ETV Bharat / state

Vadodara to Statue of Unity Overbridge: વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર ડભોઇ ખાતે ઓવરબ્રિજનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 11, 2023, 6:20 PM IST

inauguration-of-overbridge-at-dabhoi-on-state-highway-connecting-vadodara-to-statue-of-unity-by-mla
inauguration-of-overbridge-at-dabhoi-on-state-highway-connecting-vadodara-to-statue-of-unity-by-mla

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર ડભોઇ ખાતે ઓવરબ્રિજનું ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આવનાર તહેવારોના દિવસોમાં વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે જતાં નાગરિકોને ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

ડભોઇ ખાતે ઓવરબ્રિજનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ

ડભોઇ: વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રાજ્ય ધોરીમાર્ગ ઉપર ડભોઇ ખાતે સરિતા ફાટક પાસે રેલ્વે લાઈન પસાર થાય છે. આ રેલવે લાઇનને કારણે ફાટક બંધ થતા ખૂબ જ ટ્રાફિક જામ થતો હતો અને નાગરિકોનો ખૂબ જ લાંબો સમય ટ્રાફિકમાં વેડફાઈ જતો હતો અને નાગરિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ સ્થાનિક નેતાઓ અને પ્રશાસનના સહિયારા પ્રયાસોથી આ રેલ્વે લાઈન ઉપર કરોડો રૂપિયાના ખર્ચે ચાર માર્ગીય ઓવરબ્રિજ નિર્માણ કરવાનું કાર્ય ચાલી રહ્યું હતું. જેમાં આજરોજ એક તરફના દ્વિમાર્ગીય ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

દ્વિમાર્ગીય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયો: ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં ડભોઈ સરિતા ફાટક પાસેથી પસાર થતી રેલવે લાઇન ઉપર રૂપિયા 25 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામેલાં એક તરફનાં દ્વિમાર્ગીય ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ બ્રિજનું લોકાર્પણ થતા સમગ્ર પંથકના નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.

'ડભોઇ-દર્ભવતી નગરનો વિકાસ થાય એ જ મારું લક્ષ્ય છે. આવનાર દિવસોમાં પણ ડભોઇ વિકાસની ઊંચી ગતિએ સતત આગળ વધે તે માટે હું મારા થકી બનતાં તમામ પ્રયત્નો કરીશ અને જન સુખાકારીના વધુને વધુ કામો થાય તે માટે સતત પ્રયત્નશીલ રહીશ.' -શૈલેષભાઈ મહેતા, ધારાસભ્ય, ડભોઈ

નાગરિકોને રાહત થશે: આ રાજ્ય ધોરીમાર્ગ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હોઈ આ માર્ગ કાયમ ટ્રાફિક થઈ ધમધમતો રહે છે અને જ્યારે જયારે ફાટક બંધ થાય ત્યારે ખૂબ જ લાંબી વાહનોની કતારો જામી જાય છે. આ કારણે નાગરિકોનો ખૂબ જ લાંબો સમય ટ્રાફિકની સમસ્યામાં વેડફાઈ જતો હતો. જેના પરિણામે નાગરિકોને પારાવાર મુશ્કેલીઓ થઈ રહી હતી. હવે જયારે એક તરફનો માર્ગ ફાટક વિહોણો બની ગયો છે અને રેલવે લાઇન ઉપર આ ઓવર બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેથી હવે આવનાર તહેવારોના દિવસોમાં વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે જતાં નાગરિકોને ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

  1. Patan News : પાટણના ગોરધનભાઈ ઠક્કરનો અનોખો સેવાયજ્ઞ, દરિદ્રનારાયણોની સેવા કરી ઉજવે છે તહેવાર
  2. Diwali 2023 : 600 બાળકોના ચહેરા પર આવી 'સ્માઈલ', શેર વિથ સ્માઇલ સંસ્થાએ કરી દિવાળીની અનોખી ઉજવણી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.