ETV Bharat / state

વડોદરાની યુવતીની અનોખી દેશ ભક્તિ આકશ માંથી રાષ્ટ્ર ધવ્જ સાથે કર્યો ઝંપ

author img

By

Published : Sep 5, 2022, 10:06 AM IST

વડોદરા યુવતી ની અનોખી દેશ ભક્તિ-આકશ માંથી રાષ્ટ્ર ધવ્જ સાથે ઝંપ
વડોદરા યુવતી ની અનોખી દેશ ભક્તિ-આકશ માંથી ફ્લેગ સાથે ઝંપ

ગુજરાતની પ્રથમ મહિલા સ્કાયડાઇવર વડોદરા શહેરની શ્વેતા પરમારે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે ધ્વજ સાથે કૂદી હતી. તેઓ પોતે ડિજિટલ માર્કેટિંગ ફર્મ અને કાફે ચલાવતી એક સફળ ઉદ્યોગસાહસિક છે. gujarat first women sky driver, aazadi ka amrut mahotsav, sky driving on independance day, sky driver sweta parmar

વડોદરા- ભારત દેશમાં ચોથું લાઇસન્સ પ્રાપ્ત કરનાર નાગરિક મહિલા સ્કાયડાઇવર અને ગુજરાતમાંથી પ્રથમ મહિલા સ્કાયડાઇવર વડોદરા શહેરની શ્વેતા પરમાર છે.(gujarat first women sky driver) જે વડોદરા શહેર માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય. શ્વેતા વડોદરા સ્થિત એક ડિજિટલ માર્કેટિંગ ફર્મ અને કાફે ચલાવતી સફળ ઉદ્યોગસાહસિક છે. પરંતુ પોતાના શોખને પ્રેમ કરીને જીવન જીવી રહી છે. (sky driving on independance day)

વડોદરા યુવતી ની અનોખી દેશ ભક્તિ-આકશ માંથી રાષ્ટ્ર ધવ્જ સાથે ઝંપ

આ પણ વાંચો- આઝાદીની ચળવળમાં ભાગીદાર થયેલ દેવેન્દ્ર દેસાઈએ ETV Bharat સાથે કરી વાતચીત

ગુજરાતની પ્રથમ મહિલા સ્કાયડાઇવર- આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવણીના ભાગરૂપે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે હું ધ્વજ સાથે કૂદી હતી. એક સ્કાયડાઇવર તરીકે મારા હૃદયમાં દેશભક્તિની લાગણી દર્શાવવાનો આ એકમાત્ર રસ્તો હતો. વિદેશમાં આ જમ્પ કરતી વખતે મેં આપણા લોકો, સંસ્કૃતિ અને સિદ્ધિઓનો ગૌરવપૂર્ણ ઇતિહાસ શેર કર્યો હતો અને તેમને આઝાદી કા અમૃત મહોત્સવ વિશે જણાવ્યું હતુ. જે ભારત સરકારની પહેલ છે. શ્વેતાએ બીજા જમ્પ વિશે જણાવ્યું હતુ કે મારા 200 કૂદકા પૂરા કર્યા પછી, હું ગુજરાત પ્રત્યે મારી કૃતજ્ઞતા દર્શાવવા માંગતી હતી. હું છેલ્લા 12 મહિનાથી આ ધ્વજને એક દિવસ તેની સાથે કૂદી જવાની આશામાં સંભાળી રહી હતી. આ વર્ષે, મને તક મળી અને મેં "ગરવી ગુજરાતી" લખેલા ધ્વજ સાથે કૂદકો માર્યો, કારણ કે મને ગુજરાતની પ્રથમ મહિલા સ્કાયડાઇવર હોવાનો ગર્વ છે. આ બંને જમ્પ શ્વેતાએ રશિયામાં કર્યા હતા. જેમાં તેણીએ 14,000 ફૂટની ઉંચાઈ એથી કૂદકો માર્યો હતો. શ્વેતા પરમાર એ એની સ્કાયડાઇવિંગની ટ્રેનીંગ સ્પેનથી શરૂ કરી હતી. ત્યારબાદ દુબઈ, રશિયા, તથા ભારતમાં હરિયાણા ખાતે સ્કાયડાઈવીંગ કર્યુ છે. જો કોઈને સ્કાયડાઇનિંગ શીખવું હોય તો ભારત દેશમાં સ્કાયડાઈવીંગની કોઈ પણ સ્કૂલ નથી. જેથી ખાસ રશિયા અને થાઈલેન્ડમાં શીખી શકાય છે.

આ પણ વાંચો- સુરત જિલ્લામાં ત્રણ સ્થળે 'આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમનો પ્રારંભ

લક્ષ્ય યુવાનોને શિક્ષિત કરવાનું- ઑગસ્ટ 2022માં, સ્વેતા એ રશિયામાં સ્કાયડાઇવિંગ તાલીમ દરમિયાન એના 200 કૂદકા પૂરા કર્યા. તેને જણાવ્યુ કે મારું USPA લાઇસન્સ પણ પ્રાપ્ત થયું છે, જે મને ભવિષ્યમાં કૅમેરા સાથે કૂદવાની મંજૂરી આપશે. મારું આગામી લક્ષ્ય યુવાનોને શિક્ષિત કરવાનું અને તેમને સ્કાયડાઇવિંગને શોખ અથવા વ્યવસાય તરીકે અનુસરવા માટે પ્રેરિત કરવાનું રહેશે. જો તક આપવામાં આવે તો, હું ભવિષ્યમાં સશસ્ત્ર દળો સાથે સ્કાયડાઇવિંગ ડેમો જમ્પ કરવા ઈચ્છું છું. હું મારા સ્કાયડાઈવિંગ ફેલો દ્વારા આયોજિત સ્કાયડાઈવિંગ કેમ્પમાં યોગદાન આપવા ઈચ્છું છું, જે માત્ર સરકારી સહાયથી જ શક્ય બનશે. કારણકે મને મારા કદ પ્રમાણેનું પેરાશૂટ મળતુ નથી. આ બાબતે કોઈ મદદ કરે તો હું આગળ જંપલાવી શકીશ. તથા સરકાર મને પરવાનગી આપે તો આગામી વર્ષમાં આઝાદી પર્વની ઉજવણી હું ભારત દેશમાં જ સ્કાયડાઇવિંગ કરીને ઉજવું એવી મારી ઈચ્છા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.