ETV Bharat / state

વડોદરા પોલીસે તમિલનાડુની વેલ્લુર ગેંગના 4 આરોપીની કરી ધરપકડ, દિવાળી પહેલા મળી મોટી સફળતા

author img

By

Published : Oct 20, 2022, 9:25 AM IST

Updated : Oct 20, 2022, 10:13 AM IST

વડોદરા પોલીસે તમિલનાડુની વેલ્લુર ગેંગના 4 આરોપીની કરી ધરપકડ, દિવાળી પહેલા મળી મોટી સફળતા
વડોદરા પોલીસે તમિલનાડુની વેલ્લુર ગેંગના 4 આરોપીની કરી ધરપકડ, દિવાળી પહેલા મળી મોટી સફળતા

વડોદરા PCBની ટીમે તમિલનાડુની વેલ્લુર ગેંગને (vellore gang of Tamilnadu) ઝડપી (Vadodara City Police) પાડી છે. આ ગેંગના તસ્કરો શહેરના મકાનોમાંથી મોબાઈલ અને લેપટોપની ચોરી કરતા (Vadodara Crime News) હતા. આ સાથે જ પોલીસે 8 જેટલા અનડિટેક્ટેડ ગુનાને ડિટેક્ટ કરી 4.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વડોદરા શહેરમાં લોકોને ટાર્ગેટ કરતી વેલ્લુર ગેંગ આખરે ઝડપાઈ (Vadodara Crime News) ગઈ છે. શહેરની PCB ટીમે તમિલનાડુની વેલ્લુર ગેંગને (vellore gang of Tamilnadu) ઝડપી પાડી 8 જેટલા અનડિટેક્ટેડ ગુનાને ડિટેક્ટ કર્યા હતા. આ ગેંગના ચાર આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી (Vadodara City Police) 4.80 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ તહેવારોની શરૂઆત થતાં જ શહેરમાં લૂંટફાટ, ચોરીના બનાવોમાં વધારો (Vadodara Crime News) જોવા મળી રહ્યો હતો. ત્યારે શહેરમાં મકાનોમાંથી મોબાઇલ અને લેપટોપ ચોરી કરતી તમિલનાડુ વેલ્લુર ગેંગને (vellore gang of Tamilnadu) પીસીબીએ ઝડપી પાડી (vellore gang of Tamilnadu) છે. શહેર પોલીસ (Vadodara City Police) મિલકત સંબંધિત ગુનાઓને ડીટેઇન કરવા માટે વડોદરા શહેર પીસીબી (Vadodara latest News) તત્પર થઈ છે.

બાતમીના આધારે ધરપકડ

પોલીસની રેડમાં પકડાયા આરોપીઓ PCBએ બાતમીના આધારે, કરચિયા રોડ ઉપર આવેલ રાજસ્થાન કોલોનીમાં સુખદેવસિંહ રંધાવના મકાનમાં ભાડે રહેતા 4 જેટલા સાઉથ ઇન્ડિયનના ઘરે દરોડા પાડ્યા હતા. આ આરોપીઓ વહેલી સવારે સ્કૂલ તથા લેપટોપ જેવી બેગો લઈને નીકળે છે અને ત્રણથી ચાર કલાકમાં પાછા ઘરે આવે છે. તેઓની હિલચાલ શંકાસ્પદ હતી. એટલે માહિતીના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે કરચિયા રાજસ્થાન કોલોની ખાતે તપાસ કરતાં બાતમીવાળી જગ્યાએ 4 શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરવામાં આવી (Vadodara Crime News) હતી.

વેલ્લુર ગેંગનો પર્દાફાશ કરતી વડોદરા પીસીબી શંકાસ્પદ ઈસમોની ભારે પૂછપરછ બાદ તેઓ પાસેથી મોબાઈલ નંગ 25, લેપટોપ નંગ 9, છુટા સીમકાર્ડ 6 મળી આવ્યા હતા. આ મામલે PCBએ વધુ કડકાઇથી પૂછપરછ કરતા તેઓ વહેલી સવારે મકાનોમાં પ્રવેશ કરી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. એટલે PCBએ ચારેય આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓ 15 દિવસથી શહેરમાં રહી ચોરી કરતા હોવાનું કબૂલ્યું હતું. સાથે જ તેઓ અલગ અલગ મકાનોની રેકી (Vadodara Crime News) કરી ચોરી કરતા હતા.

આ આરોપીઓની ધરપકડ પોલીસે આરોપી ધનરાજ ઈલ્લપન્ન (રહે. તામિલનાડુ), રમેશ નાગરાજ વડર (રહે. કર્ણાટક). સંતોષ લક્ષ્મણ બોયર (રહે. તામિલનાડુ), ઉદય કુમાર પંજાપન્ના બોયર (રહે. તામિલનાડુ)ની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ નવેમ્બર 2021થી આજ દિન સુધી વડોદરા શહેર ઉપરાંત અંકલેશ્વર તથા વાપી (વલસાડ)ખાતે ચોરીઓ કરેલી હોવાની હકીકતો સામે આવી (Vadodara Crime News) છે.

પોલીસની મોટી સફળતા આ અંગે PCBએ જણાવ્યું હતું કે, તેમણે બાતમીના આધારે દરોડા પાડતા ચારેય આરોપીઓ ઝડપાઈ ગયા હતા. તેમની પૂછપરછ કરતા તેમણે ચોરી કર્યાનું કબૂલ્યું હતું. આ સાથે જ પોલીસને મોટી સફળતા મળી છે.

Last Updated :Oct 20, 2022, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.