ETV Bharat / state

સામાન્ય રીતે માસ્ક વગરના લોકોને દંડ ફટકારાતી પોલીસ માસ્ક મફત આપતા લોકો અચંબીત

author img

By

Published : May 29, 2021, 12:23 PM IST

પોલીસે લોકોને આપ્યા મફત માસ્ક
પોલીસે લોકોને આપ્યા મફત માસ્ક

સિનિયર સિટીઝનની દેખભાળ માટે પોલીસ વિભાગ દ્વારા બનાવામાં આવેલું સાદર નમન સિનિયર સિટીઝન સંગઠનના નેજા હેઠળ તાપી પોલીસ દ્વારા વ્યારા નગરમાં લોકોમાં કોરોના જાગૃતિ આવે તે માટે કોરોનાના નિયમોની સમજણ આપી રસીકરણ માટે લોકોને જાગૃત કરવા અભિયાન શરૂ કર્યું.

  • પોલીસે રસીકરણ માટે લોકોને જાગૃત કરવા અભિયાન કર્યું શરૂ
  • પોલીસે લોકોને આપ્યા મફત માસ્ક
  • લોકોએ કરી પોલીસની કરી સરાહના

તાપી: અત્યાર સુધી માસ્ક માટે અભિયાન ચલાવતી પોલીસ દ્વારા હવે મફત માસ્કનું વિતરણ કરતા નજરે પડી છે. તાપી જિલ્લામાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન માસ્કની ઝૂંબેશ ઉપાડનારા પોલીસે લાખ્ખો રૂપિયા માસ્ક વગરના વાહનચાલકો અને લોકો પાસેથી વસુલાત કરી છે. માસ્ક બાબતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણના પણ અનેક બનાવો બન્યા હતા તેમજ પોલીસે કેસ પણ દાખલ કર્યા હતા.

પોલીસે રસીકરણ માટે લોકોને જાગૃત કરવા અભિયાન કર્યું શરૂ

આ પણ વાંચો: રાજકોટમાં શરૂ કરાયું ભારતનું સૌ પ્રથમ ‘7 લેયર’ માસ્કનું માસ પ્રોડક્શન

માસ્કના કારણે તકરારના બનાવો બન્યા હતા

કેટલાક કેસોમાં તો માસ્ક નાક નીચે ઉતરી ગયું હોવાના કારણે પણ તકરાર તેમજ પોલીસ કેસના બનાવ બન્યા હતા, ત્યારે તાપી પોલીસે વ્યારાના જૂના બસ સ્ટેશન પાસે અને SOG ઓફિસ પાસે કોરોના સંક્રમણથી બચવા સાદર નમન સિનિયર સિટીઝન સંગઠનના નેજા હેઠળ જનજાગૃતિ સાથે માસ્ક વગરના વાહનચાલકો અને લોકોને મફત માસ્કનું વિતરણ કરતા લોકોએ પોલીસની સરાહના કરી હતી.

આ પણ વાંચો: દેશમાં તૈયાર કરાયા આ અનોખા માસ્ક

ફરજિયાત માસ્ક પહેરવાની સૂચનાઓ આપી

જેમાં તાપીના નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય અને મહીલા પોલીસ વ્યારા તથા તેમની ટીમેએ વ્યારાના બે અલગ-અલગ જગ્યાએ ઊભા રહી નજીકથી પસાર થતા માસ્ક વગરના વાહનચાલકો અને માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને વિના મુલ્યે માસ્ક વિતરણ કરાયા હતા. લોકોને ફરજિયાત માસ્ક પહેરવાની સૂચનાઓ આપી હતી.

મફત માસ્ક આપતા પોલીસની કામગીરીની સરાહના કરી

સલામતી જાળવવા અને કોરોના વાઈરસથી બચવા મોઢા પર માસ્ક ફરજિયાત પહેરવાની અપીલ કરવામાં આવી હતી. તાપી પોલીસના માસ્ક વગરના વાહનચાલકો અને લોકોને દંડની પાવતી પકડાવવાની જગ્યાએ મફત માસ્ક આપતા પોલીસની કામગીરીની સરાહના કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.