વડોદરા વાઘોડિયા પાસે આવેલ પારૂલ યુનિવર્સિટીના(Parul University near waghodia) વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ વાઘોડિયા તાલુકાનાં લીમડા ગામ ખાતે આવેલા ફાર્મ હાઉસમાં બેસવા માટે જતાં હતા. જે અંગેની જાણ કોલેજના સિક્યોરીટીને કોઈક વિદ્યાર્થી(Harassment in Parul University) દ્વારા કરવામાં આવી હતી. જેથી એક યુવાન દ્વારા એક વિદ્યાર્થીની ઉપર સિક્યોરીટીને ફરિયાદ કરવાનો આરોપ મુકીને લાફો મારી દીધો હતો. તેના ખભા ઉપર હાથ મૂકી છેડતી કરી હોવાનો મામલો વાઘોડિયા પોલીસ મથકે પહોંચ્યો હતો.
આ પણ વાંચોઃ મેમનગરમાં માતા પુત્રીના મૃત્યુ કેસમાં નવો વળાંક, પરિવારજનોએ આક્ષેપ કર્યો આત્મહત્યાનો
ફાર્મ હાઉસ વાઘોડિયા નજીકની કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ(Harassment in Parul University) અને વિદ્યાર્થિનીઓ લીમડા ગામ પાસે આવેલા પ્રદિપ ગોસ્વામીના ફાર્મ હાઉસ ખાતે બેસવા જતા હતા.જે વાત વાયુવેગે કોલેજના સિક્યોરીટીને પહોંચી હતી. કોલેજના સિક્યોરીટીએ લીમડા ગામે ફાર્મ હાઉસમાં વિદ્યાર્થીઓ બેસવા જતાં હોવાની જાણનો મામલો કોલેજના કાર્યાલય સુધી પહોંચાડ્યો હતો.
સિક્યોરીટીને ફરિયાદ સમગ્ર બનાવ અંગેની જાણ પ્રદિપ ગોસ્વામીને થતાં તેણે પારૂલ કોલેજની એક વિદ્યાર્થિની (Vadodara Police) ઉપર કોલેજના સિક્યોરીટીને ફરિયાદ કરવાનો આરોપ મુકીને લાફો મારી દીધો હતો અને તેના ખભા ઉપર હાથ મૂકીને છેડતી કરી હતી. વિદ્યાર્થિનીએ આ અંગેની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે પ્રદિપ ગોસ્વામી સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા માટે જુદી જુદી દિશામાં ટીમને રવાના કરી છે.
આ પણ વાંચોઃ મેજર બન્યા હની ટ્રેપનો શિકાર, બ્લેકમેલથી પરેશાન થઈને નોંધાવી FIR
ચકચાર મચી ગઇ પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીને (Student of Parul University) લીમડા ગામ ખાતે આવેલા ફાર્મ હાઉસના પ્રદિપ ગોસ્વામીએ લાફો મારી છેડતી કરી હોવાની વાત વાયુવેગે કોલેજમાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી. વાઘોડિયા પોલીસે આ બનાવ અંગે પ્રદિપ ગોસ્વામી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. જોકે, પ્રદિપ ગોસ્વામી હજુ પોલીસને હાથ લાગ્યો નથી. તે પોલીસ ધરપકડથી બચવા માટે ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ પોલીસતંત્ર એ તેની ધરપકડ કરવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી દીધી છે. આ સમગ્ર બનાવની તપાસ વાઘોડિયા પોલીસ મથકના પી.એસ.આઇ. વી.એમ. ઝાલા કરી રહ્યા છે.