ETV Bharat / state

Surendranagar Accident News : સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં મોડી રાત્રે એસટીબસ પલટી જતા એકનું મોત, મોટી સંખ્યામાં મુસાફરો ઇજાગ્રસ્ત

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2023, 9:51 AM IST

Updated : Oct 16, 2023, 11:02 AM IST

Etv Bharat
Etv Bharat

સુરેન્દ્રનગરના લખતર તાલુકાના વણા ગામ પાસે મોડી રાત્રે એસટીબસ પલટી મારી જતા, કંડકટરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે અને મોટી સંખ્યામાં મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.

Surendranagar Accident News

સુરેન્દ્રનગર : પોલીસ ટ્રેનિંગ અર્થે જઈ રહેલ યુવક અને યુવતીઓ સહિત અંદાજે 40થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. દિયોદર, જૂનાગઢ રૂટની એસ.ટી.બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી તે દરમિયાન વણા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો.

Surendranagar Accident News
Surendranagar Accident News

મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરાયા : પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, એસ.ટી. બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ પલ્ટી મારી ગઈ હતી. અકસ્માત અંગેની જાણ થતાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિતના આગેવાનો અને કાર્યકરો પણ સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા.

એકનું મોત થયું : લખતર તાલુકાના વણા ગામ પાસે મોડી રાત્રે એસ.ટી.બસ પલટી મારી જતા મોટી સંખ્યામાં મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત એસ.ટી બસ કંડકટર ઘેલાભાઈ ભુવાનુ રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અન્ય એક યુવતી અને અન્ય બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દિયોદર ડેપોની બસ હોવાનું સામે આવ્યું : પોલીસ ટ્રેનિંગ અર્થે જઈ રહેલ યુવક અને યુવતીઓ સહિત અંદાજે 40થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દિયોદર જૂનાગઢ રૂટની એસ.ટી.બસ જૂનાગઢ તરફ જઈ રહી હતી તે દરમિયાન વણા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો.

અપડેટ ચાલું છે...

Last Updated :Oct 16, 2023, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.