ETV Bharat / state

Vadodara Rain: ડભોઇ પંથકમાં સાર્વત્રિક વરસાદ, નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પૂરની સ્થિતિ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2023, 8:43 AM IST

universal-rainfall-in-dabhoi-panthak-flood-situation-in-the-river-due-to-release-of-water-from-narmada-dam
universal-rainfall-in-dabhoi-panthak-flood-situation-in-the-river-due-to-release-of-water-from-narmada-dam

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ. વડોદરા જિલ્લાના ડભોઇ, શિનોર અને કરજણ તાલુકાના નદીકાંઠાના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના ડભોઇ નગર અને તાલુકાના સમગ્ર વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો.

ડભોઇ પંથકમાં સાર્વત્રિક વરસાદ

વડોદરા: ડભોઇમાં ગઈકાલની વહેલી સવારથી જ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી. ભારે પવન સાથે વરસાદ પડવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. આસપાસના વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટુ પડ્યુ હતુ. વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને બફારાથી રાહત મળી હતી. વડોદરા જિલ્લાના ડભોઇ નગર અને તાલુકાના સમગ્ર વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો.

નર્મદા બે કાંઠે વહેતી થઇ: જોરદાર વરસાદનું ઝાપટું પડતા ઠંડક પ્રસરી ગઈ હતી. ડભોઇ તાલુકાના ચલવાડા, ધરમપુરી, કુકડ, ભીલાપુર, થુવાવી, સીમળીયા, અમરેશ્વર સહીતના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો હતો. યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેવા માંડી હતી. પહેલા વરસાદ ખેંચાતા નર્મદા નદી સુકિભટ્ટ બની ગઈ ડેમનું પાણી નર્મદા નદીમાં પાણી આવતા નાવડીઓ ચાલતી થઈ હતી. ચાંદોદના મહાલરાવ ઘાટના 63 પગથિયાં રહ્યા બાકી છે. જેથી ચાણોદને પણ એલર્ટ કરવામાં આવ્યું છે.

25 જેટલા ગામો એલર્ટ: ધમાકેદાર વરસાદને કારણે વડોદરા જિલ્લાના 25 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા .જેમાં ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરીયા જેવા ગામોને વહીવટી તંત્રએ એલર્ટ કરી દીધા છે .એટલું જ નહીં પરંતુ નર્મદા ડેમના 23 દરવાજાઓ પણ ખોલી દેવામાં આવ્યા છે.

પાકને નવું જીવનદાન: ચોમાસાની ઋતુમાં ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસ્યો નથી. ખેડૂતો સહિતના લોકો વરસાદની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. સારો વરસાદ વરસે તેવી સૌ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. ભારે પવનની ગતિ સાથે વરસાદ વરસ્યો હતો. થોડીવાર માટે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ ઉપર પાણી પાણી થઇ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. વરસાદથી ખેડૂતોના પાકને નવું જીવનદાન મળ્યું છે.

ઓગસ્ટ મહિનામાં નહીવત વરસાદ: ઓગસ્ટ મહિનો કોરો રહેતા સોયાબીનની ખેતીમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ચોમાસાની સિઝનમાં સોયાબીનની ઉત્પાદન ક્ષમતા વધારે હોય છે. જો કે, આ વર્ષે ઓગસ્ટ મહિનો કોરો કટ રહેતા ખેડૂતોને સોયાબીનની ખેતીમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

  1. Surat Rain: માંગરોળ તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, ખેડૂતો ખુશખુશાલ
  2. Bharuch News : સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યૂસેક પાણી છોડાયું, મધરાતે ભરુચમાં પૂરની સંભાવનાને લઇ લોકોના સ્થળાંતર માટે તંત્રની તૈયારીઓ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.