ETV Bharat / state

Vadodara News : 222 કરોડના ખર્ચે બનેલો રાજ્યનો સૌથી લાંબો બ્રિજ ફરી વિવાદમાં, કાર ઉપર પથ્થર પડતા નાગરિકનો આબાદ બચાવ

author img

By

Published : Jul 6, 2023, 5:35 PM IST

Vadodara News : 222 કરોડના ખર્ચે બનેલો રાજ્યનો સૌથી લાંબો બ્રિજ ફરી વિવાદમાં, કાર ઉપર પથ્થર પડતા નાગરિકનો આબાદ બચાવ
Vadodara News : 222 કરોડના ખર્ચે બનેલો રાજ્યનો સૌથી લાંબો બ્રિજ ફરી વિવાદમાં, કાર ઉપર પથ્થર પડતા નાગરિકનો આબાદ બચાવ

વડોદરામાં કરોડોના ખર્ચે બનેલો રાજ્યનો સૌથી લાંબો બ્રિજ ફરી વિવાદમાં આવ્યો છે. આ બ્રિજ નીચેથી ગત મોડી રાત્રે પસાર થઈ રહેલ કારચાલકની કાર પર પથ્થર પડ્યો છે. જોકે, કાર હોવાથી નાગરિકનો આબાદ બચાવ થયો છે, પરંતુ વિપક્ષ નેતા કમિશ્નરને પત્ર લખી આ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવાની માંગ કરી છે.

રાજ્યનો સૌથી લાંબો અટલ બ્રિજ નાગરિકો માટે જોખમરૂપ

વડોદરા : રાજ્યનો સૌથી લાંબો અટલ બ્રિજ નાગરિકો માટે જોખમરૂપ બનતો હોય તેવું લાગી રહ્યું છે. વારંવાર વિવાદોમાં આવી રહેલા આ બ્રિજનું લોકાર્પણ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે 8 મહિના પહેલા જ કરવામાં આવ્યું છે. આ બ્રિજ નીચેથી ગત મોડી રાત્રે પસાર થઈ રહેલી કારચાલકની કાર પર પથ્થર પડ્યો હતો. આ બનાવમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં કાર હોવાના કારણે મોટી જાનહાની ટળી છે, પરંતુ જો કોઈ ટુ-વ્હીલર વાહન ચાલક હોત તો ભારે નુકસાન થયું હોત. આ બ્રિજના ઉદ્ઘાટન બાદ સતત વિવાદમાં આવી રહ્યો છે. આ બ્રિજની સલામતીને લઈ પાલિકાના વિપક્ષ નેતા અમી રાવતે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી આ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવાની માંગ કરી છે.

વાસણા રોડથી ઘરે અકોટા તરફ જતો હતો. રોકસ્ટાર સર્કલથી જમણી બાજુ વળતા બ્રિજ પરથી એક પથ્થર કાર પર પડ્યો હતો. જેના કારણે આ કાર પર ખોબો પડી ગયો છે. જે કાચ પર પડ્યો હોત તો વધું નુકસાન થયું હોત. માત્ર મારે એટલું જ કહેવું છે કે થોડું આ બાબતે ધ્યાન આપવામાં આવે. આ જગ્યા પરથી ટુ વ્હીલર કોઈ વાહન ચાલક પસાર થયો હોત અને હેલ્મેટ ન પહેર્યું હોત તો કદાચ ઇન્જરી વધુ થઈ હોત. આ બાબતે સરકારે ખૂબ ધ્યાન આપવાની જરૂર છે અને તું વ્હીલર વાળા લોકો હેલ્મેટ પહેરે તેવી મારી રિકવેસ્ટ છે. - વાહનચાલક

222 કરોડના ખર્ચે બનેલ છે અટલ બ્રિજ : અટલ બ્રિજની પ્રોટેક્શન દિવાલમાં તિરાડો અને દીવાલ ધરાશાયી થતા વિવાદમાં આવ્યો હતો. સાથે આ બ્રિજ પર ડામરનો રોડ પીગળવાના કારણે ફરી વિવાદ સર્જાયો હતો. આ મામલે ભાજપના પૂર્વ સરકારના પ્રધાન અને હાલના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે પણ મ્યુનિસિપલ કમિશ્નરને રજુઆત કરી હતી. આ બ્રિજને લઈ ગત મોડી રાત્રે ફરી વિવાદ સર્જાયો છે. 222 કરોડના ખર્ચે બનેલા બ્રીજનું લોકાર્પણ 8 મહિના પહેલા જ કરવામાં આવી છે, છતાં પણ આ બ્રિજમાં અવારનવાર વિવાદો સર્જાઈ રહ્યા છે. આ બ્રિજ ગેંડા સર્કલથી લઈ મનીષા ચોકડી સુધી 3.5 કિલોમીટર લાંબો બનાવવામાં આવ્યો છે. આ અંગે વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષી નેતા અમી રાવતે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી આ બ્રિજ નાગરિકો માટે જોખમ હોય બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે.

બ્રિજ ફરી વિવાદમાં
બ્રિજ ફરી વિવાદમાં

વિપક્ષ નેતાએ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખ્યો : વિપક્ષ નેતા આવી રાતે મ્યુનિસિપલ કમિશનરને પત્રમાં જણાવ્યું છે કે, અટલ બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવે. આ બ્રિજમાંથી ખરતા કોંક્રિટના ગાબડા અને બ્રિજની ક્વોલિટી વિશે આશંકા વ્યક્ત કરી છે. ભાજપ શાસકો લોકોના જીવના જોખમની જવાબદારી લે અને બ્રિજની સ્ટ્રકચર સ્ટેબિલીટી જાહેર કરે.અટલ બ્રિજના સ્લેબ જોઈન્ટમાંથી કોંક્રીટ કાર પર પડ્યું તે ચિંતાજનક છે, જેના કારણે બ્રિજની નીચે મુસાફરી કરતા લોકો માટે જીવનું જોખમ ઊભું થયું છે. અટલ બ્રીજના કામની ગુણવત્તા અને કોન્ટ્રાક્ટર, TPI અને VMCના એન્જિનિયરોની ડિઝાઇન અંગે આશંકા છે. તેથી અમે માંગ કરીએ છીએ કે સ્વતંત્ર સ્ટ્રક્ચરલ સ્ટેબીલીટી રીપોર્ટ જાહેર કરો. તે સ્પષ્ટ છે કે ગર્ડર અને સ્લેબ અને અન્ય સાંધાઓની નજીકના સાંધાઓની ડિઝાઇન અથવા બાંધકામમાં કેટલીક ગંભીર ભૂલ છે.

વિપક્ષ નેતા અમી રાવતની માંગણીઓ : ડિઝાઇન મુજબ તેની મટીરીયલની ગુણવત્તા તપાસવા માટે કોંક્રીટનો કોર લો અને તેની સાથે ઘનતા તેના કોમ્પેક્શન, વોઈડ અને પોરોસીટી ચેક કરવામાં આવે. અટલ બ્રીજ માટે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર કરવામાં આવે. સ્વતંત્ર તૃતીય પક્ષ (ખાસ કરીને) જોઈન્ટના ભાગની, સ્ટ્રક્ચર ડિઝાઇન અને લેન્ડિંગ ડિઝાઇન પાસેથી સમીક્ષા કરવામાં આવે. અટલ બ્રીજના જોઈન્ટમાં જરૂરી સુધારા-ફેરફાર કરવામાં આવે અને જ્યાં સુધી તમામ સાંધાઓ તપાસવામાં આવે અને સુધારવામાં ન આવે અને સ્વતંત્ર એજન્સી તરફથી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ જાહેર ન થાય ત્યાં સુધી ફ્લાયઓવરનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવામાં આવે.

  1. Surat News : ગુજરાતમાં પ્રથમવાર સુરતમાં બ્રિજ ઉપર પોલીસ ચોકી બનાવવામાં આવી, ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ
  2. Gurukul River Bridge: સુરતના ગુરુકુળ રિવર બ્રિજમાં પડી ભ્રષ્ટાચારની તિરાડો, દોઢ મહિના પહેલા કરાયું હતું ઉદઘાટન
  3. Vadodara Atal Bridge: સેફટી મુદ્દે યોગેશ પટેલે કમિશનરનો જાહેરમાં ઉધડો લીધો, કહ્યું યોગ્ય તપાસ કરો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.