ETV Bharat / state

Vadodara Crime : 83 લાખ સામે 1.14 કરોડ આપતા છતાં વધુ માંગણી કરતા વ્યાજખોર પિતા-પુત્ર સામે ફરિયાદ

author img

By

Published : Apr 5, 2023, 2:50 PM IST

Vadodara Crime : 83 લાખ સામે 1.14 કરોડ આપતા છતાં વધુ માંગણી કરતા વ્યાજખોર પિતા-પુત્ર સામે ફરિયાદ
Vadodara Crime : 83 લાખ સામે 1.14 કરોડ આપતા છતાં વધુ માંગણી કરતા વ્યાજખોર પિતા-પુત્ર સામે ફરિયાદ

વડોદરાના માંજલપુરમાં રહેતા એક વ્યક્તિએ વ્યાજખોરાના ત્રાસ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નોકરી કરતા યુવાને 83 લાખ રૂપિયા વ્યાજ આપ્યા હતા. તેની સામે યુવાને 1.14 કરોડ રૂપિયા આપ્યા હોવાથી પણ વધુ 15 લાખની માંગણી કરતા પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાવી છે.

વડોદરા : શહેર સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે શહેરમાં સૌથી વધુ લોકો પાસેથી વ્યાજ વસુલનાર વ્યાજખોર પિતા પુત્ર સામે વધુ એક ફરિયાદ રાવપુરા પોલીસ મથકમાં નોંધાય છે. ઇન્દોર મેડીક્રાફ યુનિવર્સિટીમાં પ્રોગ્રામર તરીકે નોકરી કરતા યુવાને 83 લાખ રૂપિયા વ્યાજે આપીને 1.44 કરોડ વસૂલ્યા બાદ પણ 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ ઉપરાંત બળજબરીથી મિલ્કતનો બાનાખત કરાવી લીધો હતો. તેમજ 65 કોરા ચેક અને પ્રોમીસરી નોટ પણ પરત કરી હતી. જેથી યુવકે પિતા પુત્ર પ્રણવ ત્રિવેદી અને રક્ષેશ ત્રિવેદી સામે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

કોરા ચેક અને પ્રોમિસરી નોટ લખાવી : શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી કસ્તુરીનગર સોસાયટીમાં રહેતા કૌસ્તુભ રણજીતસિંહ શિર્કે 45 વર્ષીય એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, હાલ હું ઇન્દોર મેડીક્રાફ યુનિવર્સિટીમાં પ્રોગ્રામર તરીકે જોબ કરું છું. અગાઉ ઘરેથી જ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતો હતો. વર્ષ 2016માં મને મારા કન્સ્ટ્રક્શનના વેપારમાં નાણાંની જરૂરિયાત હોવાથી મારા ઘરની સામે રહેતા તેજસ ભટ્ટે મારી ઓળખાણ ઓમ એન્ટરપ્રાઝના પ્રણવ રક્ષેશ ત્રિવેદી અને રક્ષેશ રજનીકાંત ત્રિવેદી સાથે કરાવી હતી. બંને બાપ બેટાએ મને 1.5 ટકા વ્યાજના દરે ટુકડે ટુકડે 83,14,998 આપ્યા હતા. તેમની તેઓએ મારી પાસેથી 65 કોરા ચેક અને પ્રોમિસરી નોટ પણ લખાવી લીધી હતી.

6 ટકા વ્યાજ વસુલ્યુ : ઓમ એન્ટરપ્રાઇઝના પિતા પુત્ર ને દર મહિને વ્યાજે લીધેલા રૂપિયા વ્યાજ સાથે ચુકવવામાં આવતા હતા. વ્યાજખોર 6 ટકા વ્યાજની ગણતરી કરતા હતા. વર્ષ-2016થી 2018 સુધી 1,44,16,024 રૂપિયા તેઓને ચુકવી દીધા હતા. પ્રણવ ત્રિવેદીને દર મહિને-પંદર દિવસે વ્યાજના રૂપિયા આપવાનું ચુકાઇ જાય જો તો તેઓ મરજી પ્રમાણે ચાર્જ લગાવતો હતો. તેઓની પાસેથી લીધેલા રૂપિયાના 6 ટકા કરતા વધુ વ્યાજ વસુલ્યુ હતું. છતાં પણ હેરાનગતિ કરતા હતા.

આ પણ વાંચો : Usurer Case in Gujarat: વ્યાજખોરી ખતમ કરવા પોલીસનું લોક દરબાર, 27 ફરિયાદ 40ની ધરપકડ

રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ : પ્રણવ ત્રિવેદી અને રક્ષેશ ત્રિવેદી પાસેથી 83,14,998 રૂપિયા લીધા બાદ 1,44,16,024 રૂપિયા ચૂકવ્યા હોવા છતાં મારી પાસેથી 15 લાખની માંગણી કરતો હોવાથી ત્રાસી ગયો હતો. મારા પ્લોટનો બળજબરીથી બાનાખત કરાવી લીધો હતો. વ્યાજે આપેલા રૂપિયા સામે 65 કોરા ચેક અને પ્રોમીસરી નોટ પણ પરત આપી નથી. આ મામલે યુવકે રાવપુરા પોલીસ મથકમાં પ્રણવ ત્રિવેદી અને રક્ષેશ ત્રિવેદી સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : Usurer case In Gujarat: વડોદરા પાસેનાં જરોદ ખાતે વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ

પિતા પુત્ર કસ્ટડીમાં : ઉલ્લેખનીય છે કે, ઓમ એન્ટરપ્રાઇઝ નામથી ફાઇનસ ચલાવતા પિતા પુત્ર સામે અત્યાર સુધીમાં ઘણી ફરિયાદો નોંધાઇ છે. તેઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે ત્યારે વધુ એક વ્યાજખોરનો ભોગ બનનાર યુવકે ફરિયાદ નોંધાવી છે. આ મામલે રાવપુરા PI એ જણાવ્યું કે, હાલ ફરિયાદ આધારે કાર્યવાહી ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.