ETV Bharat / state

Spa Raid : વડોદરા શહેરમાં સતત બીજા દિવસે ચેકીંગ 10થી વધુ સ્પા સંચાલકો સામે કાર્યવાહી, એક સ્પા સંચાલકનું સ્ફોટક નિવેદન

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 7:35 PM IST

વડોદરા શહેર પોલીસ દ્વારા સતત બીજા દિવસે સ્પા એન્ડ મસાજ સેન્ટરોનું ચેકીંગ સઘન બનાવી સ્પાની આડમાં ચાલતા કુટણખાને શોધી કાઢવામાં આવ્યાં હતાં. સ્પા સેન્ટરોના સંચાલકોમાં ભારે ફફડાટ વચ્ચે એક સ્પા સંચાલકનું સ્ફોટક નિવેદન પણ સામે આવ્યું છે.

Spa Raid : વડોદરા શહેરમાં સતત બીજા દિવસે ચેકીંગ 10થી વધુ સ્પા સંચાલકો સામે કાર્યવાહી, એક સ્પા સંચાલકનું સ્ફોટક નિવેદન
Spa Raid : વડોદરા શહેરમાં સતત બીજા દિવસે ચેકીંગ 10થી વધુ સ્પા સંચાલકો સામે કાર્યવાહી, એક સ્પા સંચાલકનું સ્ફોટક નિવેદન

સ્પા સંચાલકનું સ્ફોટક નિવેદન

વડોદરા : ગુજરાત પોલીસ દ્વારા સ્પા સેન્ટરો પર દરોડાની ગતરોજ સખ્ત કાર્યવાહી કરવામાં આવી હતી અને અનિયમિતતાઓ જણાઇ આવી ત્યાં એક્શન લેવામાં આવ્યાં હતાં. એવામાં વડોદરા શહેરમાં આજે બીજા દિવસે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યાં હતાં. જેમાં વડોદરા શહેરમાં સતત બીજા દિવસે ચેકીંગ દરમિયાન 10થી વધુ સ્પા સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. તો એક સ્પા સંચાલકનું સ્ફોટક નિવેદન પણ બહાર આવ્યું છે.

કયા સ્પા સેન્ટર પર કાર્યવાહી : વડોદરા શહેર પોલીસ દ્વારા સતત બીજા દિવસે શહેરના વિવિધ વિસ્તારોમાં જોવા કે પાણીગેટ, માજલપુર, મકરપુરા અને સમા વિસ્તારમાં પોલીસે સ્પા એન્ડ મસાજ સેન્ટરો પર દરોડા પાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પાણીગેટ વિસ્તારમાં આવેલ વ્હાઇટ ફેધર સ્પા એન્ડ મસાજ સેન્ટરના સંચાલક દ્ધારા સ્પામાં કામ કરતી યુવતીઓનું પોલીસ વેરિફિકેશન ન કરાવી માહિતી છુપાવી હોવાનું સામે આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

ડ્રી થાઇ સ્પાના મહિલા સંચાલકનું સ્ફોટક નિવેદન : ડ્રી થાઇ સ્પાના મહિલા સંચાલકને પોલીસના ચેકીંગ સમયે કહ્યું કે " યહાં પે તો સમા પોલીસ સ્ટેશનને લોગ હૈં દો-ચાર લોગ હૈં જો યહાં પર મસાજ લેને કે લીયે આતે રહેતે હૈં... ઓર બાકી ચાર પાંચ છે ક્લાઇન્ટ હો જાતા હૈં એવરી-ડે...દો સ્ટાફ હૈં લોકલ હૈં... ઓર એક કોલકત્તા સે ઓર એક ગુજરાતી હૈં ” મહત્વની વાત એ છે કે સમા પોલીસ સ્ટેશનના એ કયા બે ચાર લોકો છે જે આજ સ્પામાં મસાજ કરાવવા જાય છે ? શું ખરેખર આ સમા પોલીસ સ્ટેશનના લોકો છે ? અને જો હા, તો શું હવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમની સામે પગલાં લેશે ખરી ? તેવી ચર્ચાએ સમગ્ર શહેરમાં જોર પકડ્યું હતું.

શહેરના 6 લોકો વિરુદ્ધ ગુનો : શહેર પોલીસ દ્ધારા વિવિધ વિસ્તારોમાં આવેલ સ્પા એન્ડ મસાજ સેન્ટરો ઉપર દરોડા પાડી સ્પા સેન્ટરમાં સીસીટીવી કેમેરા ન રાખતા અને સ્પામાં કામ કરતી યુવતીઓનું પોલીસ વેરિફિકેશન ન કરાવતા માહિતી છુપાવવા બદલ 6 લોકો વિરુદ્ધ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની આ ઝુંબેશ બીજા દિવસે પણ યથાવત રહેતા સ્પા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 24 કલાકમાં 10થી વધુ સ્પા સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા સ્પા સેન્ટરોનું ચેકીંગ સઘન બનાવતા સ્પા સેન્ટરોના સંચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

  1. Spa Raid : ગુજરાત પોલીસની સ્પા સેન્ટરો પર રાજ્યવ્યાપી રેડ, 851માંથી 27 સ્પા અને હોટેલમાં ગેરકાયદે કામ, 103 એફઆઈઆર દાખલ
  2. Ahmedabad Brutally Assaults Woman : સિંધુભવન રોડ પર મહિલાને ઢોર મારનાર હેવાન ઝડપાયો, ભોગ બનનાર યુવતીએ શું કહ્યું જુઓ...
  3. Ahmedabad Brutally Assaults Woman: સ્પા સંચાલકે મહિલાને જાનવરની જેમ મારી, વાળ પકડીને ઢસડી, કપડાં ફાડ્યાં, સ્પા સંચાલકના CCTV વાયરલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.