ETV Bharat / state

સાવલી તાલુકાની આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્નોની માંગ નહીં સંતોષાતા વિરોધ કર્યો

author img

By

Published : Oct 13, 2020, 11:28 PM IST

વડોદરાના સાવલી તાલુકાની આશાવર્કરોએ પડતર પ્રશ્નોની માંગ નહીં સંતોષાતા પોતાનું એક દિવસનું મહેનતાણું મુખ્યમંત્રી રાહત ફંડમાં મામલતદાર મારફતે જમા કરાવી ગુજરાત સરકારની શોષણ ભરી નીતિઓનો પ્રતિક વિરોધ નોંધાવ્યો હતો.

સાવલી તાલુકાની આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્નોની માગ નહીં સંતોષાતા વિરોધ કર્યો
સાવલી તાલુકાની આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્નોની માગ નહીં સંતોષાતા વિરોધ કર્યો

વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકાની આશાવર્કરોએ પડતર પ્રશ્નોની માંગ નહીં સંતોષાતા પોતાનું એક દિવસનું મહેનતાણું મુખ્યમંત્રી રાહત ફંડમાં મામલતદાર મારફતે જમા કરાવી ગુજરાત સરકારની શોષણ ભરી નીતિઓનો પ્રતિક વિરોધ નોંધાવ્યો હતો.

સાવલી તાલુકાની આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્નોની માગ નહીં સંતોષાતા વિરોધ કર્યો
સાવલી તાલુકાની આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્નોની માગ નહીં સંતોષાતા વિરોધ કર્યો

કોરોનાની મહામારીના સમયમાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા આશાવર્કરો પોતાના જીવના જોખમમાં છેલ્લા 8 મહિનાથી કોરોનાની કામગીરી કરી રહી છે, ત્યારે એમની કામગીરીને બિરદાવવાની જગ્યાએ ગુજરાત સરકાર આ જોખમી કામગીરીના બદલામાં માત્ર 1000 રૂપિયા (રોજના 33.33 રૂપિયા) મહેનતાણું આપી રહી છે. જેના વિરોધમાં મંગળવારે ગુજરાત મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકા સોલંકીની આગેવાનીમાં સાવલી તાલુકાની આશાવર્કર બહેનોએ એકત્ર થઈ સાવલી તાલુકા સેવાસદન ખાતે પહોંચી હતી અને પડતર પ્રશ્નોની માંગણી ન સંતોષાતા ઉગ્ર વિરોધ કર્યો હતો.

સાવલી તાલુકાની આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્નોની માગ નહીં સંતોષાતા વિરોધ કર્યો
સાવલી તાલુકાની આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્નોની માગ નહીં સંતોષાતા વિરોધ કર્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માર્ચ થી મે દરમિયાન રોજના 150 રૂપિયા મોટીવેશન મહેનતાણું આપી સરાહનીય કામગીરી કરી હતી. પરંતુ એ જુન મહિનાથી બંધ કરી દેવામાં આવી છે તેમજ ત્રણ મહિના માટે હંગામી ધોરણે લેવાનારી નવી આશાવર્કરોને પાંચ હજાર ફિક્સ પગાર આપી છેલ્લા 8 મહિનાથી ગુજરાત રાજ્યની 42 હજાર કરતાં પણ વધારે આશા વર્કર બહેનો તેમજ 10 હજાર જેટલી ફેસીલીટેટર બહેનોને સલામતીનાં સાધનોના અભાવ વચ્ચે કામગીરી કરતી આશાવર્કરો સાથે ગુજરાત સરકાર અન્યાયી અને ભેદભાવભર્યુ વર્તન કર્યું હોવાના આક્ષેપ આશાવર્કર બહેનોએ કર્યા હતા.

ગુજરાતની જનતાને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને થતા અન્યાયથી માહિતગાર કરવા ગુજરાતની તમામ આશાવર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેટર બહેનો પોતાના એક દિવસનું કોરોના ભથ્થુ જે 33.33 રૂપિયા અને ફેસીલીટેટર બહેનોને 17 રૂપિયાનું મહેનતાણું મુખ્યમંત્રી રાહત ફંડ માં દાન કરી પ્રતિક વિરોધ નોંધાવવાની જાહેરાત મહિલા શક્તિ સેનાના પ્રમુખ અને આશાવર્કર લીડર ચંદ્રિકા સોલંકીએ કરી હતી. જે સંદર્ભે મંગળવારે સાવલી તાલુકાની આશાવર્કરો અને આશા ફેસીલીટેટર બહેનોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવી મામલતદાર કચેરી ભેગા થઈ મુખ્યમંત્રી રાહત ફંડમાં ચેક જમા કરાવી વિરોધ નોંધાવ્યો હતો.

સાવલી તાલુકાની આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્નોની માગ નહીં સંતોષાતા વિરોધ કર્યો
સાવલી તાલુકાની આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્નોની માગ નહીં સંતોષાતા વિરોધ કર્યો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.