ETV Bharat / state

વડોદરામાં 9 બેઠકના મતદારોએ ભાજપની વાતું સાંભળી! કોણ સારા મતથી જીત્યુ જૂઓ

author img

By

Published : Dec 9, 2022, 4:04 PM IST

વડોદરામાં 9 બેઠકના મતદારોએ ભાજપની વાતું સાંભળી! કોણ સારા મતથી જીત્યુ જૂઓ
વડોદરામાં 9 બેઠકના મતદારોએ ભાજપની વાતું સાંભળી! કોણ સારા મતથી જીત્યુ જૂઓ

વડોદરા શહેર અને જિલ્લામાં ભાજપે 10માંથી 9 બેઠક પર (Vadodara assembly seat) કબ્જો કર્યો છે. વડોદારાના ભાજપના ઉમેદવારોને આ વખતે 75 હજારથી લઈને 1 લાખ સુધીની (BJP wins in Vadodara) લીડથી જીત મેળવી છે. ત્યારે શહેર જિલ્લાની તમામ બેઠકો પર કોની સામે કોને કેટલા મત મળ્યા જૂઓ. (Gujarat Assembly Election 2022)

વડોદરા : ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ (Vadodara assembly seat) 182 માંથી 156 સીટ મેળવી ઇતિહાસ સર્જ્યો છે, ત્યારે વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકોમાંથી 09 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે. તો 1 બેઠક વાઘોડિયા પર અપક્ષ ઉમેદવારે બાજી મારી છે. શહેર જિલ્લામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું નામો નિશાન મિટી ગયું છે. વડોદરા શહેરની 5 બેઠકો પર ભાજપના તમામ પાંચે ઉમેદવારોએ 77 હજારથી 1 લાખથી વધારે સરસાઈથી ભવ્ય જીત મેળવી છે. તો યોગેશ પટેલ માટે ભાજપે નિયમ તોડ્યો તો યોગેશ પટેલે વધુ માર્જિનથી જીતનો રેકોર્ડ તોડ્યો. આ એક જ ઐતિહાસિક જીત મેળવી તેમજ સતત 8મી વાર ભાજપ માટે મહત્વની ભૂમિકા ભજવી છે. (BJP wins in Vadodara)

શહેરની 5 બેઠકો પર 75 હજારથી વધુ લીડ વડોદરા શહેરની પાંચ વિધાનસભા બેઠકો વડોદરા શહેર, રાવપુરા, માંજલપુર, અકોટા, સયાજીગંજ બેઠકો પર ભાજપના પ્રબળ ઉમેદવારોએ 75 હજારથી લઈ 1 લાખ સુધીની લીડ આપી જીત મેળવી છે. વડોદરા શહેર વિધાનસભાની વાત કરવામાં આવે તો બે ટર્મથી ચૂંટતા હતા અને રાજ્ય સરકારના પ્રધાન મનીષા વકીલને રીપીટ કરાયા હતા. તેઓ કોંગ્રેસના ઉમેદવાર ગુણવંત પરમાર સામે 98,600ની જંગી સરસાઈથી જીત મેળવી છે. રાવપુરા વિધાનસભા બેઠક પર પૂર્વ સાંસદ બાલકૃષ્ણ શુક્લને ટિકિટ આપી તેઓએ કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલને 81,365 મતની જંગી જીત મેળવી છે. અકોટા વિધાનસભામાં ભાજપના ચૈતન્ય દેસાઈએ કોંગ્રેસના ઋત્વિક જોશીને 77,753 ની જંગી મતોથી જીત મવડવી છે. તો સયાજીગંજ બેઠક પર શહેરના મેયર અને ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાએ વિપક્ષ નેતા અને કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતને એક 84,013ની જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો છે. (Vadodara assembly seat)

માંજલપુર બેઠકના યોગેશ પટેલનો રેકોર્ડ ગુજરાતમાં ટોપ ઓફ ધ ટાઉન બનેલી માંજલપુર વિધાનસભા બેઠક અંતિમ ઘડીએ જ્યારે ભાજપે ઉમેદવારનું નામ જાહેર નહોતું કર્યું અને ટેલીફોનિક જાહેરાત કરી ભાજપે તમામ સીમાંકન ઓળંગી ભાજપના સતત સાત ટર્મથી જીતતા યોગેશ પટેલને ટિકિટ આપી હતી. ભાજપે નિયમ તોડ્યો તો યોગેશ પટેલે રેકોર્ડ તોડ્યો છે. માંજલપુર બેઠક પર યોગેશ પટેલે કોંગ્રેસના ઉમેદવાર તશ્વિન સિંગને 1,00,754 મતોની જંગી સરસાઈથી માત આપી ઇતિહાસ રચ્યો હતો. તેઓ સતત 8મી વાર ધારાસભ્ય બનશે. ભાજપની ભરોસાની સરકારે ફરી એકવાર યોગેશ પટેલ પર ભરોસો રાખ્યો અને યોગેશ પટેલ તેઓના ભરોસા પર કાયમ રહ્યા હતા. (Vadodara Assembly Candidate)

વડોદરા વાઘોડિયા બેઠક પર અપસેટ સર્જાયો વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક વિવાદમાં અને ચર્ચામાં રહી હતી. કારણ કે ભાજપના જ સતત 6 ટર્મથી ચૂંટતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન મળતા કકળાટ શરૂ થયો હતો. અંતે ભાજપમાંથી રાજીનામું આપી તેવો અપક્ષ ચૂંટણી લડ્યા હતા. સાથે અહીં ભાજપ, કોંગ્રેસ,આપ અને 2 દિગ્ગજ અપક્ષ ઉમેદવાર ભાજપમાંથી બળવાખોરી કરી સામે હતા. ત્યારે આ બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને મધુ શ્રીવાસ્તવ ભાજપ સામે હતા.

મધુ શ્રીવાસ્તવ માત્ર 14,645 મત મળ્યા આ બેઠક પર ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલને અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ 14,006 મતોથી જીત મેળવી ભાજપને માત આપી હતી. દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ માત્ર 14,645 મત મળ્યા હતા. આ બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 2017માં અપક્ષ ઉમેદવારી કરી 50 હજારથી વધુ મત મેળવ્યા હતા અને આ વખતે જીત મળતા જિલ્લાની 10 બેઠકોમાં એક માત્ર વાઘોડિયા બેઠક ભાજપ પાસેથી ગઈ હતી. ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપના જ પૂર્વ સભ્ય છે તેઓને ભાજપે સસ્પેન્ડ કરેલા છે, ત્યારે ભાજપ સામે જ જીત મેળવી તેઓ ફરી ભાજપમાં સમર્થન કરી શકે છે. તેવા એંધાણ દેખાઈ રહ્યા છે અને તેમ થશે તો વડોદરા જિલ્લામાં 10 બેઠકો પર ભાજપનો કબ્જો થઈ જશે. (BJP on 10 seats of Vadodara)

વડોદરા જિલ્લાની અન્ય બેઠકો પર સ્થિતિ વડોદરા જિલ્લાની સાવલી, કરજણ, પાદરા અને ડભોઇ બેઠક પર ક્યાંક વધુ તો ક્યાંક પાતળી સરસાઈથી ભાજપની જીત થઈ છે. જિલ્લાની પાદરા બેઠક પર ભાજપના ચૈતન્ય સિંહ ઝાલાએ વર્તમાન ધારાસભ્ય જશપાલસિંહ પઢીયારને હરાવી 6,178 મતોની લીડથી જીત મેળવી હતી. કરજણ બેઠક પર વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલને રિપીટ કરવામાં આવ્યા હતા. આ બેઠક પર કોંગ્રેસના પ્રિતેશ પટેલને હરાવી 26,306 મતોથી જીત મેળવી હતી. સાવલી બેઠક પર પણ વર્તમાન ધારાસભ્ય કેતન ઇનામદારને રીપીટ કરી તેઓએ કોંગ્રેસના કુલદીપસિંહ રાહુલજીને હરાવી 36,926 મતોથી જીત મેળવી હતી. (BJP 2022 in Vadodara)

ભાજપના બે બળવાખોરની હાર વડોદરા જિલ્લાની પાદરા અને વાઘોડિયા બેઠક પર ભાજપના બે ઉમેદવારોને ટિકિટ ન મળતા પક્ષમાં બળવો કરી પક્ષ વિરુદ્ધ લડવાની તૈયારી કરી હતી. વાઘોડિયાના છ ટર્મથી ચૂંટતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેઓએ ભાજપમાંથી રાજીનામું આપ્યું અને અપક્ષ લડવાની જીદને કારણે તેઓની આજે પોતાની દબંગાઈ ખોઈ બેઠા છે. કેમ કે તેઓની કારમી હાર થઈ છે. તો બીજી તરફ પાદરા બેઠક પર દિનેશ પટેલ (દિનુમામા)ને ટિકિટ ન મળતા. તેઓએ પણ અપક્ષ લડવાની જીદ કરી હતી. દિનેશ પટેલ ભાજપ ચૈતન્યસિંહ ઝાલા સામે અપક્ષ ઉમેદવારી કરી અને આખરે હારનો સામનો કરવો પડ્યો હતો એટલે કે અપક્ષ તરીકે આ બંને નેતાઓને પ્રજાએ જાકારો આપી વોકઆઉટ કરી દીધા છે. આજે બંને ભાજપના બળવાખોર નેતાઓ પોતાની શાખ અને પ્રતિષ્ઠા ખોઈ બેઠા છે. (Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.