ગ્રાહકોનો ધસારો
ફટાકડા બજારમાં જોવા મળ્યો ગ્રાહકોનો ધસારો

ગ્રીન ફટાકડાની બોલબાલા: વલસાડના વાપીમાં અને ભિલાડ ખાતે છેક વલસાડ શહેરમાંથી તેમજ નજીકના દમણ, દાદરા નગર હવેલીમાંથી, મહારાષ્ટ્રના સરહદી જિલ્લા એવા પાલઘરમાંથી લોકો ફટાકડાની ખરીદી કરવા આવે છે. જેઓએ ફટાકડાથી થતા પ્રદૂષણના ઊહાપોહ બાબતે જણાવ્યું હતું કે, પર્યાવરણને ધ્યાનમાં રાખીને હવે ગ્રીન ફટાકડાની બોલબાલા હોય પર્યાવરણને ઓછું નુકસાન કરે તેવી વેરાયટીમાં ફટાકડા જ ખરીદવાનું પસંદ કરે છે.

ફટાકડાની ધૂમ ખરીદી થતાં વેપારીઓ પણ ખુશખુશાલ
ફટાકડાની ધૂમ ખરીદી થતાં વેપારીઓ પણ ખુશખુશાલ

વેપારીઓ ખુશખુશાલ: ઉલ્લેખનીય છે કે ફટાકડા બજારમાં 30 થી 40 ટકા નો ભાવ વધારો થયો છે તેમ છતાં બજેટને અવગણી ફટાકડાની ખરીદી કરી હતી. આ વર્ષે દર વર્ષની જેમ સુતળી બૉમ્બ, ગોવા-28 પ્રકારના ફટાકડાની ડિમાન્ડ વધુ જોવા મળી. લોકોએ ઉત્સાહભેર સ્કાય શોટ્સ, સુતરી બૉમ્બ સહિત બાળકો માટે તારાં, કોઠી, ભોંય ચકરી, પૉપઅપ, કિટકેટ, ચિટપુટ, નોન પોલ્યુશન ફટાકડા જેવી વિવિધ આઈટમોની ખરીદી કરી હતી. છેલ્લી ઘડીની ઘરાકીએ ફટાકડા વેપારીઓને ત્યાં ઉમટેલી ભીડના કારણે વેપારીઓ પણ ખુશખુશાલ દેખાયા હતાં.

  1. Diwali 2023: અક્ષરધામ મંદિરને દિવાળી નિમિતે 10,000 દીવાથી શણગારવામાં આવ્યું, સ્વામિનારાયણ ભગવાનની 49 ફિટ ઊંચી પ્રતિમા સ્થપાશે
  2. Diwali 2023 : દિવાળીમાં ભાવનગરમાં બની નવી મીઠાઈઓ, મોંઘી ખરી પણ ખરીદવી તો પડે જ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.