- રાજેન્દ્ર ત્રિવેદી અને મનિષા વકીલને અમારા વૉર્ડમાં કોઇ ઓળખતું નથી : મીનાબેન રાણા
- ભાજપ વિરુદ્ધ મતદાન અને ચૂંટણી બહિષ્કારની ચીમકી
- વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનું મિશન 76 પર જોખમ
વડોદરા : મીનાબેન રાણાએ જણાવ્યું હતું કે, રાવપુરા ધારાસભ્ય જે વિધાનસભાના અધ્યક્ષ એવા રાજેન્દ્ર ત્રિવેદી અને મનીષાબેન વકીલ જ શહેર વાડીના ધારાસભ્ય છે. તેમને મારી ટિકિટ કપાવી છે. જે ભાજપના કાર્યકર્તા પણ નથી તેવા ભૂમિકા રાણાને ટિકિટ આપી છે. જેમને અમારા વૉર્ડમાં કોઈ ઓળખતું નથી. આગામી 21મી ફેબ્રુઆરીના રોજ અમારા વૉર્ડમાંથી મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની પણ ચીમકી આપી હતી.
ભાજપ વિરુદ્ધ મતદાન કરશે
બીજા ભાજપના કાર્યકર્તા અને સ્થાનિક રહીશ લતાબેન જાનજેએ જણાવ્યું હતું કે, અમે ભાજપ પક્ષમાં પાયાના કાર્યકર્તા છે અને અમે ટિકિટ માંગી હતી. જો મને નહીં પણ મીનાબેનને પણ ટિકિટ આપી હોત તો અમે પક્ષમાં કામ કરતા પણ આગામી 21મી ફેબ્રુઆરીના રોજ મતદાનના દિવસે અમે લોકો મતદાન પણ નહીં કરીએ, અને જો મતદાન કરશું તો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે, તેવી પણ ચીમકી આપી હતી.
વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનું મિશન 76 જોખમમાં
ઉલ્લેખનીય છે કે, સૌથી મોટી ગણાતી એવી ભાજપ પક્ષમાં પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટ જાહેર થતા અલગ-અલગ વૉર્ડમાં રોષ ફાટી નીકળ્યો છે. વૉર્ડ નંબર 7માં સ્થાનિકો દ્વારા ભાજપ વિરુદ્ધ અને ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી છે. આ વચ્ચે વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહનું મિશન 76 પૂરું થાય છે કે નહીં, તે જોવું રહ્યું...