તાપીના રહીશોએ આપી ચૂંટણી બહિષ્કારની ધમકી, શું છે કારણ, જૂઓ

author img

By

Published : May 14, 2022, 10:27 AM IST

તાપીના રહીશોએ આપી ચૂંટણી બહિષ્કારની ધમકી, શું છે કારણ, જૂઓ

તાપી જિલ્લામાં આજે શાકભાજી માર્કેટમાં રહીશોએ રસ્તો બંધ કરી વિરોધ (Residents Protest in the Vegetable Market) કર્યો હતો. સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાના બેનર સાથે દેખાવ (Threat of boycott of assembly elections) પણ કર્યા હતા.

તાપીઃ વ્યારા નગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં જગ્યા બાબતે ફરી રહીશો વિરોધ કર્યો હતો. આ વખતે રહીશોએ રસ્તો બંધ કરી આગામી વિધાનસભાની ચૂંટણી બહિષ્કાર (Threat of boycott of assembly elections) કરવાના બેનર સાથે દેખાવ કર્યા હતા.

આ પણ વાંચો- Upleta Locals Protest : સમસ્યાનું નિરાકરણ ન થાય તો મતની ભીખ માંગવી નહિ

કોર્પોરેટર આપે રાજીનામું - અત્રે નોંધનીય છે કે, આગાઉ આ સમસ્યાને લઈને અધિકારીઓએ પણ જગ્યા બાબતે કાર્યવાહી કરાશે તેવું સ્થાનિકોને કહ્યું હતું. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતાં આજે (શનિવારે) વારંવારની રજૂઆતથી થાકી તેમણે વિરોધ નોંધાવ્યો હતો. તો આ વિરોધને તેજ બનાવી 'સ્થાનિક કોર્પોરેટર રાજીનામું આપે'ના પ્લેકાર્ડ (Demand for resignation of Tapi corporator) બતાવી વિરોધ કર્યો હતો. તો બીજી તરફ નાના શાકભાજી વિતરકોની હાલત દયનીય (Poor condition of vegetable distributors) બની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.