ETV Bharat / state

Vadodara news: અટલ બ્રિજની સેફટી દીવાલ ધરાશાયી, બે દિવસ પૂર્વે ઉદઘાટન થયેલ સોલાર લાઈટ પોલ પણ ધ્વસ્ત

author img

By

Published : Jun 4, 2023, 8:27 PM IST

safety-wall-of-atal-bridge-collapsed-solar-light-pole-inaugurated-two-days-ago-was-also-destroyed
safety-wall-of-atal-bridge-collapsed-solar-light-pole-inaugurated-two-days-ago-was-also-destroyed

વાવાઝોડું આવતા રાજ્યનો સૌથી લાંબો અટલ બ્રિજની સેફટી દીવાલ ધરાશાયી થતા વિપક્ષે સવાલ ઉભા કર્યા છે. ગયા ડિસેમ્બરમાં જ ઉદઘાટન થયેલા અટલ બ્રિજની એકાએક ધરાશાયી થઇ જતાં આ સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકો એન્જિનીયર અને કૉન્ટ્રાક્ટર પર સવાલો ઉઠાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અટલ બ્રિજમાં હમણાંને હમણાં ફરી એકવાર સમસ્યા સર્જાઇ છે.

વડોદરામાં વરસાદને કારણે તંત્રની ખુલી પોલ

વડોદરા: હવામાન વિભાગની આગાહીના પગલે શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં એકા એક પલટો જોવા મળ્યો હતો. ભયાનક ગતિથી આવેલ વાવાઝોડા વચ્ચે શહેરમાં વૃક્ષો, હોલ્ડિંગ તો ક્યાંક સોલાર પેનલ ધ્વસ્ત થઈ હતી. બે દિવસ અગાઉ ઉદ્ઘાટન થયેલ દેણા અન્ડર પાસ અને દુમાડ બ્રિજ પર લગાવેલ સોલાર લાઈટના 5 પોલ તૂટી પડ્યા હતા. સાથે રાજ્યનો સૌથી લાંબો અટલ બ્રિજની સેફટી દીવાલ ધરાશાયી થતા ફરી વિવાદ સર્જાયો છે.

અટલ બ્રિજની સેફટી દીવાલ ધરાશાયી
અટલ બ્રિજની સેફટી દીવાલ ધરાશાયી

બ્રિજ પર સોલાર લાઈટ પોલ ધરાશાયી: કેન્દ્રીય પ્રધાન નીતિન ઘડકારી બે દિવસ અગાઉ 48 કરોડના ખર્ચે તૈયાર થયેલ દેણા અન્ડર પાસ અને દુમાડ બ્રિજના ઉદ્ઘાટન બાદ આજે તેના પર લગાવેલ સોલાર લાઈટના પાંચ પોલ ધરાશાયી થયા હતા. વાવાઝોડાની ગતિના કારણે આ પોલ ધરાશાયી થતા નેશનલ હાઇવે ઓથોરિટીને જાણ થતાં તાત્કાલિક ધોરણે ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પાંચ માસ અગાઉ ખુલ્લો મુકાયેલ રાજ્યનો સૌથી લાંબો અટલ બ્રિજ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે.

અધિકારીઓનો લુલો બચાવ: ભારે વાવાઝોડાના કારણે શહેરના ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી બનેલ આ બ્રિજની સેફટી દીવાલ ધરાશાયી થઈ હતી. જોકે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જવાબદાર અધિકારીઓ કહી રહ્યા છે કે આ સેફટી દીવાલ નથી. માત્ર કોઈ કચરો ન નાખે તે માટે દીવાલ બનાવવામાં આવી છે. આ દીવાલને બ્રિજ સાથે કોઈ લેવા દેવા નથી તેવા બહાના બતાવી બચાવ કરી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા ફરી એકવાર આક્રમક બન્યા છે અને તમામ બ્રિજના ફિટનેસ સર્ટી રજૂ કરવાની માંગ કરી છે.

'વડોદરા શહેરમાં બનાવવામાં આવેલ તમામ બ્રિજ જે પ્રધાનમંત્રી આવસ યોજના કે મુખ્યમંત્રી આવાસ યોજના હોય આ બ્રિજ અંગે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. શહેર અને રાજ્યનો સૌથી લાંબો બ્રિજ અટલ બ્રિજનું ઉદ્ઘાટનને પાંચ મહિલા નથી થયા ત્યાં અનેક વાર વિવાદોમાં આવ્યો છે. બ્રિજમાં તિરાડો પડી હતી અને આજે અચાનક આવેલ વાવાઝોડાના કારણે બ્રિજની સેફટી વોલ તૂટી પડી હતી.' -નિશાંત રાવલ, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

VMC તમામ બ્રિજના સર્ટિફિકેટ રજુ કરે: આ બ્રિજ અંગે 25 એપ્રિલના રોજ શહેરના તમામના બ્રિજના ફિટનેસ સર્ટિફિકેટ મેયરને ઇ-મેઇલના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ પર જાહેર કરવા માટે જણાવ્યું હતું. છતાં આ બાબતે હજુ સુધી કોઈ જવાબ નથી મળ્યો. આજે અટલ બ્રિજની સેફટી વોલ તૂટી જતા સવાલોના જવાબ આપવા માટે કોઈ અધિકારી તૈયાર નથી અને આપે છે તો કહે છે કે સેફટી દિવાલ નથી. મોરબી જેવી કોઈ દુર્ઘટના ન સર્જાય અને ફરી એકવાર ચોમાસાની ઋતુ આવી રહી છે. ત્યારે ફરી એકવાર તમામ બ્રિજના ફિટનેસ સર્ટિફિકેટ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર રજૂ કરવામાં આવે તેવી મ્યુનિસિપલ કમિશ્નર અને મેયરને મારી અપીલ છે.

  1. National Highway Projects in Vadodara : દુમાડ અને દેણા ચોકડી ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મૂકતાં નીતિન ગડકરી, અન્ય યોજનાઓ જાહેર કરી
  2. Odisha Train Accident : રેલવે બોર્ડે CBI તપાસની ભલામણ કરી, જાણો અકસ્માત સંબંધિત તમામ અપડેટ્સ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.