સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિધ્ધ તરણેતર મેળાની તડામાર તૈયારીઓ શરૂ

author img

By

Published : Aug 31, 2019, 1:34 PM IST

tarnetar ()

સુરેન્દ્રનગરઃ થાનગઢ પાસે ત્રીનેશ્વર મહાદેવના મંદિરની ભૂમી પર ભાદરવ સુદ ત્રીજથી લઈને છઠ સુધી મેળો યોજાય છે. આ વિશ્વ પ્રસિદ્ધ મેળો 1 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બર સુધી ચાલશે. જે મેળામાં લાખો લોકો આવી અને મેળાની મોજ માણે શકે તે માટે સરકાર દ્રારા અલગ અલગ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે.

આગામી 1 સપ્ટેમ્બરથી વિશ્વ પ્રસિધ્ધ તરણેતર મેળોની શરૂઆત થશે. મેળામાં કબડ્ડી, ખોખો, દોડ, દોરદા ખેંચ,કુસ્તી અને રાસ મંડળી વચ્ચે વિવિધ સ્પર્ધા યોજાય છે. આ મેળો દિવસ અને રાત ચોવીસ કલાક ચાલે છે. મંદિરના પટાંગણમાં આવેલા કુંડમાં પાંચમના દિવસે સ્નાનનું મહત્વ હોય છે. જેથી આ કુંડમાં હજારો શ્રદ્ધાળુઓ સ્નાન પણ કરે છે. આ વખતે સરકાર દ્વારા પ્લાસ્ટીક મુક્ત મેળો યોજાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે. મેળામાં લોકોને આવવા તેમજ જવા માટે એસ.ટી.બસની વ્યવસ્થા પણ પુરી કરવામાં આવી છે.

સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિધ્ધ તરણેતર મેળાની તડામાર તૈયારી

લોકોની સલામતી માટે મેળામાં પોલીસ બંદોબસ્ત પૂરતો રાખવામાં આવ્યો છે. જેમાં ત્રણ SRPની ટૂકડી તેમજ 10 DYSP, 25 PI, 85 PSI સાથે કોન્સ્ટેબલ તેમજ હોમગાર્ડના જવાનો પણ ફરજ બજાવશે. લોકોની સલામતી જળવાઈ રહે સાથે ટ્રાફિકની સમસ્યા ન ઉભી થાય તે ખૂબ જરૂરી છે. સરકારના વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય, ટુરિઝમ, પોલીસ વિભાગ કાર્યરત થયા છે. આ મેળો માણવા માટે ગામોગામથી લોકો આવે તેવી અપીલ પણ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી છે.

Intro:Body:Gj_Snr_Tarnetar mela taiyari_10019
Vijay Bhatt
Surendranagar
Mo :97250 77709


આગામી 1સપ્ટેમ્બર થી વિશ્વ પ્રસિધ્ધ તરણેતરનો મેળો શરૂ થશે
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ પાસે આવેલ ત્રીનેશ્વર મહાદેવનુ મંદિર આવેલ છે. અને આજ જગ્યા ઉપર ભાદરવ સુદ ત્રીજ થી લઈને છઠ સુંધી નો મેળો યોજાય છે. આ મેળો વિશ્વ પ્રસિદ્ધ મેળો છે. આ મેળો આ વખતે 1સપ્ટેમ્બર થી 4 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ મેળામાં લાખો લોકો આવે છે. અને મેળાની મોજ માણે છે. આ મેળો આપણી લોક સંસ્કૃતિ ને ઉજાગર કરેછે. મેળાની અંદર વિવિધ સ્પર્ધા યોજય છે. જેવી કે કબડ્ડી, ખોખો, દોડ, દોરદા ખેંચ,કુસ્તી, સાથે રાસ મંડળી વચ્ચે સ્પર્ધાઓ થાય છે. આ મેળો દિવસ અને રાત એમ ચોવીસ કલાક ચાલે છે. મંદિરના પટઆંગળમાં આવેલ કુંડની અંદર પાંચમના દિવસે સ્નાન નું મહત્વ હોય છે. જેથી આ કુંડ ની અંદર હજારો શ્રદ્ધાળુઓ સ્નાન પણ કરે છે. આ વખતે સરકાર દ્વારા પ્લાસ્ટિક મુક્ત આ મેળો યોજાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા છે. સાથે સ્વછતા ઉપર ધ્યાન આપવામાં આવશે. કારણ કે બહારથી આવતા લોકો આપણી એક સારી છાપ લઈ ને અહીંથી જાય તે માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા છે. મેળામાં લોકોને આવવા માટે તેમજ જવા માટે એસ.ટી.બસની વ્યવસ્થા પણ પુરી કરવામાં આવી છે. સાથે લોકોની સલામતી માટે મેળામાં પોલીસ બંદોબસ્ત પૂરતો રાખવામાં આવ્યો છે.ત્રણ SRP ની કંપની તેમજ 10 DYSP 25 PI 85 PSI સાથે કોન્સ્ટેબલ તેમજ હોમગાર્ડ ના જવાનો પણ ફરજ બજાવશે. જેમાં લોકોને કોઈ અગવડ પડે અને લોકોની સલામતી જળવાઈ રહે સાથે ટ્રાફિક ની સમસ્યા ન પડે તે ખૂબ જરૂરી છે.હાલમાં સરકાર ના વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય, ટુરિઝમ વિભાગ, પોલીસના લોકો હાલ કામે લાગી ગયા છે.આ મેળો માણવા માટે લોકો આવે તેવી અપીલ પણ જિલ્લા કલેકટર દ્વારા પણ કરવામાં આવી છે.
બાઈટ
(૧) કે. રાજેશ
(જિલ્લા કલેકટર સુરેન્દ્રનગર)
(૨) મહેન્દ્ર બગડીયા
(જિલ્લા પોલીસ વડા સુરેન્દ્રનગર)
(3) વનિતાબેન (સરપંચ તણેતર ગામ) Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.