ETV Bharat / state

અનલોકમાં મળેલી છૂટછાટથી દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યાં, સોશિયલ ડિસ્ટન્સનું કર્યું પાલન

author img

By

Published : Jun 20, 2020, 11:25 AM IST

અનલોકમાં મળેલી છૂટછાટથી દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યાં, સોશિયલ ડિસ્ટન્સનુ કર્યુ પાલન
અનલોકમાં મળેલી છૂટછાટથી દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યાં, સોશિયલ ડિસ્ટન્સનુ કર્યુ પાલન

રાજ્યમાં કોરોના વાઇરસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આ મહામારીને લઈને સરકાર દ્વારા સમગ્ર ભારતમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ધીમે ધીમે એક પછી એક છૂટછાટ અપાઈ રહી છે. ત્યારે ધાંગધ્રા ખાતે પરિવારને ત્યાં દીકરીના લગ્ન યોજાયા હતા. જેમાં બંન્નેના કુટુંબીજનો તેમજ પરિવારજનો થઈને 50 જેટલી વ્યક્તિ જ હાજર રહી હતી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું.

સુરેન્દ્રનગરઃ હાલ દેશ અને રાજ્યમાં કોરોના વાઇરસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. આ મહામારીને લઈને સરકાર દ્વારા સમગ્ર ભારતમાં લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ધીમે ધીમે એક પછી એક છૂટછાટ અપાઈ રહી છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાને ફરજિયાત મહત્વ અપાયું છે. જેથી આ રોગનું સંક્રમણ વધે નહીં. ત્યારે લગ્નપ્રસંગ હોય કે, મરણ પ્રસંગ જેને લઇને પણ તંત્ર દ્વારા અમુક છૂટછાટ અપાઈ છે.

અનલોકમાં મળેલી છૂટછાટથી દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યાં, સોશિયલ ડિસ્ટન્સનુ કર્યુ પાલન

આ દીકરીના લગ્ન પહેલા 2 મેના રોજ હતા પણ લોકડાઉનના કારણે તે મુલતવી રાખવામાં આવ્યા હતાં. ત્યારબાદ અનલોકમાં સરકાર દ્વારા રાજ્યમાં વધુ છૂટછાટ આપવામાં આવતા આ પરિવાર દ્વારા શનિવારે પોતાની દીકરીના લગ્ન સાદાઈથી અને સરકારના હાલના નિયમોનું પાલન કરીને કરવામાં આવ્યા હતા. જેમાં 50 માણસો જ હાજર રહ્યાં હતાં અને કન્યા પક્ષ તરફથી બધા મહેમાનોને માસ્ક ફરજિયાત આપવામાં આવ્યું હતું.

વરરાજા અને કન્યાએ પણ માસ્ક પહેરીને જ લગ્નની વિધિ કરી હતી. સાથે મહેમાનોએ પણ માસ્ક પહેરીને જ લગ્નની મજા માણી હતી. તેમજ બ્રાહ્મણે પણ માસ્ક પહેરીને જ વિધિ કરી હતી. હાલ લગ્ન કરવા માટેની પરમિશન તંત્ર દ્વારા આપવામાં આવતા પરિવાર પણ તંત્રનું આભારી બન્યું હતું. આ લગ્નમાં બહારના બીજા કોઈ વ્યક્તિને નિમંત્રણ આપવામાં આવ્યું નહતું અને જમણવાર પણ રાખવામાં આવ્યો ન હતો.

ધાંગધ્રા ખાતે યોજાયેલા આ લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને સેનિટાઇઝરનો ઉપયોગ કરીને માસ્ક પહેરીને લગ્ન કરવામાં આવ્યા હતા. જેમાં બન્નેના પરિવારજનો થઈને 50 જેટલી વ્યક્તિ જ હાજર રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.