ETV Bharat / state

વાપીમાં 30 કલાકમાં 14 ઇંચ વરસાદ, શહેરમાં ઠેર-ઠેર ભરાયા પાણી

author img

By

Published : Aug 3, 2019, 5:16 PM IST

Heavy rain in vapi

વાપીઃ વાપીમાં છેલ્લા 30 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા છે. વરસાદના કારણે નાના-મોટા ઝાડ પણ પડ્યાના બનાવો બન્યા હતા. ભારે વરસાદથી શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ ઉભી થઇ છે.

શુક્રવારથી ધીમીધારે વરસી રહેલા વરસાદે રાત્રે ધોધમાર આકાશી પાણી વરસાવ્યું હતું. શુક્રવારના રાત્રીના દસ વાગ્યાથી શનિવારના બપોરના 12 વાગ્યા સુધીમાં વાપીમાં 14 ઇંચ વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા છે. પવન સાથે વરસતા વરસાદના કારણે ક્યાક નાના-મોટા ઝાડ ધરાશાયી થયા છે. વરસાદના પગલે લોકોના ઘરમાં પાણી ભરાયા છે.

વાપીમાં 30 કલાકમાં 14 ઇંચ વરસાદ

બપોરે 12 વાગ્યા સુધી સતત વરસતા વરસાદથી નીચાણવાળા વિસ્તારોની સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. શાળાએથી આવતા બાળકો, શાળાની બસો, અન્ય રાહદારીઓ અને વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાની નોબત આવી હતી.

વાપી શહેરની વાત કરીએ તો ચોવીસ કલાકમાં 231 mm અને બીજા છ કલાકમાં 114 mm વરસાદ વરસ્યો હતો. આ સાથે જ વાપી શહેરમાં મૌસમનો કુલ આંકડો 2013 mm પર પહોંચ્યો છે.

વાપીના જલારામ મંદિરના હોલમાં પાણી ભરાઈ જતા મહાપ્રસાદ લેવા આવતા અને દર્શને આવતા દર્શનાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આસપાસની સોસાયટીમાં પણ ઘૂંટણ સુધીના પાણી ભરાતા કેટલીક દુકાનો અને એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા. લોકોને આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા.

સમગ્ર જિલ્લામાં 6 કલાકના વરસાદી આંકડાની વાત કરીએ તો,

  • ઉમરગામઃ 48 mm
  • કપરાડાઃ 102 mm
  • ધરમપુરઃ 135 mm
  • પારડીઃ 82 mm
  • વલસાડઃ 82 mm
Intro:વાપી :- વાપીમાં છેલ્લા 30 કલાકમાં 345 mm એટલે કે 14 ઇંચ વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાયા છે. નુક્સાનીના આ વરસાદમાં ક્યાંક નાના મોટા ઝાડ પડવાના અને દુકાનો-ઘરોમાં પાણી ભરાવાના બનાવો બન્યા છે. ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિ ઉભી થઇ છે.Body:શુક્રવારના ધીમીધારે વરસી રહેલ વરસાદે રાત્રે ધોધમાર આકાશી પાણી વરસાવ્યું હતું. શુક્રવારના રાત્રીના દસ વાગ્યાથી શનિવારના બપોર ના 12 વાગ્યા સુધીમાં વાપીમાં 14 ઇંચ વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા છે. પવન સાથે વરસતા વરસાદે ક્યાંક નાનામોટા ઝાડને પાડી દીધા છે. ડાળીઓ તોડી નાખી છે. લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. હાઇવે પર વાહન ચાલકોની અવરજવર ઘટી છે. શાળાએ જતા બાળકો, નોકરી ધંધે જતા નોકરિયાતો, ધંધાર્થીઓ સૌ કોઈ વરસતા વરસાદમાં ઘર બહાર નીકળતા જોવા મળ્યા હતા. તો, બપોરે 12 વાગ્યા સુધી સતત વરસતા વરસાદથી નીચાણવાળા વિસ્તારો, સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતાં. શાળાએથી આવતા બાળકો, શાળાની બસો અને અન્ય રાહદારીઓ, વાહનચાલકોએ આ પાણીમાંથી પસાર થવાની નોબત આવી હતી.


 


સમગ્ર જિલ્લાના 6 કલાકના વરસાદી આંકડાની વાત કરીએ તો  ઉમરગામમાં 48 mm,  કપરાડામાં 102 mm, ધરમપુરમાં 135 mm, પારડીમાં 82 mm, વલસાડમાં 82 mm જ્યારે વાપીમાં 24 કલાકમાં 231 mm અને બીજા 6 કલાકમાં 114 mm વરસાદ સાથે મૌસમનો કુલ આંકડો 2013 mm પર પંહોચ્યો છે. વાપીમાં 30 કલાકમાં અનરાધાર 14 ઇંચ વરસાદ વરસ્યો છે.


Conclusion:વાપીમાં જલારામ મંદિરના હોલમાં પાણી ભરાઈ જતા મહાપ્રસાદ લેવા આવતા અને દર્શને આવતા દર્શનાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આસપાસની સોસાયટીમાં પણ ઘૂંટણ સુધીના પાણી ભરાતા કેટલીક દુકાનો અને એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા. લોકો પણ આ પાણીમાંથી જ પસાર થવા મજબૂર બન્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.