ETV Bharat / state

Vadodara Stone Pelting: ફતેપુરા વિસ્તારમાં પથ્થરમારા મામલે SITની રચના, પોલીસ દ્વારા કોમ્બિંગની કામગીરી

author img

By

Published : Apr 1, 2023, 3:14 PM IST

વડોદરાના ફતેપુરા વિસ્તારમાં પથ્થરમારાના ત્રીજા દિવસે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. આ ઘટનાને લઇ SITની રચના કરવામાં આવી છે. બાકી બચેલા આરોપીને પણ ઝડપવા માટે પોલીસે કોમ્બિંગની કામગીરી હાથ ધરી રહી છે.

Vadodara Stone Pelting:
Vadodara Stone Pelting:

પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

વડોદરા: શહેરમાં રામનવમીના દિવસે ફતેપુરા વિસ્તારમાં થયેલા પથ્થરમારાને લઈ ત્રીજા દિવસે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. આ મામલે અત્યાર સુધીમાં 45 આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાંથી 23 આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાંથી 5 આરોપીઓના કોર્ટે 2 એપ્રિલ સુધી રિમાન્ડ મંજુર કર્યા છે.

SITની રચના: આ મામલે SITની રચના કરવામાં આવી છે. જે આ સમગ્ર ઘટનાની તપાસ કરશે. SITની રચના બાદ ગત મોડી રાત્રે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે આ મામલે અન્ય આરોપી ઝડપાયો ન હતો. શહેરમાં ફતેપુરા વિસ્તારમાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારાના બનાવને લઈ ગૃહવિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા કે આ પ્રવૃત્તિ કરનાર શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.

સમગ્ર મામલાની તપાસ: બનાવના બીજા દિવસે SITની રચના કરવામાં આવી છે. જેમાં અધ્યક્ષસ્થાને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેર સાથે અન્ય ચાર પોલીસ અધિકારીઓની ટીમ સાથે રચના કરવામાં આવી છે. જેમાં ક્રાઇમબ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશ્નર, મદદનીશ પોલીસ કમિશ્નર જી ડિવિઝન, ડીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટર સિટી પોસ્ટના પાંચ અધિકારીઓ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે. હાલમાં શહેરમાં ત્રીજા દિવસે પણ પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે.

પથ્થરમારાને લઈ ત્રીજા દિવસે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
પથ્થરમારાને લઈ ત્રીજા દિવસે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

આ પણ વાંચો: Vadodara News : પથ્થરમારાની ઘટનાને લઈને 1 હજારથી વધુ પોલીસ ફોજ મેદાને ઉતરી , 45ની અટકાયત

SITની રચના બાદ કોમ્બિંગ: શહેરમાં બનેલ તણાવને લઈ ગૃહવિભાગ દ્વારા પથ્થરબાજોને પકડી પાડવાના આદેશ કરવામાં આવ્યા હતા. જેને લઈ શહેર જેસીપી મનોજ નિનામાની અગવાઈમાં સતત પેટ્રોલીંગ અને બંદોબસ્ત સાથે ગઈ કાલે મોડી રાત્રે ક્રાઇમબ્રાન્ચ સહિતની ટીમો દ્વારા કાર્યવાહીના ભાગ રૂપે ફતેપુરા વિસ્તારમાં કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાકી બચેલા આરોપીને પણ દબોચવા માટે સતત પોલીસ આ પ્રકારના કોમ્બિંગ હાથ ધરી રહી છે.

આ પણ વાંચો: Ramnavmi 2023 : રામનવમીના દિવસે વડોદરામાં થયેલી માથાકૂટ મુદ્દે સંઘવી આક્રોશમાં, આપ્યું મોટું નિવેદન

આરોપીઓની શોધખોળ: આ અંગે ક્રાઈમ બ્રાન્ચ એસીપી એચ એ રાઠોડ એ જણાવ્યું હતું કે પથ્થરમારાની ઘટનામાં ફરિયાદ મુજબના જે આરોપીઓ નથી પકડાયા તેઓની શોધખોળ ચાલુ છે. જેથી આ કોમ્બિંગ હાથ ધરવામાં આવી છે. તે સિવાય અમારી પાસે પબ્લિક અને મીડિયા સાથે જાહેર સીસીટીવી ફૂટેના આધારે જે કોઈ લોકો ઓળખાય છે. તેઓની સ્થાનિક લોકો સાથે ઓળખ કરાવી કોમ્બિંગમાં ધરપકડ કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. હાલ સુધીમાં 23 આરોપી પકડાયા છે. ગઈ કાલે થયેલની કાર્યવાહીમાં એક પણ આરોપી ઝડપાયો નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.