ETV Bharat / state

અકોટા વિધાનસભાનું સરવૈયું, 5 વર્ષમાં ધારાસભ્યએ કેટલી ગ્રાન્ટનો ઉપયોગ કર્યો જૂઓ

author img

By

Published : Oct 22, 2022, 2:01 PM IST

અકોટા વિધાનસભાનું સરવૈયું, 5 વર્ષમાં ધારાસભ્યએ કેટલી ગ્રાન્ટનો ઉપયોગ કર્યો જૂઓ
અકોટા વિધાનસભાનું સરવૈયું, 5 વર્ષમાં ધારાસભ્યએ કેટલી ગ્રાન્ટનો ઉપયોગ કર્યો જૂઓ

વર્ષ 2017માં વડોદરાની અકોટા વિધાનસભા બેઠક (akota assembly constituency) પર ધારાસભ્ય સીમા મોહિલે વિજેતા (Seema Mohile BJP MLA) થયાં હતાં. આ બેઠક હેઠળ વોર્ડ નંબર 10થી 13નો સમાવેશ થાય છે. ત્યારે આ પાંચ વર્ષમાં અહીં કેવા પ્રકારનો વિકાસ થયો છે. તેમ જ ધારાસભ્યએ ફાળવેલી ગ્રાન્ટમાંથી કેટલા રૂપિયાનો ઉપયોગ કર્યો છે તે અંગે જોઈએ આ અહેવાલ.

વડોદરા વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવતા જ તમામ રાજકીય પક્ષો પોતપોતાના મત ક્ષેત્રોની કમાન સંભાળી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરની અકોટા વિધાનસભા નંબર 143 વિધાનસભા બેઠકનું (akota assembly constituency) અસ્તિત્વ વર્ષ 2012માં જનસંખ્યા આધારિત કરવામાં આવ્યું છે. આ બેઠક પર 2017માં ભાજપના સીમા મોહિલે (Seema Mohile BJP MLA) જંગી બહુમતી થી વિજેતા થયા હતા. આ બેઠક શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી છે.

ગ્રાન્ટ અંગેની માહિતી અહીં મહાનગરપાલિકાના (Vadodara Municipal Corporation) વોર્ડ નંબર 10, 11, 12 અને 13નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ વોર્ડમાં છેલ્લા 5 વર્ષમાં કયા પ્રકારનો વિકાસ થયો છે. તે અંગે ETV BHARAT આ બેઠક પર ધારાસભ્ય ગ્રાન્ટ કેટલી આવી અને ક્યાં ઉપયોગ થયો તે અંગે જાણકારી મેળવી હતી.

હોસ્પિટલ બની

અકોટા વિધાનસભાના વિવિધ મુદ્દા અકોટા વિધાનસભા બેઠક (akota assembly constituency) વિસ્તારમાં મુખ્યત્વે વિશ્વામિત્ર પસાર થતી હોવાથી આ નદીમાં છોડવામાં આવતા ગટરના દૂષિત પાણી સૌથી મોટો મુદ્દો રહ્યો છે. આ વિસ્તારમાં જનસંખ્યા આધારિત અહીં વાહનચાલકોને RTOની જરૂરિયાત રહી છે. સાથે પોલીસ સ્ટેશનની પણ ખૂબ જરૂરિયાત રહી છે. આ વિસ્તારમાં અશાંતધારો એક મુદ્દો રહ્યો છે. સાથે આરોગ્ય લક્ષી સેવાઓની પણ માગ રહી છે. અને વોલવોની સુવિધાની અછત હોવાનો મુદ્દો મોખરે રહ્યો છે.

ફંડનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવ્યો અકોટા વિધાનસભા બેઠક (akota assembly constituency) પર ધારાસભ્ય ગ્રાન્ટની વાત કરવામાં આવે તો, ધારાસભ્ય ગ્રાન્ટ 1 કરોડ, માર્ગ મકાન મહિલા 1.25 કરોડ અને માર્ગ અને મકાન 1 કરોડ જેટલી ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. જોકે, આ ગ્રાન્ટમાં વધુ ઓછી સરકારના નિયમ અનુસાર આપવામા આવે છે. આ ગ્રાન્ટનો ઉપયોગ ધારાસભ્ય પોતાના મતવિસ્તારમાં ઉપયોગ કરી લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

5 વર્ષનો હિસાબ છેલ્લા 5 વર્ષમાં ધારાસભ્ય સીમા મોહિલે દ્વારા (Seema Mohile BJP MLA) ધારાસભ્ય ગ્રાન્ટ ફન્ડિંગનો ઉપયોગ શહેરના પશ્ચિમ વિસ્તરમાં આવેલ અકોટ વિધાનસભા બેઠક ક્ષેત્રમાં આવતા વોર્ડ 10, 11, 12 અને 13માં મેળવેલી ગ્રાન્ટ સાથે વપરાશ થયો છે.

વર્ષ 2018-19નો હિસાબ વર્ષ 2018-19 માં ધારાસભ્ય (Seema Mohile BJP MLA) ગ્રાન્ટમાં મળતી ગ્રાન્ટમાંથી 2,34,39,862 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાંથી ચારે વોર્ડમાં 29 કામ માટે ખર્ચ કરવામાં આવ્યો છે. પથ્થર પેવિંગ, ડ્રેનેજ,રોડ રસ્તા, બાંકડા, ટ્રી ગાર્ડન, સ્ટ્રીટ લાઈટ પાછળ સંપૂર્ણ ખર્ચ કરવામાં આવ્યો છે.

વર્ષ 2019-20નો હિસાબ વર્ષ 2019-20 માં ધારાસભ્ય ગ્રાન્ટમાં (Seema Mohile BJP MLA) મળતી રકમમાંથી 3,35,23,614 રૂપિયાનો તમામ ચાર વોર્ડમાં 37 કામ અર્થે ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં પથ્થર પેવિંગ, ડ્રેનેજ,રોડ રસ્તા, બાંકડા, ટ્રી ગાર્ડન, સ્ટ્રીટ લાઈટ, પાણીની લાઇનની કામગીરી અર્થે ખર્ચ કરવામાં આવ્યો છે.

વર્ષ 2020-21નો હિસાબ વર્ષ 2020-21માં ધારાસભ્ય ગ્રાન્ટમાં (Seema Mohile BJP MLA) મળતી રકમમાંથી 41,45,797 ખર્ચ કર્યો હતો આ વર્ષે કોરોનાની મહામારીનો માહોલ વચ્ચે વધુ ગ્રાન્ટ મળી નોહતી છતાં શહેરની સયાજી હોસ્પિટલમાં મેડીકલના 25 લાખ જેટલી માતબર રકમના સાધનો પુરા પડ્યા હતા. સાથે રોડ રસ્તા અને પથ્થર પેવિંગ પાછળ જૂજ ખર્ચ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2021-22નો હિસાબ વર્ષ 2021-22માં ધારાસભ્ય (Seema Mohile BJP MLA) ગ્રાન્ટમાં મળેલી રકમમાંથી 3,32,09,516 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ખર્ચ ચારે વોર્ડમાં 28 જેટલા કામો કરવામાં આવ્યા છે.જેમાં પથ્થર પેવિંગ, ડ્રેનેજ, રોડરસ્તા,બાંકડા, સ્ટ્રીટ લાઈટ પાછળ ખર્ચ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2022-23નો હિસાબ વર્ષ 2022-23માં 2, 36, 42, 426 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ચારે વોર્ડમાં કુલ 38 કામ માટે ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં પથ્થર પેવિંગ, ડ્રેનેજ,રોડ રસ્તા, બાંકડા, ટ્રી ગાર્ડન, સ્ટ્રીટ લાઈટ પાછળ સંપૂર્ણ ખર્ચ કરવામાં આવ્યો છે.

સ્થાનિકોને શુ ફાયદો થયો વડોદરા શહેરની અકોટા (143) વિધાનસભા બેઠક (akota assembly constituency) વિસ્તારમાં અનેક મુદ્દો હતા, પરંતુ માત્ર પાંચ વર્ષથી ધારાસભ્ય બનેલાં સીમા મોહિલે (Seema Mohile BJP MLA) દ્વારા મોટા પ્રમાણમાં સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં સૌથી મોટો પ્રશ્ન અશાંતધારાના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. આ વિસ્તારમાં જન સંખ્યાને ધ્યાનમાં લઈ આ વિસ્તારના લોકોને પોલીસ સ્ટેશનની જરૂરિયાતને પૂર્ણ કરી છે. જેમાં પશ્ચિમ વિસ્તારમાં વધુ બે પોલોસ સ્ટેશનોની મંજૂરી અપાવી છે. સાથે અહીંના લોકોને વાહન વ્યવહાર માટે RTOની ખૂબ જ જરૂરિયાત હતી. એ વિસ્તારના લોકોને દૂર ન જવું પડે તે માટે ટૂંક સમયમાં RTO પણ કાર્યરત થશે.

હોસ્પિટલ બની સ્થાનિક લોકોની આરોગ્યની ચિંતા (Health facility in Vadodara) કરી આ વિસ્તારના લોકો માટે અટલાદર હોસ્પિટલ ખાતે 50 લાખના ખર્ચે સાધનો અને એક એમ્બ્યુલન્સની ફાળવણી કરી છે. સાથે આ વિસ્તારના લોકોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે બસ સેવા માટે વલખા મારવા પડતા હતા પરંતુ ધારાસભ્યએ વોલવોની સુવિધા ઉપ્લબ્ધ કરવી જે ખૂબ મોટી વાત છે. સાથે પવિત્ર યાત્રા ધામ ધારાસભ્ય ગ્રાન્ટમાંથી મંજૂરી મેળવી વડોદરા શહેરના નવનાથ પૈકીના બે મંદિરો ભીમનાથ અને કાશી વિશ્વનાથ મંદિરને સંસ્કૃતિને જાળવણી માટે કામગીરી કરવામાં આવી છે. નવાપુરા વિસ્તારમાં આવેલ SSG બોર્ડ ની બંધ પડેલ શિક્ષણ સંસ્થામાં મહિલા આઈ ટી આઈ શરૂ કરવી આ વિસ્તારની વિદ્યાર્થીનીઓના હિતનું ધ્યાન લઈ શિક્ષણ ક્ષેત્રે પણ સારી કામગીરી દેખાઈ રહી છે.

ધારાસભ્યનો મત અકોટા વિધાનસભા ધારાસભ્ય સીમા મોહિલેએ (Seema Mohile BJP MLA) જણાવ્યું હતું કે. તેમના વિધાનસભા ક્ષેત્રમાં આવતા ચારે વોર્ડમાંથી હું 2 વોર્ડમાંથી કોર્પોરેટર અને ડે. મેયર રહી ચૂક્યાં છે. ત્યારે આ વિસ્તારની જેટલી પણ સમસ્યા તેમના ધ્યાનમાં હતી. તે તમામ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. આ વિસ્તાર ડેવલપ વોર્ડ અને મોડલ વિધાનસભા તરીકે કેવી રીતે ડેવલોપમેન્ટ કરવું તેનું પર્સનલ દયાન આપવામાં આવ્યું છે. અકોટા સ્ટેડિયમ વિસ્તારના તમામ રોડ રસ્તા યોગ્ય કરવામાં આવ્યા છે. સાથે અન્ય આ તમામ વિસ્તારમાં વિધાનસભા ગ્રાન્ટનો ઉપયોગ કરી ડ્રેનેજ, વરસાદી કાસ, રોડ રસ્તા કે અન્ય પેવર બ્લોક જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. પરશુરામ ભઠ્ઠા વિસ્તારની વર્ષો જૂની સમસ્યા રસ્તા બાબતે રેલવે પરમિશનના કારણે હજી સુધી નહતો થયો તેની મંજૂરી લાવવામાં આવી અને કામગીરી શરૂ કરવામાં આવી. આ વિસ્તારના લોકોને વોલવોની સુવિધા આપવામાં આવી છે.

સુવિધા પૂરી પડાઈ સાથે પશ્ચિમ વિસ્તારના લોકો માટે RTO ટેસ્ટ ડ્રાઈવ માટે સુવિધા ઉપલબ્ધ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે અને તે પણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. તેમના કાર્યકાળમાં કોરોના મહામારીમાં આપવામા આવેલી ધારાસભ્ય ગ્રાન્ટમાંથી સરકારના સુચનથી SSG હોસ્પિટલ ખાતે (SSG Hospital Vadodara) મેડિકલને લાગતા સાધનો પુરા પાડવામાં આવ્યા છે. આ વિસ્તારમાં વિવિધ આરોગ્ય લક્ષી સુવિધાઓ પુરી પાડવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.