વડોદરામાં ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીએ વડોદરા પોલીસની શી ટીમ એપ્લિકેશન લોન્ચ કરી

author img

By

Published : Oct 18, 2021, 2:58 PM IST

વડોદરામાં ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીએ વડોદરા પોલીસની શી ટીમ એપ્લિકેશન લોંચ કરી

વડોદરા(Vadodara)માં ગૃહ અને ખેલ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વડોદરા સ્થિત ગાંધીનગર ગૃહ ખાતે શી ટીમ એપ્લિકેશન (application) લોંચ કરી છે. પોલીસ અને બંદોબસ્ત એ એક સિક્કાની બંન્ને બાજુ સમાન છે. તેમજ રાજયના યુવાધનને નશા(Intoxication) તરફ ધકેલાતા રોકવા તરફનું વધુ એક કદમ છે.

  • ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીએ વડોદરા શહેર પોલીસની શી ટીમ એપ્લિકેશન લોંચ કરી
  • લોક પ્રતિનિધિઓ અને શહેર પોલીસના અધિકારીઓ સાથે યોજી સંયુક્ત બેઠક
  • ડ્રગ્સ જેવા નશાખોર પદાર્થ સામે વધુ એક ડગલું

વડોદરાઃ વડોદરામાં ગૃહ અને ખેલ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી(Minister of State Harsh Sanghvi)એ વડોદરા સ્થિત ગાંધીનગર ગૃહ ખાતે શી ટીમ એપ્લિકેશન લોંચ(Shi Team Launches App) કરી છે. તેમણે ટ્રાફિક ચેમ્પ અભિયાન ફ્લેગ ઓફ કરાવ્યુ હતું. ગૃહપ્રધાનએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, પોલીસ અને બંદોબસ્ત એ એક સિક્કાની બે બાજુ સમાન છે. નાગરિકો માટે બંદોબસ્તની કલ્પના જુદી હોય શકે છે પણ પોલીસ માટે તે જનતાની સુરક્ષા માટે અને તેની ફરજના ભાગરૂપ હોય છે. કોઈપણ કેસનો ઝડપી નિકાલ થાય તે માટે પોલીસ(Vadodara Police) હમેંશા તત્પર હોય છે.

હર્ષ સંઘવીનું વ્યાખ્યાન

હર્ષ સંઘવીએ વડોદરા પોલીસ કમિશ્નરને મંચ પરથી કહયું હતું કે, કોરોના સમયે હોસ્પિટલ પર વ્યવસ્થા જળવાઈ રહે તેવું કાર્ય પણ પોલીસે કર્યુ હતું. વડોદરા પોલીસના જે પણ કર્યો પેન્ડીંગ હોય તે સંસદસભ્યો અને ધારાસભ્યો (MP and MLA)મારફતે મારા સુધી મોકલાવી દેજો હું તમારા કામ કરવા માટે જ ગાંધીનગર(Gandhinagar)માં બેઠો છે. વધુમાં હર્ષ સંઘવીએ વડોદરા પોલીસની કામગીરીને બિરદાવી હતી

યુવાધનને નશા તરફ રોકવા વધુ એક પગલું

ડ્રગ્સ અવરનેસ માટે રાજયમાં થતાં કાર્યો વિશે માહિતી આપી તેમણે કહ્યુ કે, 72 કલાક સુધી કાર્યરત રહી રાજયમાં આવતો ડ્રગ્સનો જથ્થો(Amount of drugs) રોકી શકાયો. માત્ર ચાર દિવસમાં ડ્રગ્સ રિવોર્ડ પોલીસી અમલી કરી રાજય સરકારે બાતમીદારને લાભાન્વિત કરવા સાથે રાજયના યુવાધનને નશા તરફ ધકેલાતા રોકવા તરફનું વધુ એક કદમ છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પોલીસે ડ્રગ્સ સાથે 4 લોકોને ઝડપ્યાં, 15 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

આ પણ વાંચોઃ આર્યને કાઉન્સેલિંગ દરમિયાન કહ્યું - હું ગરીબો માટે કામ કરીશ, ખોટા રસ્તે નહીં જાઉં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.