ETV Bharat / state

વડોદરા જિલ્લામાં 49 હજારથી વધુ ખેડૂતની e- KYC બાકી

author img

By

Published : Dec 31, 2022, 3:42 PM IST

વડોદરા જીલ્લામાં કુલ 49881 લાભાર્થીઓએ E-KYC કરાવ્યુ નથી. જે સમયસર તા. 31.12.2022 સુધીમાં E-KYC  ના કરાવે તો આગામી સમયમાં લાભથી વંચીત રહી જશે.  જે તાલુકાવાર ઈ-કેવાયસી બાકી છે એમાં વડોદરા ગ્રામ્યમાં 6437, ડભોઈ 7968, કરજણ 8463, પાદરા 8350, વાઘોડિયા 4623, શિનોર 4338, સાવલી 7013 અને ડેસર 2689 છે. આ યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવવા ખેડૂતોએ  ફરજીયાત “E- KYC” અને આધાર કાર્ડ સાથે બેંક ખાતાને લિન્ક કરાવેલ હોવું અનિવાર્ય છે.  (farmers in Vadodara district have e-KYC pending)

farmers in Vadodara district have e KYC pending
farmers in Vadodara district have e KYC pending

વડોદરા: છેલ્લા એક માસથી રાજયભરના તમામ જિલ્લાઓમાં પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત એ-kyc ની કામગીરી થઈ રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક ત્રણ સમાન હપ્તા મુજબ કેન્દ્ર સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. જેમા વડોદરા જિલ્લામાં કુલ 1 લાખ 95 હજાર 346 એક્ટિવ ખેડૂતો છે. જે પૈકી આજ દિન સુધી કુલ 1 લાખ 45 હજાર 465 લાભાર્થી ખેડૂતો દ્રારા યોજનાનો લાભ લેવા ઈ-કેવાયસી કરવામાં આવ્યું છે. જિલ્લાના કુલ 49 હજાર 881 લાભાર્થી ખેડૂતોએ હજુ ઈ-કેવાયસી કરાવ્યું નથી. ઉલ્લેખીય છે કે ખેડૂતો આગામી 31 ડિસેમ્બર 2022 સુધીમાં e- KYC નહીં કરાવે તેમને આગામી સહાયનો હપ્તો જમા થશે નહીં. (farmers in Vadodara district have e-KYC pending)

તાલુકા પ્રમાણે બાકી ખેડૂતો : વડોદરા જીલ્લામાં કુલ 49881 લાભાર્થીઓએ E-KYC કરાવ્યુ નથી. જે સમયસર તા. 31.12.2022 સુધીમાં E-KYC ના કરાવે તો આગામી સમયમાં લાભથી વંચીત રહી જશે. જે તાલુકાવાર ઈ-કેવાયસી બાકી છે એમાં વડોદરા ગ્રામ્યમાં 6437, ડભોઈ 7968, કરજણ 8463, પાદરા 8350, વાઘોડિયા 4623, શિનોર 4338, સાવલી 7013 અને ડેસર 2689 છે. આ યોજનાની માર્ગદર્શિકા મુજબ સહાય મેળવવા ખેડૂતોએ ફરજીયાત “E- KYC” અને આધાર કાર્ડ સાથે બેંક ખાતાને લિન્ક કરાવેલ હોવું અનિવાર્ય છે. (farmers in Vadodara district have e-KYC pending)

આધાર કાર્ડ સાથે બેંક ખાતાને લિન્ક કરવા માટે કયાં જવું ? :

જે બેંકમાં એકાઉન્ટ હોય તે સંબધિત બેંક શાખામાં જઈને બેંક એકાઉન્ટને આધાર સાથે લીંક કરાવવું જોઈએ. અથવા નિયત કેવાયસી ફોર્મ ભરી બેંક શાખામાં જમા કરાવવું જોઈએ.

E- KYC ખરેખર શું છે?: E-KYC તમારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબર સાથે લીંક કરવાની એક પ્રક્રિયા છે. જો તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લીંક ન હોય તો તમારે બેંકમાં રૂબરૂ જઈને તમારા એકાઉન્ટ સાથે આધારકાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવો ફરજીયાત છે.

E- KYC કરવા માટે શું જરૂરી છે ? : E-KYC કરવા માટે તમારો આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લીંક હોવું જરૂરી છે. જો તમારૂ આધાર કાર્ડ તમારા મોબાઈલ નંબર સાથે લીંક કરેલ ન હોય તો પહેલા તાત્કાલીક આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરાવવો.

આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લીંક કરવા માટે કયાં જવું ?: તમારા નજીકના કોમન સર્વીસ સેન્ટર (CSC), સેવા સદન (મામલતદાર કચેરી), ઈ-ગ્રામ સેન્ટર, તથા અમુક સરકાર તરફથી નિમાયેલ બેંકમાં પણ લીંક પ્રકિયા થઈ શકે છે. હાલ જિલ્લામાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ના કર્મચારી પણ આ કામગીરી કરી રહ્યા છે.

E-KYC અપડેટ કરવા માટે કયાં જવું ? : E-KYC કરવા માટે પહેલા તો મોબાઈલના જાણકાર ખેડૂત જાતે જ https:/exlink.pmkisan.gov.in/aadharekyc.aspx ની વેબસાઈટ પર જઈને E-KYC ઓપશન પર કલીક કરીને અપડેટ કરી શકે છે. જેમાં ખેડૂતો પાસેથી તેમનો આધાર નંબર અને લીંક કરેલ મોબાઈલ નંબર માંગશે તેમાં એક OTP ચાર અંકનો આવશે તે નાખ્યા બાદ ફરીથી આધાર OTP છ અંકનો આવશે તે નાખ્યા બાદ ઉપર E-KYC IS SUCCESSFULLY SUBMITTED લખેલું આવે એટલે તમારૂ E-KYC અપડેટ થઈ જાય છે. વધુ વિગતો કે મુશ્કેલી માટે જે તે ગામના ગ્રામસેવક. CSC કેન્દ્રના પ્રતિનિધિ, ઈ-ગ્રામ કેન્દ્ર તેમજ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના કર્મચારીનો સંપર્ક કરવો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.