ETV Bharat / state

સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે સુરેન્દ્રનગરના મોટાભાગના બજારો બંધ રહ્યા

author img

By

Published : Apr 29, 2021, 7:13 PM IST

સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે સુરેન્દ્રનગરના મોટાભાગના બજારો બંધ રહ્યા
સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે સુરેન્દ્રનગરના મોટાભાગના બજારો બંધ રહ્યા

કોરોના સંક્રમણની ચેઈનને તોડવા માટે વિવિધ ગામો, તાલુકાઓ તેમજ જિલ્લાઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગુરૂવારથી શરૂ થયેલા 5 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે શહેરી વિસ્તારના મોટાભાગના બજારો બંધ જોવા મળ્યા હતા.

  • કોરોના મહામારીને પહોંચી વળવા જિલ્લાઓ વળ્યા સ્વૈચ્છિક લોકડાઉન તરફ
  • સુરેન્દ્રનગરમાં 29 એપ્રિલથી 2 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉન
  • વિવિધ વેપારી સંગઠનો અને સ્થાનિક વહીવટીકર્તાઓની બેઠકમાં લેવાયો નિર્ણય

સુરેન્દ્રનગર: શહેર-જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણના કિસ્સાઓને લઈને વિવિધ વેપારી એસોસિએશન્સ અને સ્થાનિક તંત્ર વચ્ચે થયેલી બેઠક બાદ આજથી એટલે કે ગુરૂવારથી 5 દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેના પ્રથમ દિવસે બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા.

સ્વૈચ્છિક લોકડાઉનના પ્રથમ દિવસે સુરેન્દ્રનગરના મોટાભાગના બજારો બંધ રહ્યા

29 એપ્રિલથી 2 મે સુધી રહેશે સ્વૈચ્છિક લોકડાઉન

શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણને રોકવા માટે થોડા દિવસો અગાઉ વિવિધ વેપારી એસોસિએશનનાં હોદ્દેદારો અને આગેવાનો તેમજ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સહિત સ્થાનિક અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં 29 એપ્રિલથી 2 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે ગુરૂવારે પ્રથમ દિવસે સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણના બજારો સવારથી જ સંપૂર્ણ બંધ જોવા મળ્યા હતા. નાના મોટા તમામ વેપારીઓ અને દુકાનદારોએ સ્વૈચ્છિક ધંધો રોજગાર બંધ રાખ્યો હતો. એકંદરે પ્રથમ દિવસે સ્વૈચ્છિક લોકડાઉનને સારો પ્રતિસાદ મળ્યો હોય તેમ લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.