ETV Bharat / state

વલસાડ જિલ્લામાં 12 કલાકમાં 25 ઇંચ વરસાદ, નદીઓમાં ઘોડાપૂર

author img

By

Published : Aug 13, 2020, 2:26 PM IST

valsad news
valsad news

હવામાન વિભાગની આગાહી વચ્ચે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ જિલ્લામાં પણ મંગળવારથી અવીરત વરસાદ વરસી રહ્યો છે. જ્યારે છેલ્લા 12 કલાકમાં 25 ઇંચ વરસાઇ જિલ્લામાં નોધાયો છે.

વલસાડઃ જિલ્લામાં છેલ્લા બે માસ ઉપરાંતથી અનેક ખેડૂત મિત્રો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં. જો કે, વરસાદના આવતા ડાંગરનો ઉભો પાક ખેતરમાં કરનાર અનેક ખેડૂતોની હાલત કપરી હતી, પરંતુ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી 16 તારીખ સુધીની આગાહીને પગલે વલસાડ જિલ્લામાં મંગળવાર રાત્રીથી વરસાદની હેલી જોવા મળી હતી.

નદીઓ બે કાંઠે
નદીઓ બે કાંઠે

બુધવારે વહેલી પરોઢિયેથી મેઘરાજા મહેર કરતા જિલ્લાની લોકમાતાઓ બંને કાંઠે વહતી જોવા મળી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. બુધવારે સાંજે 6થી ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં જિલ્લાના વિવિધ તાલુકામાં વ્યાપક પ્રમાણમાં વરસાદ નોધાયો છે. છેલ્લા 12 કલાકમાં 25 ઇંચ વરસાદ ખાબક્યો છે.

વલસાડ જિલ્લામાં 12 કલાકમાં 25 ઇંચ વરસાદ, નદીઓ બે કાંઠે

12 કલાક દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા

ઘરમાં ધુસ્યા પાણી
ઘરમાં ધુસ્યા પાણી

ઉમરગામ

4 ઇંચ

કપરાડા 4 ઇંચ
ધરમપુર4 ઇંચ
પારડી6.72 ઇંચ
વાપી 4 ઇંચ
વલસાડ4 ઇંચ

વલસાડ જિલ્લાની લોકમાતાઓ ઔરંગા, પાર, કોલક, દમણગંગા, તાન, માન, જેવી નદીઓ વરસાદ થતા બંને કાંઠે વહેતી થઇ છે. સાથે સાથે નેશનલ હાઈવે 48 ઉપર અનેક સ્થળે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને આવન જાવન માટે મુશ્કેલી પડી હતી. મહત્વનું છે કે, કેટલાક નીચાણવાળા બ્રીજ પણ વરસાદના કારણે પાણીમાં ગરકાવ થયા હતા. કેટલાક નીચાણ વાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણી ફરી વળ્યતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આગામી તારીખ 16 ઓગસ્ટ સુધી ભારે વરસાદ સમગ્ર ગુજરાતમાં વરસે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને લઇને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તમામ આધિકારી ઓને એલર્ટ કરવામાં આવ્યાં છે.

વલસાડમાં વરસાદ
વલસાડમાં વરસાદ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.