ETV Bharat / state

Vadodara News: યુનિ.ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, FSL મોબાઈલની તપાસ કરી કારણ શોધશે

author img

By

Published : Aug 2, 2023, 11:38 AM IST

વડોદરાની એમ એસ યુનિવર્સીટીના LLB વિદ્યાર્થીનો આપઘાત
વડોદરાની એમ એસ યુનિવર્સીટીના LLB વિદ્યાર્થીનો આપઘાત

વડોદરાની એમ એસ યુનિવર્સીટીના LLB વિદ્યાર્થીનો આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ફતેગંજ પોલીસે યુવકનો મોબાઈલ FSLમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. યુવકના પરિવારની માંગ છે કે તેનો મોબાઇલ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે તેના સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ કરે.

વડોદરા: વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લો વિભાગમાં LLBના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા પ્રિતમ ચૌહાણે ફતેગંજ વિસ્તારમાં આવેલ મકાનમાં ગતરાત્રે આપઘાત કરી લીધો હતો. આ મામલે ફતેગંજ પોલીસે ઘટના સ્થળે પોહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

"M.S. યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ લોના સ્ટુડન્ટે આપઘાત કર્યો હતો. આ મામલે વિદ્યાર્થીનો મોબાઇલ એફએસએલમાં મોકલ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં અકસ્માતે મોતનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે"--વી.કે. દેસાઇ ( ફતેગંજ પોલીસ મથકના પીઆઇ )

આપઘાતનું કારણ અકબંધ: મૂળ મધ્યપ્રદેશનો અને એમ એસ યુનિવર્સીટીની લો ફેકલ્ટીમાં એલ.એલ.બી ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો પ્રિતમ ચૌહાણ શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ ગોલ્ફ વ્યુ એવન્યુમાં રહેતો હતો. ગત મોડી રાત્રે યુવાને ગોલ્ફ વ્યુ એવન્યુ સ્થિત મકાનમાં આપઘાત કરી દીધો હતો. આ ઘટનાને પગલે ફતેગંજ પોલીસ ઘટના સ્થળે પોહચી મૃતદેહનો કબ્જો લઈ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. યુવકના આપઘાત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં યુવકનો મોબાઈલ ફતેગંજ પોલીસે કબ્જે લઈ એફએસએલમાં મોકલી આપી વધુ તપાસ હાથ ધરી હતી. હાલમાં યુવકના આપઘાત પાછળનું કારણ અકબંધ છે જે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે.

પરિવારજનો દોડી આવ્યા: યુવક એમ.એસ. યુનિવર્સિટીમાં ભણતો હોવાથી તેના મિત્રો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મિત્રએ જીવન ટૂંકાવ્યું છે તે જોતાજ મિત્રોમાં દુઃખની લાગને જોવા મળી હતી. ફતેગંજ પોલીસે મિત્રના આપઘાત પાછળનું કારણ શું છે તે જાણવા માટે પૂછપરછ હાથ ધરી હતી. મૃતક યુવાન 10 દિવસ અગાઉ અહીંયા રહેવા ગયો હતો તેવું મિત્રોએ જણાવ્યું હતું. સવારે મૃતક વિદ્યાર્થીના પિતા અને કાકા સહિતના પરિવારજનો વડોદરાની સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આ સમયે મૃતકની સાથે અભ્યાસ કરતા તેના મિત્રો પણ આવ્યા હતા.

  1. Vadodara Crime : વડોદરામાં ભાજપના કાર્યકરની હત્યા, પોલીસે ત્રણની ધરપકડ કરીને કોન્સ્ટેબલને કર્યો સસ્પેન્ડ
  2. Vadodara News : ડભોઇ-સાઠોદ રોડ પર કરોડોના ખર્ચે નિર્માણ થયેલા બ્રિજમાં રાતોરાત મારવા પડ્યા થીંગડા
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.