ETV Bharat / state

મહારાષ્ટ્રની અનોખી દીવાળી પરંપરા અને વડોદરા કનેક્શન !

author img

By

Published : Oct 24, 2019, 7:52 AM IST

દિવાળીમાં કિલ્લા બનાવવાની અનોખી પ્રથા

ન્યૂઝ ડેસ્કઃ વિવિધતામાં એક્તા. આપણા દેશની પરંપરા છે. જ્યાં અનેક ધર્મ અને સંપ્રદાયના લોકો રહે છે. જે એક જ તહેવારને અલગ-અલગ રીતે ઉજવે છે. દીવાળી હોય કે હોળી. દરેક પ્રદેશની પોતાની અગલ વિશેષતા છે. જેના પ્રમાણે તેઓ તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરે છે. કહેવાય છે કે, પરિવર્તનના વાયરામાં લોકસંસ્કૃતિ ભૂંસાઈ રહી છે. પણ હાલ કેટલાક એવા રીતિરીવાજો અને પરંપરા જોવા મળે છે. જેણે આજે પણ લોકસંસ્કૃતિને જીવતી રાખી છે. આ પરંપરા વડોદરાનું કનેકશન ગુજરાતને મહારાષ્ટ્ર સાથે જોડે છે. તો ચલો મહારાષ્ટ્રની આવી જ અનોખી પરંપરા અને વડોદરામાં તેના કનેક્શન વિશે જાણીએ.

દેશભરમાં દિવાળીની ઉજવણી મોટાભાગે લક્ષ્મી-ગણેશજી પૂજા કરીને મઠીયા-પાપડના ફરસાણ અને ફટાકડાઓ ફોડીને કરવામાં આવે છે. પરંતુ મહારાષ્ટ્રમાં દિવાળી ઉજવણી આ બધાથી અલગ તરી આવે છે.

મહારાષ્ટ્રની અનોખી દીવાળી પરંપરા
મહારાષ્ટ્રની અનોખી દીવાળી પરંપરા

મહારાષ્ટ્રના સંસ્કૃતિ નગર પૂણે અને લગભગ સમગ્ર રાજ્યમાં એક સરખી પરંપરાથી દીવાળી ઉજવવામાં આવે છે. દીપોત્સવ પ્રસંગે રાષ્ટ્રપુરુષ વીર શિવાજી મહારાજના કિસ્સાઓ બનાવવામાં આવે છે. આ પ્રથા ઉત્સવને વધુ રંગીન બનાવવાની સાથે તેમાં યશસ્વી અને શૂરવીર પૂર્વજના પૂજનનનો આયામ ઉમેરે છે.

દિવાળીમાં કિલ્લા બનાવવાની અનોખી પ્રથા
દિવાળીમાં કિલ્લા બનાવવાની અનોખી પ્રથા

મૂળ વડોદરા અને હાલમાં પૂણેકર બનેલાં વિદૂષી બાજપાઈએ આ પ્રથા અંગે જણાવ્યું હતું કે, "આજથી 300 વર્ષ પહેલાં શિવાજી મહારાજે વિકટ અનેદુર્ગમ પહાડો વચ્ચે અદભૂત કિલ્લાઓનું નિર્માણ કર્યુ હતું. હિન્દૂ રાષ્ટ્રની ટ્તનાના આ ઉદગાતા એ ટાંચા સાધાનો વડે આવા દુર્ગમ સ્થળોએ બાંધેલા અજેય દુર્ગોએ શિવાજી મહારાજને વ્યૂહ રચનાકાર તરીકેની કુશળતા અને નિર્માણ કરનાર તરીકે ઉજાગર કર્યા હતાં. આ કિલ્લાઓમાં અનેરો ઉજ્જવળ ઇતિહાસમાં સચવાયેલો છે. દિવાળી ટાણે પૂણે લગભગ આખા મહારાષ્ટ્રમાં આ કિલ્લાઓ કુશળ લડવૈયા પૂર્વજોનો મહિમા કરવાના પ્રયાસ હેઠળ બનાવવામાં આવે છે."

દિવાળીમાં કિલ્લા બનાવવાની અનોખી પ્રથા
દિવાળીમાં કિલ્લા બનાવવાની અનોખી પ્રથા

આજે જયારે લોકો દિવાળીમાં મોજ મસ્તી કરતાં જોવા મળે છે, ત્યારે મહારાષ્ટ્રીય લોકો માટી ભેગી કરીને તેનાથી સુંદર કિલ્લઓ બનાવીને પોતાના પૂર્વજોને યાદ કરે છે. જે તેને અન્ય કરતાં અલગ તારે છે.

મહારાષ્ટ્રની અનોખી પંરપરાની એક ઝલક વડોદરામાં પણ જોવા મળે છે. વડોદરાની સંસ્કૃતિમાં મહારાષ્ટ્રીન પંરપરાઓની સુવાસ ભળેલી છે. એટલે દિવાળી ટાણે શિવાજીના કિલ્લા બનાવીને અનોખી સજાવટની આ ઈતિહાસની આરસી જેવી સાંસ્કૃતિક પરંપરા વડોદરામાં શહેરમાં જોવા મળે છે.

Intro:Body:

divadi


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.