ETV Bharat / state

મહેસાણામાં 75 વર્ષીય વૃદ્ધ સંગીત સાધના કરી કોરોના સામે જંગ લડી રહ્યા છે

author img

By

Published : May 10, 2021, 9:59 PM IST

મહેસાણામાં 75 વર્ષીય વૃદ્ધ સંગીત સાધના કરી કોરોના સામે જંગ લડી રહ્યા છે
મહેસાણામાં 75 વર્ષીય વૃદ્ધ સંગીત સાધના કરી કોરોના સામે જંગ લડી રહ્યા છે

મહેસાણા જિલ્લામાં કોરોના કહેર વચ્ચે એક 75 વર્ષીય વૃદ્ધ પોતાની આગવી સંગીત સાધના વડે કોરોના સામે લડત લડી મજબૂત મનોબળનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેમના પુત્ર, પુત્રવધુ અને પૌત્ર સહિત પરિવારના તમામ સભ્યો કોરોના સંક્રમિત છે.

મહેસાણામાં 75 વર્ષીય વૃદ્ધ સંગીત સાધના કરી કોરોના સામે જંગ લડી રહ્યા છે.

પુત્ર, પુત્રવધુ અને પૌત્ર સહિત પરિવારના સભ્યો છે સંક્રમિત

પૌત્રીની દેખરેખ સાથે હાર્મોનિયમ થકી સંગીતના સૂર વૃદ્ધને આપી રહ્યા છે રોગપ્રતિકારક શક્તિ

મહેસાણા: હાલમાં કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિ એ દરેક વ્યક્તિના મનને ભયમાં મૂકી દીધું છે ત્યારે મહેસાણાના 75 વર્ષીય રમેશચંદ્ર ઠાકરના પરિવારમાં પત્ની, પુત્ર, પુત્રવધૂ અને પૌત્ર એમ આખો પરિવાર કોરોનામાં સપડાયો છે. તેઓ હાલ કોરોનાને હરાવવા સંગીત સાધના કરી રહ્યા છે. તેઓ કહે છે, મન મક્કમ રાખો, કોરોનાને મન પર સવાર ન થવા દો, આપોઆપ તન સ્વસ્થ રહેશે. વિસનગર રોડ સ્થિત સ્વપ્નવિલા-1માં 6 દિવસથી કોરોના પોઝિટિવ 75 વર્ષીય રમેશચંદ્ર ઠાકર એક રૂમમાં પૂજાપાઠ, હાર્મોનિયમથી ભક્તિ સંગીત સાધનાથી આખો દિવસ ખુશમિજાજમાં રહે છે. તેમનાં પત્ની કર્ણાવતી હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યાં છે. પ્રોફેસર પુત્ર ર્ડા.કામેન્દુ ઠાકર આણંદમાં હોમ આઇસોલેટ છે.

પત્ની, પ્રોફેસર પુત્ર અને પુત્રવધૂ તેમજ પૌત્ર સહિત આખો પરિવાર સંક્રમિત છે, દાદાની મહેસાણામાં પૌત્રી સંભાળ લે છે.

MBBS ના પ્રથમ વર્ષમાં ભણતો પૌત્ર અમદાવાદમાં આઇસોલેટ છે. આમ કોરોના સંક્રમિત પરિવારના તમામ સભ્યો એકબીજાથી દૂર પણ એકતાથી હિંમતભેર કોરોના સામે લડી રહ્યા છે. દાદા ઘરે એક રૂમમાં આઇસોલેટ છે. પૌત્રી તિર્થા તેમની સારસંભાળ રાખે છે. પૂજાપાઠ કરીને હાર્મોનિયમ ઉપર સવાર-સાંજ ભજન સંગીતથી મન પ્રફુલ્લિત રાખે છે.

શરીરમાં ભલે કોરોના રહ્યો, પણ મન ઉપર સવાર ન થવા દો : રમેશચંદ્ર ઠાકર

તેમણે ગત વર્ષે કોરોનામાં કાવ્ય રચ્યું હતું.

ઘરમાં રહો ઘરમાં રહો ઘરમાં રહોને,

મહામારીથી બચવા તમે ઘરમાં રહોને.

અગવડો સગવડો વેઠી લેજો ભઇ,

ઉદાસીનતા સાચવી લેજો રોગ જાશે ભાઇ.

દૂર રહો એકબીજાથી, ભીડ કરશો નહીં.

સ્વસ્છ રહો સ્વસ્થ રહો મોજમસ્તીથી રહો,

અફવાથી ચેતતા રહેજો મનમાં લેશો નહીં.

ડરો નહીં ભાગો નહીં નિયમ તોડો નહીં.

ડોક્ટરની સલાહ લઇ રોગ ભગાડો.

જંગ જીતવા ઘરમાં રહી કોરોનાને હરાવવાની દવા લો. સ્વચ્છ રહો, સ્વસ્થ રહો ભાઇ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.