'26/11 હુમલા'નો ભોગ બનનાર માછીમાર હજુ સરકારી ચોપડે જીવે છે..?

author img

By

Published : Nov 27, 2019, 1:16 PM IST

Amarchand family victim of Taj attack, has not received death certificate

દીવઃ મુંબઈ પર આતંકી કસાબ અને તેનાં સાથીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાનો ભોગ બનનારા માછીમાર અમરચાંદનો પરિવાર 11 વર્ષ બાદ પણ મૃત્યુના પ્રમાણપત્રની રાહ જોઈ રહ્યા છે. તાજ આતંકી હુમલાને મંગળવારે 11 વર્ષ પૂર્ણ થયા હતા. તેમ છતાં રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા મૃતક માછીમારના પરિવારને મરણ પ્રમાણપત્ર આપ્યું નથી. જે કારણે મળવા પાત્ર સમગ્ર લાભોથી પરિવાર વંચિત છે.

વર્ષ 2008ની 26મી નવેમ્બરના દિવસે મુંબઈની તાજ હોટેલમાં આતંકી કસાબ અને તેના સાથીઓએ હુમલો કર્યો હતો. જેમાં કેટલાય પોલીસ જવાનો મુંબઈ આવેલા અને હોટેલ તાજમાં રોકાયેલા પ્રવાસીઓ અને માછીમારોને નિર્દયતા પૂર્વક મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. પોરબંદરની કુબેર બોટના ટન્ડેલ અને દીવના રહેવાસી માછીમાર અમરચંદ પણ મૃતકોની યોદીમાં સામેલ હતા. ઘટનાને 11 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં હજુ સુધી મૃતકના પરિવારજનોને રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા મરણ પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી. જે કારણે મળવા પાત્ર સહાય માછીમારનાં પરિવારને મળતી નથી. જે કારણે મૃતકનો પરિવાર અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.

'26/11 હુમલા'નો ભોગ બનનાર માછીમાર હજુ સરકારી ચોપડે જીવે છે?

સરકારી નિયમોની આંટીઘૂંટીમાં ફસાયેલો અમરચંદનો પરિવાર સરકારી પ્રમાણપત્રને લઈને દુઃખી જોવા મળી રહ્યો છે. સરકારના નિયમો મુજબ કોઈપણ માછીમારનું દરિયામાં મોત થાય અને તેવા સંજોગોમાં તેમનો મૃતદેહ ના મળે તો ઘટનાનાં 7 વર્ષ બાદ ગુમ થયેલા માછીમારોને મૃતક માની લેવામાં આવે છે. જે બાદ વ્યક્તિને મૃત માની સરકાર તેના પરિવારને સહાય આપે છે. તાજ આતંકી હુમલાને 11 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. તેમ છતાં સરકાર દ્વારા અમરચંદ માછીમારને મૃતક માનવામાં આવતો નથી, જેને કારણે તેના પરિવારને સરકારી સહાય મેળવી શકતો નથી.

વર્ષ 2008ના આતંકી હુમલાનાં આરોપી કસાબે અમરચંદની હત્યા મુંબઈ પહોંચ્યા બાદ કરી તેની લાશ દરિયામાં ફેંકી દીધી હતી. જે બાદ તાજ હોટલ પર હુમલો કર્યો હતો. કસાબ દ્વારા કુબેર બોટના અંતિમ માછીમાર અમરચંદની હત્યા કરી, તે હોટલ તાજ પર પહોંચ્યા હતો. સરકારી નિયમોની આંટીઘૂંટી અને તંત્રની બેદરકારીની 11 વર્ષ બાદ પણ અમરચંદ જીવિત હોય તેવું તંત્ર માની રહ્યું છે. જેને લીધે મૃતક માછીમારનો પરિવાર ભારે દુઃખી છે. જ્યા સુધી સરકાર દ્વારા મરણ પ્રમાણપત્ર ના આપવામાં આવે, ત્યાં સુધી અમરચંદનો પરિવાર કોઈ પણ પ્રકારની સહાય માટે પાત્ર બનતો નથી. હવે જોવું એ રહ્યું કે, સરકાર અમરચંદને ક્યારે મૃતક માને છે.

Intro:તાજ હુમલામાં ભોગ બનનાર અમરચંદના પરિવારને નથી મળ્યું મૃત્યુ પ્રમાણપત્ર
Body:મુંબઈ પર આતંકી કસાબ દ્વારા કરવામાં આવેલા હુમલાના હતાહત માછીમાર અમરચાંદનો પરિવાર આગે 11 વર્ષ બાદ પણ મરણ પ્રમાણપત્રની રાહમાં તાઝ આતંકી હુમલાને આજે ૧૧ વર્ષ પૂર્ણ થયા તેમ છતાં રાજ્ય કે કેન્દ્ર સરકાર મૃતક માછીમારના પરિવારને આજ દિન સુધી મરણ પ્રમાણપત્ર નહિ મળતા પરિવાર ખુબ જ દુઃખી જોવા મળી રહ્યો છે

વર્ષ 2008ની 26 મી નવેમ્બરના દિવસે મુંબઈની તાઝ હોટેલ પર આતંકી કસાબ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં કેટલાય પોલીસ જવાનો મુંબઈ આવેલા અને હોટેલ તાઝ્મા રોકાયેલા પ્રવાસીઓ અને માછીમારોને નિર્દયતા પૂર્વક મોતને ઘાટ ઉતારીદેવામાં આવ્યા હતા જેમાં સામેલ હતા પોરબંદરની કુબેર બોટના ટન્ડેલ અને દીવના રહેવાસી માછીમાર અમરચંદ પણ સામેલ હતા આજે ઘટનાને 11 વર્ષ જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં આજ દિન સુધી મૃતકના પરિવારજનોને રાજ્ય કે કેન્દ્ર સરકાર દ્વારા મરણ પ્રમાણપત્ર પૂરું પાડવામાં આવ્યું નથી જેને લઈને માછીમારનો પરિવાર અનેક મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે

સરકારી નિયમોની આંટીઘૂંટીમાં ફસાયેલી અમરચંદનો પરિવાર સરકારી પ્રમાણપત્રને લઈને આજે દુઃખી જોવા મળી રહ્યો છે સરકારના નિયમો મુજબ કોઈ પણ માછીમારનું દરિયામાં મોત થાય તેવા સંજોગોમાં તેમનો મૃતદેહ ના મળે તો ઘટનાના 7 વર્ષ બાદ ગુમ થયેલા માછીમારોને મૃતક માનવામાં આવે છે અને સરકાર દ્વારા તેને સહાય આપવામાં આવતી હોય છે તાઝ આતંકી હુમલાને આજે 11 વર્ષ જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં સરકાર દ્વારા અમરચંદ માછીમારને મૃતક માનવામાં આવતો નથી જેને કારણે તેનો પરિવાર સરકારી સહાય મેળવી શક્યો નથી

વર્ષ 2008 ના આતંકી હુમલામાં આરોપી કસાબ દ્વારા અમરચંદની હત્યા મુંબઈ પહોંચી ગયા બાદ કરીને તેની લાશ દરિયામાં ફેંકી દઈને હુમલો કર્યો હતો કસાબ દ્વારા કુબેર બોટમાં અમરચંદની અંતિમ હત્યા કરીને તે હોટેલ તાઝ પર પહોંચ્યો હતો સરકારી નિયમોની આંટીઘૂંટી અને તંત્રની બેદરકારીની આજે 11 વર્ષ બાદ પણ અમરચંદ જીવિત હોય તેવું તંત્ર માની રહ્યું છે જેને લઈને મૃતક માછીમારનો પરિવાર ભારે દુઃખી છે જ્યા સુધી સરકાર દ્વારા મરણ પ્રમાણપત્ર ના આપવામાં આવે ત્યાં સુધી અમરચંદનો પરિવાર કોઈ પણ પ્રકારની સહાય માટે પાત્ર બનતો નથી હવે જોવું એ રહ્યું કે સરકાર અમરચંદને ક્યારે મૃતક માને છે

બાઈટ - 01 રામુબેન મૃતક માછીમાર અમરચંદના પત્ની Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.