વડોદરા: ડભોઇ નગરમાં વ્યાજખોરીનો પ્રથમ કિસ્સો બહાર આવતાં ચકચારએકજ પરિવારના વ્યાજખોર ત્રિપુટીએ રૂપિયા 14,40,000/ સામે રૂપિયા 64,00,000 લાખ જેટલી રકમ પડાવી લીધી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ સ્ટેશનમાં ન્યાય: ડભોઇ નગરમાં રહેતા મહેશભાઈ કેશવભાઈ પુરબીયાએ વેપાર ધંધામાં રૂપિયાની જરૂરત ઉભી થતાં ટુકડે ટુકડે 2005 થી 2022 સુધીમાં રૂપિયા 14,40,000 લાખ ઉપરાંતની રકમ 10% અને 5% જેવાં જુદા જુદા વ્યાજદરથી વ્યાજે લીધી હતી. આ વ્યાજે લીધેલી રકમ સામે એક જ પરિવારના આ ત્રણ વ્યાજખોરોએ ભેગા મળીને રૂપિયા 65 લાખ ઉપરાંતની વસૂલી કરી હોવા છતાં પણ આ વ્યાજખોર ત્રિપુટીએ વધારાનાં 12 લાખ રૂપિયાની ખંડણી માગી રહ્યા હતાં જેથી કંટાળી જઈને કરજદારે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ન્યાય મેળવવા માટે ફરિયાદ દાખલ કરી છે.
વ્યાજખોરો સામે ફરિયાદ: 2005 થી 2022 સુધી ટુકડે ટુકડે 14,40,099 રૂપિયા ઉપરાંત વ્યાજે લીધા જેની સામે ટુકડે ટુકડે રૂપિયા 65 લાખ ઉપરાંતની ચુકવણી કરવા છતાં પણ આ વ્યાજખોરો દ્વારા બીજા રૂપિયા 12 લાખની ચુકવણી કરવાની બાકી કાઢવામાં આવી હતી. આ ત્રણે એક જ પરિવારના સભ્યો છે અને વ્યાજખોરીનો ધંધો કરતાં હતાં. જેમાં કરજદારે ટુકડે ટુકડે કેટલીક રકમ 5% ના વ્યાજે લીધી હતી. બીજી કેટલીક રકમ 10 ટકાના વ્યાજે લીધી હતી. આમ કુલ રકમ 14,40,000 રૂપિયા જુદા જુદા વ્યાજદરથી લીધા હતાં. જેની સામે આ ત્રણ વ્યાજખોરોએ કરજદાર પાસેથી આજ દિન સુધી રૂપિયા 65 લાખ વસૂલી લીધાં હોવા છતાં પણ રૂપિયા 12 લાખ ચૂકવવાના બાકી કાઢ્યા હતા. તેમજ કરજદાર પાસેથી કોરા ચેક પણ લઈ લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો US Consulate General Visit Vadodara: વિઝાની ખાસ વ્યવસ્થા અંગે ખાતરી આપતા અમેરિકી અધિકારી
માનસિક ત્રાસ અપાતો: 2005 થી 2022 સુધી કરજદારે લીધેલા રૂપિયા સામે તગડી રકમ વ્યાજખોરે હડપી લીધી હતી. આ વ્યાજખોરોએ કરજદાર પાસેથી સિક્યુરિટી પેટે ચેક પણ લીધા હતા. તેમજ માનસિક રીતે ત્રાસ આપતાં ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા અને તારા ચેક બેંકમાં ભરી જરી દઈશું અને રકમ વસૂલી કરીશું. આ ત્રણેય બાપ દીકરાઓ ફોન કરીને જુદી જુદી રીતે ધમકાવતાં હતાં. જેથી કરજદારે વ્યાજખોરોની ચુંગાલમાંથી છૂટવા અને ન્યાય મેળવવા માટે ડભોઈ પોલીસ સ્ટેશનમાં આ વ્યાજખોર ત્રિપુટી સામે ફરિયાદ નોંધાવી હતી.
ચક્રો ગતિમાન: ડભોઇના એક જ પરિવારના ત્રણ વ્યાજખોરો સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પરિણામે ડભોઈ પોલીસે વ્યાજખોર ત્રિપુટીને શોધી કાઢવાના અને કાયદેસરની કડક કાર્યવાહી કરવાના ચક્રો પણ ગતિમાન કરી દીધા છે.