ETV Bharat / state

Surat News : VNSGUની પરીક્ષાઓમાં હવે જો કોઈ ભૂલ આવી તો અધ્યાપકને 500થી લઈ 50 હજારનો દંડ

author img

By

Published : Mar 31, 2023, 12:56 PM IST

Updated : Mar 31, 2023, 4:18 PM IST

Vadodara News : VNSGUની પરીક્ષાઓમાં હવે જો કોઈ ભૂલ આવી તો અધ્યાપકને 500થી લઈ 50 હજારનો દંડ
Vadodara News : VNSGUની પરીક્ષાઓમાં હવે જો કોઈ ભૂલ આવી તો અધ્યાપકને 500થી લઈ 50 હજારનો દંડ

સુરત VNSGUમાં અવારનવાર પ્રશ્નપત્રોમાં થતા છબરડાને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રશ્નપત્રો તૈયાર કરનાર અધ્યાપકોને રૂબરૂ બોલાવીને તેઓ ફરી પાછા આપવામાં આવ્યા છે. જો આમાં પણ કઈ ભુલ સર્જાય તો પ્રશ્નપત્રો તૈયાર કરનાર અધ્યાપકને દંડ ફટકારવામાં આવશે.

VNSGUની પરીક્ષાઓમાં હવે જો કોઈ ભૂલ આવી તો અધ્યાપકને 500થી લઈ 50 હજારનો દંડ

સુરત : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી જ્યારે પરીક્ષા લેવામાં આવે છે. ત્યારે પ્રશ્નપત્રોમાં ઘણી બધી ભૂલો સામે આવતી હોય છે. જેને કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા હવેથી આ સમસ્યાને રોકવા માટે તેમણે તમામ પ્રશ્નપત્રો તૈયાર કરનાર અધ્યાપકોને રૂબરૂ બોલાવીને તેઓને ફરી પાછા આપવામાં આવ્યા છે. વર્તમાન અભ્યાસક્રમ મુજબ ફરીથી પેપર સેટ કરવા અને તેમ છતાં આમાં કોઈ ભૂલ સર્જાય તો પ્રશ્નપત્રો તૈયાર કરનાર અધ્યાપકને દંડ કરવામાં આવશે તેવો આદેશ આપ્યો છે.

યુનિવર્સિટીના કુલપતિએ શું કહ્યું : આ બાબતને લઈને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે, અમારી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર 300 જેટલી કોલેજો આવી છે. તેમાં જ્યારે બે લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ વિવિધ અભ્યાસક્રમની પરીક્ષા આપી રહ્યા હોય ત્યારે પ્રશ્નપત્રોની અંદર પેપર સેટ કરના અધ્યાપકો દ્વારા અલગ અલગ પ્રકારની સમસ્યાઓ ઊભી થતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Rajkot paper leak: ધોરણ 12નું પેપર ફૂટવાની ઘટના મામલે રાજકોટ ક્રાઈમબ્રાન્ચ દ્વારા તપાસ

મુશ્કેલી હલ કરવા પ્રયાસ : જેમાં કેટલીક સમસ્યા માટે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ખૂબ જ હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. આ સંજોગોમાં તેને આવી ઘટનાઓને અટકાવવા માટે પ્રત્યન કરવામાં આવ્યો છે. જે યુનિવર્સિટીમાં હાલમાં ચાલતી અને ભવિષ્યમાં આવનારી તમામ પરીક્ષાઓ માટે તમામ પ્રશ્નપત્રો જમા કરાવવા માટે બોલવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Paper Leak: ધોરણ 12ના કોમ્પ્યુટર વિષયની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટ્યું, બોર્ડ ચેરમેને આપ્યું નિવેદન

ભૂલ હશે 500થી 50 હજાર દંડ : વધુમાં જણાવ્યું કે, તમામ પ્રશ્નપત્રો તૈયાર કરનાર અધ્યાપકોને રૂબરૂ બોલાવીને તેઓ ફરી પાછા આપવામાં આવ્યા છે. તેઓને વર્તમાન અભ્યાસક્રમ મુજબ તેમાં ફેરફાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેની માટે તેમને વધારાનું આર્થિક વળતર આપવામાં આવશે નહીં. તેમ છતાં આમાં કોઈ ભૂલ સર્જાય તો પ્રશ્નપત્રો તૈયાર કરનાર અધ્યાપકને 500થી લઈ 50 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે.

Last Updated :Mar 31, 2023, 4:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.