ETV Bharat / state

Vadodara Crime : વાઘોડિયામાં સંબંધોને કલંકિત કરતી દુષ્કર્મની ઘટના બહાર આવી

author img

By

Published : Mar 1, 2023, 6:24 PM IST

Vadodara Crime  : વાઘોડિયામાં સંબંધોને કલંકિત કરતી દુષ્કર્મની ઘટના બહાર આવી
Vadodara Crime : વાઘોડિયામાં સંબંધોને કલંકિત કરતી દુષ્કર્મની ઘટના બહાર આવી

વડોદરાના વાઘોડીયામાં દીકરીઓની સલામતીને લઇને એવો કિસ્સો બહાર આવ્યો છે જે સૌને આઘાત પમાડી જાય. માસીને ત્યાં રહેવા આવેલ યુવકે માસીના દીકરાની સગીર વયની દીકરીને ભગાડી લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું. સગીર દીકરીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેને પગલે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

આરોપીની ધરપકડ કરવામાં આવી હતી

વડોદરા : વાઘોડિયા તાલુકામાં સંબંધોને કલંકિત કરતો એક કિસ્સો બહાર આવ્યો હતો. દીકરીઓ સમાજ અને સગાંસંબંધીઓમાં પણ સુરક્ષિત નથી. ત્યારે દીકરીઓની સુરક્ષા લઈને ઘણા સવાલો ઉભા થયા છે. વાઘોડીયા તાલુકામાં એક સગીર વયની દીકરી સાથે બનેલી ઘટનાને લઈને સગા સંબંધીઓમાં પણ વિશ્વાસ ઉઠી જવા પામ્યો છે. વાઘોડીયા તાલુકાના રવિ અંબાલાલ હરિજન 30 વર્ષીય યુવાન સગી માસીને ત્યાં રહેવા ગયો હતો અને માસીના દીકરાની સગીર વયની દીકરીને ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો એક બનાવ સામે આવ્યો છે.

પરિવારના જ સભ્યો સાથે દુષ્કર્મની બનતી ઘટના : સમગ્ર પંથકમાં ચકચાર વાઘોડિયા તાલુકાના તાલુકાના રવિ અંબાલાલ હરિજન યુવાન સગી માસીને ત્યાં 15 દિવસથી રહેવા ગયો હતો અને માસીના દીકરાની સગીર વયની દીકરીને દશૅન કરી પરત આવીએ કહીને ભગાડી ગયો હતો. આ બંને વ્યક્તિઓ 13 ફેબ્રુઆરી 2-23ના રોજ સ્કૂટી લઈ હાલોલ દશૅન કરવાના બહાને લઈ ગયો હતો. આ સગીર દીકરી સમય મયૉદામાં પરત ન ફરતા સગીર દીકરીના પરિવારજનોએ સગાં સંબંધીઓને ત્યાં શોધખોળ શરૂ કરી હતી. સગીર દીકરીના પિતાએ ફરીયાદ નોંધાવી હતી જેને લઇને વાઘોડિયા પોલીસે શોધખોળ શરૂ કરી હતી.

આ પણ વાંચો Vadodara Crime : વડોદરાના પાદરામાં પરણીત યુવકે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

વાઘોડિયા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો : દુષ્કર્મ આચરી ભાગતો ફરતો આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી શોઘી કાઢી કાઢવામાં આવ્યો છે. સગીર દીકરીના પિતાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં અપહરણ કયૉની ફરિયાદ નોંધાવી છે. તેની ઘડપકડ કરી વઘુ વિગત મેળવતા ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા છે. પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ વાઘોડિયા નજીક સ્કુટી મૂકી વડોદરા અને સાળંગપુર જેવા સ્થળોએ પોતાની સાથે રાખી ફરતો હતો . ત્યારે વાઘોડિયા પોલીસે દુષ્કર્મ,પોકસો અને અપહરણનો ગુનો નોંધી જેલના સળિયાભેગો કરી દીધો હતો.

આ પણ વાંચો વિધર્મી યુવકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પોલીસે પોકસો એક્ટ હેઠળ ધરપકડ કરી

ડીવાયએસપીએ આપી માહિતી : ડી.વાય.એસ.પી. આકાશ પટેલે જણાવ્યું હતું કે 13 ફેબ્રુઆરી 2023ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં સગીર દીકરીના પિતાએ રવિભાઈ લઈને જતા રહેલ છે જેના અનુસંધાને ફરિયાદના આધારે પોલીસે તપાસ કરેલ પોલીસ તપાસ દરમિયાન આ રવિભાઈ ગઈ કાલે મળી આવતા તેઓના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલ છે. તેઓ વિરુદ્ધ આઈપીસી,પોકસોનો ગુનો દાખલ કરવામાં આવેલો જેવા આધારે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.