4 ખેલાડીઓએ ઈન્ટરનેશનલ મોટર સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ભાગ શહેરનું વધાર્યું ગૌરવ

author img

By

Published : Nov 12, 2022, 4:15 PM IST

4 ખેલાડીઓએ ઈન્ટરનેશનલ મોટર સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ભાગ શહેરનું વધાર્યું ગૌરવ
4 ખેલાડીઓએ ઈન્ટરનેશનલ મોટર સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ભાગ શહેરનું વધાર્યું ગૌરવ ()

વડોદરાના 4 ખેલાડીઓએ મોટર સ્પોર્ટ્સમાં (Vadodara Players Motor Sports) ભાગ લીધો હતો. આ ચાર ખેલાડીમાંથી 8 અને 14 વર્ષના ખેલાડીએ સિદ્ધિ હાંસલ કરતા વડોદરાનું ગૌરવ વધાર્યું છે. (International Motor Sports)

વડોદરા : મોટર સ્પોર્ટ્સમાં ગુજરાતમાં વડોદરાના 4 ખેલાડીઓએ (Vadodara Players Motor Sports) ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં વડોદરાના મીરા એર્ડા ફોર્મ્યુલા રેસર તરીકે ભાગ લીધો હતો તો આશિષ પટેલે મલેશિયન સુપર બાઈક ચેમ્પિયનશિપ 2022માં ભાગ લીધો હતો. શ્રીલી મિસ્ત્રી એરડાની રેસિંગ અને યુગ જૈન એન્ડીઝ રેસિંગમાં ભાગ લીધો હતો. જેમાં નેશનલ અને ઇન્ટરનેશનલમાં મોટર સ્પોર્ટ્સમાં ખૂબ સારું પ્રદર્શન સામે આવી રહ્યું છે. (Superbike Championship 2022)

4 ખેલાડીઓએ ઈન્ટરનેશનલ મોટર સ્પોર્ટ્સ ઈવેન્ટમાં ભાગ શહેરનું વધાર્યું ગૌરવ

ચાર ખેલાડીની સિદ્ધિ મોટર સ્પોર્ટ્સમાં મીરા એર્ડા ફોર્મ્યુલા રેસર દ્વારા ટાયર નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપ (Tyre National Racing Championship) LGBF 4 કેટેગરીમાં 4-વ્હીલર્સમાં સૌથી વધુ સ્પર્ધાત્મક કેટેગરીમાં પોડિયમ ફિનિશ મેળવનારી દેશની પ્રથમ મહિલા બની છે. જેને રાઉન્ડ 2માં ત્રીજું સ્થાન મેળવી વડોદરાનું ગૌરવ વધાર્યું છે. સાથે આશિષ પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરતી મલેશિયન સુપર બાઈક ચેમ્પિયનશિપ (Malaysia Superbike Championship) 2022માં એકંદરે ત્રીજું સ્થાન મેળવી દેશનું ગૌરવ વધાર્યું છે. આશિષે જોકે ટાયર નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપ 2022માં રોયલ એનફિલ્ડ જીટી કપના રાઉન્ડ 2માં ત્રીજી પોઝિશન પણ હાંસલ કરી હતી.

શ્રીલી મિસ્ત્રીની રેસિંગ માત્ર 14 વર્ષની શ્રીલી મિસ્ત્રી ગયા વર્ષે એરડાની રેસિંગ સાથે રેસિંગની શરૂઆત કરી હતી અને MECO FMSCI નેશનલ રોટેક્સ મેક્સ કાર્ટિંગ ચેમ્પિયનશિપ 2021ના ફાઇનલ રાઉન્ડમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. તેણી આ વર્ષે જુનિયર મેક્સ કેટેગરીમાં શિફ્ટ થઈ હતી અને ચેમ્પિયનશિપમાં તેણીની શ્રેષ્ઠ ફિનોશ હતી. 19 ડ્રાઇવરોમાંથી 7મો ક્રમ મેળવ્યો હતો. સાથે માત્ર 8 વર્ષનો યુગ જૈન આ વર્ષે એર્ડાઝ રેસિંગ સાથે રેસિંગની શરૂઆત કરી અને MECO, FMSCI નેશનલ રોટેક્સ મેક્સ કાર્ટિંગ ચેમ્પિયનશિપ 2022ના રાઉન્ડ 5માંથી ત્રીજી પોઝિશન હાંસલ કરી હતી. તેણે સમગ્ર દેશમાંથી 19 ડ્રાઈવરોમાંથી એકંદર ચેમ્પિયનશિપમાં 5મું સ્થાન મેળવી વડોદરાનું ગૌરવ વધાર્યું હતું. (player Vadodara in international motor sports)

યુગ જૈને જણાવ્યું હતું કે મારો બર્થ ડે હતો, ત્યારે મારા પપ્પાએ મને મોટી ગિફ્ટ આપી હતી. જેમાં હું ઘણો એક્સસાઈટ થયો હતો. મારાથી સહન ના થયું પછી પપ્પાએ કીધું કે ગો કાર્ટિંગમાં આપણે જવાનું છે. પછી ત્યાં ગયા મને મજા આવી ત્યારબાદ મેં પાંચ રાઉન્ડ લીધા ચાર રાઉન્ડ મેં એકલા કર્યા. એમાં મારુ લેવલ ફાસ્ટ ફાસ્ટ કર્યું હતું. પહેલા ધીરે ચલાવ્યું પછી ફાસ્ટ એમાં મારો એક્સપીરિયન્સ થયો પછી મારી ટ્રેનિંગ ચાલુ થઈ. જેવી મારી ટ્રેનિંગ શરૂ થઇ ભાઈએ મારી બાજુ જોયું જોઈને કીધું તું બહુ સારું કરી રહ્યો છે. પછી મારા ટ્રેનરે મને ટ્રેનિંગ આપી, મેં નેશનલ ગો કાર્ટિંગમાં ગયો. એમાં મારા પાંચ રાઉન્ડ હતા પહેલા રાઉન્ડમાં મારું બરાબર ના ગયું. પછી મારુ લેવલ બધું સારું ગયું. ફાઇનલ રેસ ચાલુ થઇ પાંચમોં રાઉન્ડ એમાં મેરી એટલું ઈમ્પ્રુ થઇ ગયું મેં ત્રીજો આવ્યો. ટુર્નામેન્ટની પહેલા કોઈ ફાઇનલ રાઉન્ડ હોય છે. (Vadodara player international game)

ઇન્ડિયાની સૌથી પહેલી ફિમેલ મીરા એરંડાએ કહ્યું કે, નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપમાં હું ભાગ લવ છું. એમાં લાસ્ટ વેકેનમાં મારો રાઉન્ડ 2 હતો. ચેમ્પિયનશિપમાં ટોટલ ચાર રાઉન્ડ હોય છે. એમાંથી રાઉન્ડ 2 માં હું 3 આવી છું. નેશનલ લેવલ પર હું ઓવરઓલ કેટેગરીમાં 3 આવી હતી. ઇન્ડિયાની સૌથી પહેલી ફિમેલ જે આ કેટેગરીમાં પોડિયમ ફિનિશ કર્યું છે.એ જ કેટેગરી છે મોસ્ટ કમ્પૅરિતર કેટેગીરી ગણાય છે. હમણાં ઇન્ડિયામાં અને જે બીજા ડ્રાઈવર્સ છે. એ લોકો પાસે 6થી 7 ચેમ્પિયનશિપ ટાઇટલ છે. લોકો સામે રેસ કરીને 3 પોઝિશન લાવવું એ અચિવમેન્ટ છે. મારા સાથે બીજા ડ્રાઈવર્સ છે. એ લોકોએ પણ નેશનલ ચેમ્પિયનશિપમાં અલગ અલગ જગ્યા પર 3 પોઝિશન લાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.