ETV Bharat / state

બિલ્ડર નિશિષ શાહ હત્યા કેસ - મુખ્ય સૂત્રધાર નવીન ખટિક તાપી પોલીસના સકંજામાં

author img

By

Published : May 31, 2021, 9:44 PM IST

Updated : May 31, 2021, 10:00 PM IST

બિલ્ડર નિશિષ શાહ હત્યા કેસ
બિલ્ડર નિશિષ શાહ હત્યા કેસ

વ્યારાના ચર્ચિત બિલ્ડર નિશિષ શાહ હત્યા કેસના મુખ્ય સૂત્રધાર નવીન ખટિકને પોલીસે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના પ્રકાશા ખાતેથી ઝડપી લીધો છે, ત્યારે ઘણા દિવસથી પોલીસને હાથ તાળી આપીને નાસતો ફરતો નવીન ખટિક તાપી પોલીસના હાથે ઝડપાઇ જતાં નિશિષ શાહની હત્યાનું કારણ શું? કેમ તેની હત્યાની સોપારી આપી હતી? વગેરે સવાલોના જવાબ મળશે.

  • બિલ્ડર નિશિષ શાહ હત્યા કેસ ( Builder Nishish Shah murder case ) માં પોલીસને મળી સફળતા
  • મુખ્ય સૂત્રધાર નવીન ખટિક પોલીસ સકંજામાં
  • 14 મે ની મોડી સાંજે થઇ હતી હત્યા

તાપી : 14 મે ની મોડી સાંજે આશરે 8:15થી 8:30ના સમય દરમિયાન કારમાં આવેલા ચાર અજાણ્યા હત્યારાઓએ નિશિષ શાહની મોપેડને ટક્કર મારી પાડી દીધા હતા, ત્યારે ત્યાં દોડી ગયેલા તરબૂચના વેપારી ગણેશ લિહારકાર અને તેના સાળા દિગંબર સુપલકરને ચપુ અને તલવારથી જીવલેણ ઘા માર્યા હતા. ત્યાર બાદ આ લોકો બિલ્ડર નિશિષ શાહ પાછળ દોડ્યા હતા. આરોપીઓએ શનિદેવના મંદિર નજીક રસ્તા પર નિશિષ શાહને તલવારના ઘા મારીને પાડી દીધો હતો અને આરોપીઓએ તલવાર અને ચપુના ધા મારી નિશિષ શાહનું ઘટના સ્થળે જ કાશળ કાઢી નાખ્યું હતું. નિશિષ શાહની હત્યા કર્યા બાદ આરોપીઓ ઘટના સ્થળેથી કારમાં નાસી છૂટ્યા હતા. બિલ્ડર નિશિષ શાહ હત્યા કેસ( Builder Nishish Shah murder case )ની તપાસ તાપી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

બિલ્ડર નિશિષ શાહ હત્યા કેસ - મુખ્ય સૂત્રધાર નવીન ખટિક તાપી પોલીસના સકંજામાં

મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના પ્રકાશા ખાતેથી નવીન ખટિકને દબોચી લીધો

વ્યારાના બિલ્ડર નિશિષ શાહની ફિલ્મી ઢબે સરાજાહેર થયેલી હત્યાને લઈને સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી. તાપી પોલીસ દ્વારા ટેકનિકલ સરવેલન્સનો ઉપયોગ કરી હત્યારાઓનું પગેરું મેળવવા બાતમીદારોને સક્રિય કરી તપાસની ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન આરોપીઓ ઉપયોગમાં લીધેલી કાર મઢીના સુરાલી ગામની નેહેરમાંથી મળી આવી હતી. પોલીસે વધુ તપાસ કરતા આરોપીઓને મદદ કરનારા વ્યારાના પરિમલ સોલંકીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની વધુ પૂછપરછ કરતાં હત્યા કર્યા બાદ મઢીની સૂરાલીની નહેરમાં કાર ફેંકી દેનારા હત્યારાઓને ત્યાંથી આગળ ભાગી જવામાં મદદ કરનારા સંજય ઉર્ફે ટિકલા રબારીની વાપી પોલીસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સુરતના અમરોલી ખાતે રહેતા પ્રતિક ખીમજી ચૂડાસમા અને નવીન ઉર્ફે રવિને સુરત ખાતેથી ઝડપી લેવામાં આવ્યા હતા. સુરતના દેવા વિનોદ જાધવ ઉર્ફે દેવા મરાઠીને મુંબઈના અંધેરી ખાતેથી અને મન્નું ગંતઈ સ્વાઈ ઉર્ફે મન્નું માલિયા ઓરિસ્સાથી ઝડપીને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. આ તમામ આરોપીઓ ગંભીર ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને પોલીસના ચોપડે નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જો કે, જેના ઇશારે તમામ આરોપીઓ નિશિષ શાહની સરેઆમ હત્યાને અંજામ આપ્યો હતો, એ મુખ્ય સૂત્રધાર નવીન ખટિક પોલીસને હાથ તાળી આપીને ફરાર થઈ ગયો હતો. જે બાદ પોલીસને બાતમી મળી હતી કે, હત્યા બાદ ઉત્તર પ્રદેશ નાસી છૂટેલો નવીન ખટિક મુંબઈ ખાતે તેની પત્નીને મળવા જઈ રહ્યો છે. જે બાદ તાપી પોલીસ દ્વારા એક અલગ ટીમ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના પ્રકાશા ખાતે રવાના કરીને નવીન ખટિકને દબોચી લીધો છે, ત્યારે તાપી પોલીસને નવીન ખટિકના પકડાવાથી બિલ્ડર નિશિષ શાહ હત્યા કેસ ( Builder Nishish Shah murder case )માં મોટી સફળતા મળી છે.

આ પણ વાંચો -

જાણો શું છે સમગ્ર ઘટના -

વ્યારામાં 4 શખ્સે બિલ્ડરની જાહેરમાં હત્યા કરી

તાપીના વ્યારામાં એક કારમાં આવેલા શખ્સોએ તલવારના ઘા મારીને એક બિલ્ડરની હત્યા કરી નાખતા ચકચાર મચી ગયો છે. જોકે, આરોપીઓના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આરોપી સ્પષ્ટ દેખાય છે. હત્યારાઓએ તલવારના ઘા મારીને બિલ્ડરની જાહેરમાં હત્યા ( Builder Nishish Shah murder case )કરી હતી. જોકે, બિલ્ડરને બચાવવા વચ્ચે પડેલા 2 વ્યક્તિઓને પણ હત્યારાઓએ જીવલેણ ઈજા પહોંચાડી હતી. પોલીસ આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

બિલ્ડરના વાહનને ટક્કર મારી તેને પાડી દેવાયો હતો

આ અંગે મળતી વિગત અનુસાર, મૃતક વ્યારામાં 14મેએ રાત્રે 8 વાગ્યે વૃંદાવાડી હનુમાનજીના મંદિર પાસે તરબૂચવાળાની દુકાન આગળ ઉભા હતા. તે સમયે એક કારમાં આવેલા 4 હત્યારાઓએ બિલ્ડરની ગાડીને ટક્કર મારી બિલ્ડરને રોડ ઉપર પાડી દીધો હતો. એકાએક થયેલી આ ઘટનામાં કંઈક સમજાય તે પહેલા કારમાંથી 4 શખ્સ તલવાર-ચાકુ લઈને બિલ્ડર પર 15 ઘા કર્યા હતા.

બિલ્ડરને બચાવવા આવેલા 2 વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત

બિલ્ડર પર હુમલો થયો તે વખતે ત્યાં ઉભેલા 2 વ્યક્તિ ગણેશભાઈ અને દિગંબરભાઈ બિલ્ડરને બચાવવા વચ્ચે પડ્યા હતા, પરંતુ હત્યારાઓએ તેમને પણ ઈજા પહોંચાડી હતી. આ સમગ્ર ઘટના કેટલાક સ્થાનિકોએ પણ જોઈ હતી અને CCTV કેમરામાં પણ કેદ થઈ હતી. જોકે ત્યારબાદ કાર નંબર GJ 05 JP 2445 બારડોલીના મઢી-સૂરાલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય કેનાલમાંથી મળી આવી હતી. તમામ આરોપીઓની ઉંમર 20થી 35 વર્ષની હોવાનું મનવામાં આવે છે.

આ પણ વાંચોઃ તાપી: નામી બિલ્ડર હત્યામાં વપરાયેલી કાર મળી આવી, હત્યારાઓ પોલીસથી દૂર

હત્યારાઓએ ઉપયોગમાં લીધેલી કારના માલિકનું કોરોનાથી મોત થયું હતું

બારડોલીના મઢી-સૂરાલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર ડાબા કાંઠા મુખ્ય કેનાલમાંથી મળી આવેલી કાર મામલે તપાસ કરતા કારના માલિકનું થોડા સમય પહેલા જ કોરોનામાં મોત નીપજ્યું હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું. જોકે, કાર કોણે અને કોને કઈ રીતે વેચી તે અંગે કાર માલિકના પરિવારજનો પાસેથી કોઈ પણ માહિતી મળી શકી નથી.

ઘટનાને 46 કલાકથી વધુ સમય વીતી ગયો તો પોલીસે કહ્યું તપાસ ચાલુ છે

તાપી પોલીસે CCTV ફૂટેજ, જરૂરી નિવેદનો મેળવી ચાર અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. જોકે, જાહેરમાં બનેલી આ ઘટનાને 48 કલાકથી વધુ સમય વીતી ગયો છે તેમ છતાં હત્યારાઓ પોલીસની પકડથી દૂર છે.

ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ

ઘટનાના CCTV ફૂટેજના કેટલાક ફોટા સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં ચાર જેટલા શખ્સોના હાથમાં ચાકુ-તલવાર જેવા જીવલેણ હથિયાર હતા. એક વ્યક્તિ રોડ ઉપર પડ્યો છે. એક કારે મોપેડને ટક્કર મારી છે. બાજુમાં તરબુચની એક દુકાન છે અને કેટલાક ઇસમો નજરે પડી રહ્યા છે. સૂત્રો અનુસાર, આ CCTV ફૂટેજ બિલ્ડર નીશિષ શાહની હત્યાના છે, પરંતુ આ બાબતે પોલીસને પૂછતા પોલીસે જવાબ આપવાનું ટાળ્યું હતું. હાલ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.

Last Updated :May 31, 2021, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.