ETV Bharat / state

Ramnavmi 2023: મર્યાદા પુરૂષોત્તમના પર્વ પર પથ્થરમારો, પોલીસ છાવણીમાં વડોદરા 14ની ધરપકડ

author img

By

Published : Mar 30, 2023, 3:13 PM IST

Updated : Mar 30, 2023, 10:40 PM IST

વડોદરા શહેરમાં રામનાવમીને લઈ ફતેપુરા વિસ્તારમાં પથ્થર મારાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં પોલીસનો કાફલો સુરક્ષા હેતું ઊતારી દેવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ફતેહપુરા વિસ્તારમાં સુરક્ષા હેતુ પહોંચી ગયા હતા. હાલમાં સ્થિતિ કાબુમાં હોવાનું જાણવા મળે છે.

Ramnavmi 2023: વડોદરામાં રામનવમીની શોભાયાત્રમાં કાંકરીચાળો, ફતેહપુરા પોલીસ છાવણીમાં
Ramnavmi 2023: વડોદરામાં રામનવમીની શોભાયાત્રમાં કાંકરીચાળો, ફતેહપુરા પોલીસ છાવણીમાં

Ramnavmi 2023: વડોદરામાં ફરી પથ્થરમારો, પોલીસ કમિશનર ઊતર્યા મેદાને ગૃહપ્રધાને આપ્યા ખાસ આદેશ

વડોદરા: વડોદરા શહેરમાં રામનવમીનો પવિત્ર દિવસ અપવિત્ર બની ગયો હતો. જ્યારે રામનોમની શોભાયાત્રા નીકળી એ સમયે અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પહેલા એક વિસ્તારમાંથી પથ્થરમારો થયો. જેના પગલે સમગ્ર ફતેહપુરા વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો. એ પછી બીજી એક શોભાયાત્રા આગળ વધી ત્યારે સંવેદનશીલ વિસ્તારમાં આવેલી ચોક્કસ જગ્યા પરના ઊચાઈવાળા ભાગેથી પથ્થરના ઘા કરવામાં આવી રહ્યા હતા. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંધવીએ વડોદરાના પોલીસ કમિશનર સાથે ખાસ વાતચીત કરી છે. વડોદરા પોલીસે આ કેસમાં કુલ 14 લોકોની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે.

આ પણ વાંચોઃ Chaitri Navratri 2023: ચાચર ચોકમાં આઠમના પર્વ પર ઉમટ્યા માઈ ભક્તો,

ટીયર ગેસના સેલ છોડ્યાઃ પોલીસે ટોળાને વિખેરવા માટે ટીયરગેસના સેલ છોડ્યા હતા. આ ઘટનાને પગલે વડોદરા પોલીસનો કાફલો તેમજ ખેડા અને આણંદ જિલ્લાની પોલીસને શહેરમાં બોલાવી લેવામાં આવી હતી. આ પથ્થરમારમાં ત્રણથી ચાર જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ છે. જ્યારે વડોદરા શહેરના પોલીસ કમિશનર શમશેરસિંહ પણ સ્થિતિને કાબુ કરવા માટે ઘટના સ્થળે દોડી ગયા હતા.

  • #WATCH | Gujarat: Ruckus during another 'Rama Navami Shobha Yatra' in Vadodara. The incident occurred today in Fatehpur road area. Police personnel on the spot. pic.twitter.com/o13UUbRkjf

    — ANI (@ANI) March 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

પોલીસનો લાઠીચાર્જઃ આ ઘટનાને પગલે એક્શન મોડમાં આવેલી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ પથ્થરમારાને લઈને પોલીસે જુદા જુદા વિસ્તારમાં યુદ્ધના ધોરણે પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. ફતેહપુરા વિસ્તારની ઘટના બાદ કુંભારવાડા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના બની હતી. રામનવમીની શોભાયાત્રામાં કુલ ત્રણ વખત પથ્થરમારો થયો છે. વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી છે. વડોદરા સિવાય ભરૂચ અને ખેડાથી પોલીસની વિશેષ ટુકડી બોલાવી લેવામાં આવી છે. યાકુતપુરા વિસ્તારમાં માહોલ તંગ જોવા મળ્યો હતો. એસઓજી, પીસીબી, ડીસીબી તથા એસઆરપીની ટીમ વડોદરામાં તૈનાત કરી દેવામાં આવી છે.

Ramnavmi 2023: વડોદરામાં રામનવમીની શોભાયાત્રમાં કાંકરીચાળો, ફતેહપુરા પોલીસ છાવણીમાં

આ પણ વાંચોઃ Ram Navami : વડતાલમાં સ્વામિનારાયણ અને ભગવાન રામ નવમીની એક સાથે ઉજવણી

અતિ સંવેદનસીલ વિસ્તારઃ વડોદરાના અતિ સંવેદનશીલ ગણાતા ફતેપુર વિસ્તાર હાલમાં પોલીસ છાવણીમાં ફેરવાયો છે. શહેરમાં નિકડનાર રામનવમીની અન્ય શોભાયાત્રાને લઈ અન્ય કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે વડોદરા શહેર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. હાલમાં શહેરમાં ઠેર ઠેર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા રામનાવમીને લઈ શોભાયાત્રા ઓ નીકળવામાં આવી રહી છે ત્યારે આ શોભાયાત્રામાં આ ઘટના સામે આવી હતી.

શું કહે છે પોલીસઃ આ ઘટના સ્થળે પોહચેલા ડીસીપી યશપાલ જગણિયા એ જણાવ્યું હતું કે, આ પ્રકારની ઘટનાને લઇ હાલમાં પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સહિતનો કાફલો પહોંચ્યો છે. હાલમાં સ્થિતિ કાબુમાં છે. શહેરમાં આગળ નીકળનારી તમામ શોભા યાત્રાઓ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલમાં સ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં છે.

આ પણ વાંચોઃAhmedabad Vadodara Express Highway: ટોલ ટેક્સના દર વધતા કોંગ્રેસે કહ્યું,

આક્ષેપબાજીઃ વિશ્વહિંદુ પરિષદના અગ્રણીઓએ આક્ષેપ કર્યો હતો કે, શોભાયાત્રા શાંતિપૂર્ણ પસાર થઇ રહી હતી. તે સમયે પાંજરીગર મહોલ્લામાંથી પથ્થર મારો શરૂ થયો હતો. જો વિએચપીના કાર્યકરોની આ બનાવમાં ધરપકડ કરવામાં આવશે તો વડોદરા ભડકે બળશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. ફતેપુરામાં રામજીની શોભાયાત્રા ઉપર પથ્થર મારો થયો હોવાની વાત વાયુવેગે શહેરમાં પ્રસરી જતા ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાને પગલે હાલમાં શહેરમાં ઠેર ઠેર પોલીસનું સઘન પેટ્રોલિંગ ચાલી રહ્યું છે અને હાલમાં શાંતિ છે.

ગૃહપ્રધાન એક્શન મોડમાંઃ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી સમગ્ર વિકાસ પર નજર રાખી રહ્યા છે. રખડતા તત્વોને મધરાત 12 પહેલા પકડવા સૂચના આપવામાં આવી છે. આથી ગાંધીનગરથી ત્રિનેત્રના ડીજીપી પણ ઘટના પર નજર રાખી રહ્યા છે. અહેવાલો અનુસાર, આ ઘટનામાં વડોદરામાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પેટ્રોલીંગ કરીને આવા લોકોને પકડી રહી છે. સમગ્ર વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવશે અને ગુનેગારને પકડીને જેલ હવાલે કરવામાં આવશે. આ ઘટનામાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે.

Last Updated :Mar 30, 2023, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.