ETV Bharat / state

અમદાવાદ: ક્રેડિટ કાર્ડના પૈસા બેંક ટ્રાન્સફર કરાવવા જતાં 1 લાખ ગુમાવ્યા

author img

By

Published : Aug 24, 2020, 1:16 PM IST

અમદાવાદ: ક્રેડિટ કાર્ડના પૈસા બેંક ટ્રાન્સફર કરાવવા જતાં 1 લાખ ગુમાવ્યા
અમદાવાદ: ક્રેડિટ કાર્ડના પૈસા બેંક ટ્રાન્સફર કરાવવા જતાં 1 લાખ ગુમાવ્યા

ઓનલાઇન છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર પૈસા ટ્રાન્સફર કરી આપવાની જાહેરાતની લાલચમાં આવી પૈસા ટ્રાન્સફર કરાવવા જતાં વાડજના એક વ્યક્તિએ એક લાખ રૂપિયા ગુમાવવા પડ્યા છે. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અમદાવાદ: ઓનલાઇન છેતરપિંડીના અનેક કિસ્સા સામે આવી રહ્યાંં છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયા પર પૈસા ટ્રાન્સફર કરી આપવાની જાહેરાતની લાલચમાં આવી પૈસા ટ્રાન્સફર કરાવવા જતાં વાડજના એક વ્યક્તિએ એક લાખ રૂપિયા ગુમાવવા પડ્યા છે. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

શહેરના વાડજ વિસ્તારમાં રહેતા પિયુષ કુમાર પરમાર સીજી રોડ ખાતે એક કંપનીમાં માર્કેટિંગનું કામ કરે છે. જૂન માસમાં ફેસબુક પર માર્કેટ પ્લેસમાં જાહેરાત વાંચી હતી કે, ક્રેડિટ કાર્ડ ટુ બેન્ક ટ્રાન્સફર 1 ટાકા ઇન્સ્ટન્ટ પેમેન્ટ. પૈસાની જરૂર હોવાથી આ જાહેરાતમાં લખેલા નંબર પર તેમણે ફોન કર્યો હતો. ફોન પર જીગ્નેશ ઠક્કર નામના વ્યક્તિએ વાત કરી હતી અને ભરોસો આપ્યો કે, ક્રેડિટ કાર્ડ સ્વાઈપ કરવાના 30 મિનિટમાં પૈસા ટ્રાન્સફર થઈ જશે. જેથી પિયુષ કુમારે આધાર કાર્ડ અને ક્રેડિટ કાર્ડની વિગતો સામેવાળા વ્યક્તિને આપી દીધી હતી.

અમદાવાદ: ક્રેડિટ કાર્ડના પૈસા બેંક ટ્રાન્સફર કરાવવા જતાં 1 લાખ ગુમાવ્યા
અમદાવાદ: ક્રેડિટ કાર્ડના પૈસા બેંક ટ્રાન્સફર કરાવવા જતાં 1 લાખ ગુમાવ્યા

બાદમાં ઓટીપી આવતા તે પણ આપ્યો હતો અને બાદમાં આ વ્યક્તિએ એક લાખ સ્વાઈપ કર્યા હતા. જેનો મેસેજ પણ તેમને મળ્યો હતો. બાદમાં સામે વાડી વ્યકિતએ જણાવ્યું હતું કે, 1 ટકા લેખે 1 હજર રૂપિયા કપાઈને તમારા ખાતામાં 99,000 જમાં થઈ જશે.

બાકીના 99,000 રૂપિયા લેવા માટે પિયુષ કુમારે અનેક વાર ફોન કર્યા પણ સામે વાડી વ્યક્તિ વાયદાઓ જ કરતી હતી. જેથી પોતાની સાથે છેતરપિંડી થયું હોવાનું પિયુષ કુમારને લાગતા તેમણે વાડજ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. વાડજ પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.