વડોદરા: આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં ઈન્ટરનેટના માધ્યમથી ઘણી ટેકનોલોજીનો વિકાસ થયો છે. તેમા પણ વોટ્સએપમાં સંદેશા વ્યવહાર સાથે હવે ફોટો-વીડિયોની આપ-લે ખુબ જ પ્રચલિત થઈ ગઈ છએ. જો કે વોટ્સએપમાં વીડિયો મોકલવા કે સ્ટેટ્સ મુકતાની સાથે જ વીડિયોની ક્વોલિટી ઘટી જતી હોય છે, અને કેમેરા કે સારા મોબાઈલનો ઉપયોગ કરી બનાવેલ વીડિયોનો કોઈ મતલબ રહેતો નથી. આખરે આ વીડિયોની યોગ્ય ક્વોલિટી જળવાઈ રહે તે માટે વડોદરાના બે ભાઈઓએ નવી એપ્લિકેશનનો આવિષ્કાર કર્યો છે તે આપ જાણો કઈ રીતે કામ કરે છે.
177 દેશમાં 7 લાખ યુઝરે ડાઉનલોડ કરી: ધવલ અને આદિત્ય અભ્યાસ બાદ પ્યોર સ્ટેટ્સ નામની એપ્લિકેશનનો આવિષ્કાર કર્યો છે. આ એપ્લિકેશન માઈક્રોસોફ્ટ, ટાઇઝન, એન્ડ્રોઇડ, આઈ.ઓ.એસ ઓપરેટિંગ સિસ્ટમમાં કાર્યરત છે. આ એપ્લિકેશન બનાવતા 3 મહિનાનો સમય લાગ્યો હતો. આ એપ્લિકેશન ડિસેમ્બર 2022માં લોન્ચ કરી હતી જે આજે 4 મહિનાના ટૂંકા ગાળામાં 177 દેશમાં 7 લાખ લોકોએ ડાઉનલોડ કરી છે. આ એપની મદદથી યુઝર 30 સેકન્ડનો વિડિઓ કન્વર્ટ કરી શકે છે. જો વીડિયો લાંબો હોય તો તે ઓટોમેટિક એપમાં કન્વર્ટ થઈ જાય છે.
અત્યાર સુધીમાં 50 એપ્લિકેશન બનાવી: અત્યાર સુધીમાં બંને ભાઈઓએ 50 જટલી એપ્લિકેશન બનાવી છે. જેમાં અંગ્રેજી શીખનારાઓ માટે ખુબજ ઉપયોગી બની રહે તેવી Ultimate English Spelling Quiz એપ્લિકેશન ખુબજ પ્રચલિત થઈ છે, જે અત્યાર સુધીમાં 5 મિલિયન યુઝરે ડાઉનલોડ કરી છે. સાથે નાગરિકોને લાઇસન્સ માટે ખુબજ ઉપયોગી બની રહે તે માટે Driving Licence Test નામની એપ્લિકેશન 1 મિલિયન યુઝરે ડાઉનલોડ કરી છે. ગાણિતિક ક્રિયાઓ કરવામાં ખુબજ ઉપયોગી બને તે માટે Brain Math નામની એપ વિકસાવી છે.
ભાઈના શોખ ખાતર બનાવેલ એપ ફેમસ થઈ: આ અંગે એપ્લિકેશન વિકસાવનાર ધવલભાઈએ જણાવ્યું હતું કે, આ પ્યોર સ્ટેટ્સ નામની એપ્લિકેશન વોટ્સપ સ્ટેટ્સમાં સારા સ્ટેટ્સ મુકવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેઓના ભાઈને વીડિયો મુકવાનો ઘણો શોખ છે. વોટ્સએપમાં વીડિયોની ક્વોલિટી ઓછી થતી હોવાથી મે કોમ્પ્યુટરમાં વિવિધ એનિમેશન દ્વારા તેની ક્વોલિટી પર ફોક્સ કરી આ એપ્લિકેશન વિકસાવી છે. આજે અપસ્ટોર અને પ્લે સ્ટોર પર મૂકી છે. આ એપ્લિકેશન હાલમાં ખુબજ ઉપયોગી બની છે. આ એપ્લિકેશન હાલ સુધીમાં 7 લાખ લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે. ખાસ કરીને યુવાઓમાં વીડિયો મુકવાનો ટ્રેન્ડ છે ત્યારે યોગ્ય વીડિયોનું રિઝલ્ટ મળે તે માટે આ એપ્લિકેશનને વિકસાવી છે.
4 મહિનામાં 7 લાખ લોકોએ ડાઉનલોડ કરી: સાથે આદિત્યભાઈએ જણાવ્યું હતું કે આ એપ્લિકેશન ડિસેમ્બર 2022માં બનાવવાં આવી છે, ત્યારે અમે પબ્લિશ કરી હતી. અત્યાર સુધીમાં 177 દેશોમાં 7 લાખ લોકોએ ડાઉનલોડ કરી છે. આ એન્ડ્રોઇડ અને આઈઓએસ ઓપરેટિંગ સિસ્ટમમાં કામ કરી રહી છે. આજે યુવાનોમાં આ એપ્લિકેશનનો વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજે સારા ક્વોલિટીના ફોન , કેમેરા છે, પરંતુ કોઈ આવું સોફ્ટવેર ન હતું જે અમે વિકસાવ્યું છે. વિડિઓ ખુબજ સારો હોવા છતાં ક્વોલિટી ખરાબ થતી હોય છે, તો તેને જાળવી રાખવા માટે અમે આ એપ્લિકેશન વિકસાવી છે. આગળ પણ યુવાઓમાં જે પ્રમાણે ટેકનોલોજીના માધ્યમથી માંગ વધશે તે પ્રમાણે અમે એપ્લિકેશન બનાવીશું.