ETV Bharat / state

Khambhat Violence Accused Arrested : ખંભાત કોમી હિંસાના બે આરોપી ઝડપાયાં, ક્યાંથી પકડાયાં કોણે પક્ડયાં તે જાણો

author img

By

Published : Apr 22, 2022, 8:14 PM IST

Khambhat Violence Accused Arrested : ખંભાત કોમી હિંસાના બે આરોપી ઝડપાયાં, ક્યાંથી પકડાયાં કોણે પક્ડયાં તે જાણો
Khambhat Violence Accused Arrested : ખંભાત કોમી હિંસાના બે આરોપી ઝડપાયાં, ક્યાંથી પકડાયાં કોણે પક્ડયાં તે જાણો

ખંભાતના શક્કરપુરામાં રામનવમીના દિવસે થયેલી કોમી હિંસાના (Communal violence in Gujarat) ગુનામાં સંડોવાયેલા બે ઈસમોને વડોદરામાંથી ઝડપી લેવાયાં છે. વડોદરા પીસીબી પોલીસે યાકુતપુરામાંથી સગીર સહિત બે આરોપીને દબોચી (Khambhat Violence Accused Arrested) લીધા છે. વધુ વિગત આ અહેવાલમાં.

ખંભાત- ખંભાતમાં રામનવમીના દિવસે બનેલી કોમી તોફાનની (Communal violence in Gujarat)ઘટનામાં કેટલાક ધમાલિયા તત્વો ફરાર (Communal violence in Khambhat)થઈ ગયા હતાં.દરમિયાન વડોદરા પીસીબી ટીમને (Vadodara PCB Police)બાતમી મળી હતી કે પૈકીના બે ફરાર આરોપીઓ વડોદરા (Khambhat rioting accused arrested in Vadodara )ખાતે યાકુતપુરામાં એક ઠેકાણે આશરો લીધો છે. આ ચોક્કસ માહિતીને આધારે પોલીસે સ્થળ પર પહોંચી બે ઈસમોને દબોચી લીધા (Khambhat Violence Accused Arrested) હતાં. આ બેમાંથી એક આરોપી સગીર છે.

સંપૂર્ણપણે યોજનાબદ્ધ હિંસા- રામનવમીની શોભાયાત્રા દરમિયાન આણંદ જિલ્લાના સંવેદનશીલ ગણાતા ખંભાત તાલુકામાં કોમી હિંસા ભડકી ઉઠી હતી.જેને લઈને ગૃહવિભાગ દ્વારા ખંભાતના શક્કરપુર ખાતે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી અને તોફાનીઓના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું.પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા દરગાહની સામે આવેલી તમામ દુકાનો ધ્વસ્ત કરી દેવામાં આવી હતો.જ્યારે તોફાનો મામલે આ રમખાણો સંપૂર્ણપણે યોજનાબદ્ધ હતાં તે પણ સામે આવ્યું હતું.

આ પણ વાંચોઃ Communal Violence In Khambhat: પથ્થરમારાની ઘટનામાં મૃત્યુ પામેલા વૃદ્ધની અંતિમ યાત્રામાં જોડાયું આખું ખંભાત, ગૂંજ્યા જય શ્રીરામના નારા

આયોજન કરીને હિંસા- આ ઘટનાના મુખ્ય આરોપી મૌલવીએ દરગાહમાં બેસીને રામનવમીના એક દિવસ પહેલા જ હિંસાનો પ્લાન બનાવ્યો હતો.રાયોટિંગના ગુનામાં પોલીસે પહેલા નવ અને ત્યારબાદ વધુ પાંચ આરોપીની ધરપકડ (Khambhat Violence Accused Arrested) કરી હતી. જ્યારે કેટલાક આરોપીઓ હજીએ પોલીસ પકડથી દૂર છે.

પીસીબીએ બંનેને આણંદ જિલ્લા પોલીસને હવાલે કર્યા - વડોદરા પીસીબી પોલીસની ટીમે (Khambhat rioting accused arrested in Vadodara ) હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ખંભાતમાં થયેલ કોમી અથડામણમાં સંડોવાયેલ એક સગીર સહિત બે આરોપીઓને ઝડપી (Khambhat Violence Accused Arrested) પાડી ખંભાત પોલીસને (Anand Police) આરોપીઓનો કબ્જો સુપ્રત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Communal violence in Gujarat : હિંમતનગરમાં ધારા 144 લાગુ, SRP અને RAF ગોઠવાઈ,તપાસના આદેશ સાથે હિંસાખોરો સામે કાર્યવાહી શરુ

વડોદરાના યાકુતપુરામાં આશરો લીધો હતો - પીસીબી પી.આઈ.જે.જે ચાવડાએ (Vadodara PCB Police)જણાવ્યું હતું કે સ્ટાફના એએસઆઈ અરવિંદ કેશવરાવને માહિતી મળી હતી કે આણંદ જિલ્લાના ખંભાત ખાતે બનેલા રાયોટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ખંભાત ખાતેથી નાસી જઈ વડોદરાના લઘુમતી વસતી ધરાવતા સંવેદનશીલ વિસ્તાર એવા યાકુતપુરામાં આવેલ છે.

પોલીસે બાતમી બાદ કરી સ્થળ તપાસ -બાતમીની હકીકતના આધારે પીસીબીની ટીમ (Khambhat rioting accused arrested in Vadodara )દ્વારા સ્થળ પર જઈ તપાસ કરતા ખંભાત તાલુકાના શક્કરપુર બડી ફળીમાં રહેતો જાવેદહુસૈન અનવરહુસૈન મલેક અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર (Khambhat Violence Accused Arrested) મળી આવ્યો હતો. તપાસ દરમિયાન ખંભાતના રાયોટિંગના ગુનામાં તેઓની સંડોવણી હોવાનું સામે આવતા આગળની તપાસ અર્થે આણંદ જિલ્લા પોલીસને (Anand Police ) તેઓનો કબજો સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.