રણમાં વાવાઝોડાથી અગરીયાઓને લાખોનું નુકસાન

author img

By

Published : May 28, 2021, 3:53 PM IST

રણમાં વાવાઝોડાથી અગરીયાઓને લાખોનું નુકસાન

તૌકતે વાવાઝોડાએ (tauktae cyclone) સુરેન્દ્રનગર જિલ્લાને પણ ધમરોળ્યો હતો. આ જિલ્લામાં સૌથી વધુ નુકસાન કચ્છના નાના રણમાં ખારાઘોડા, કુડા,પાટડી સહિતના રણમાં મીઠુ (Salt) પકવતા અગરીયાઓને થયું હતું. સીઝન દરમિયાન પકવવામાં આવેલ 30 ટકા મીઠુ વરસાદી પાણીમાં તણાઇ જતા અને અગરના પાટાઓમાં ભરાઇ જતાં મોટું નુકસાન થયું છે.

  • સુરેન્દ્રનગર જિલ્લામાં મીઠા ઉદ્યોગને તૌક્તે વાવાઝોડાની ઝાપટ
  • ખારાઘોડા સહિતના મીઠુ પકવતાં વિસ્તારોમાં વ્યાપક નુકસાન
  • રણમાં બનાવાયેલા સોલાર પ્લાન્ટને પણ નુકસાન પહોંચ્યું

    સુરેન્દ્રનગરઃ સમગ્ર ગુજરાત સાથે સુરેન્દ્રનગર જિલ્લાને પણ તૌક્તે વાવાઝોડાએ (tauktae cyclone)ઝપટમાં લીધો હતો. ત્યારે સૌથી વધુ નુકસાન કચ્છના નાના રણમાં ખારાઘોડા, કુડા,પાટડી સહિતના રણમાં મીઠુ (Salt) પકવતા અગરીયાઓને થયું હતું. સીઝન દરમિયાન પકવવામાં આવેલ 30 ટકા જેટલું મીઠુ વરસાદી પાણીમાં ધોવાઇ ગયું હતું અને અગરના પાટાઓમાં ભરાઇ જતા લાખો રુપિયાનું નુકસાન થયું છે. ઉપરાંત, રણમાં લાઇટ માટે બનાવાયેલ સોલર પ્લાન્ટ પણ વાવાઝોડાને લીધે નુકસાન પામતાં હાલ અગરrયાઓની હાલત કફોડી બની છે. તેઓ સરકાર પાસે સહાયનો પોકાર કરી રહ્યાં છે.
    30 ટકા મીઠુ વરસાદી પાણીમાં તણાઇ ગયું


    આ પણ વાંચોઃ રાજભવન કોરોના યજ્ઞ: રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ 20 ઓક્સિજન કન્સન્ટ્રેટર, 4 વેન્ટિલેટર હોસ્પિટલને કર્યા એનાયત

તૌક્તે વાવાઝોડુ સમગ્ર ગુજરાતમાં ત્રાટક્યું હતું અને અનેક લોકોને પ્રભાવિત કર્યા હતાં. આગમચેતીરૂપે લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના હતી જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણમાંથી અંદાજે 5,000 જેટલા અગરીયાઓને ખારાઘોડા, નિમકનગર, પાટડી, કુડા, ઝીઝુવાડા નજીક સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. તૌક્તે વાવાઝોડુ ત્રાટકતા ભારે પવન અને કમોસમી વરસાદ સતત વરસ્યો હતો જેથી અંદાજે 10 લાખ મેટ્રિક ટન મીઠા પર પાણી ફરી વળ્યાં હતાં અને અંદાજે 30થી 35 ટકા મીઠુ તણાઇ ગયું હતું. તેમજ વાવાઝોડાને કારણે રણમાં લાઇટો માટે સોલર પેનલો લગાવેલી તે પણ ઉડી જતાં ભારે નુકસાન થયું હતું.

સરકાર સર્વે કરાવી ક્યારે સહાય પહોંચાડશે?

હાલ અંદાજે દેશના મીઠા ઉત્પાદનમાં ગુજરાત 70 ટકા મીઠુ ઉત્પાદિત કરે છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના જ અગરીયાઓ 35 ટકા મીઠાનું ઉત્પાદન કરે છે. અગરીયાઓ રાત દિવસ કાળી મજૂરી કરીને, સતત છ મહિનાની મહેનત કરી ટાઢતડકો વેઠી અને રણમાં ઝૂંપડા બાંધી અને અગરના પાટા બનાવી મીઠાનું ઉત્પાદન કરતાં હોય છે. પરંતુ વાવાઝોડુ આવતા રણમાં પકવેલ મીંઠુ પાણીમાં તણાઇ ગયું અને ઝૂંપડાઓ પણ ઉડી ગયા તેમજ સોલર પેનલો પણ વાવાઝોડાથી ભારે નુકસાનગ્રસ્ત થઈ જેથી અગરીયાઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અગરીયાઓએ અંદાજે રણમાં 100 પાટામાં મીઠુ પકવેલું હતું પરંતુ કુદરતના માર વાવાઝોડાથી મહેનત પાણીમાં ગઈ અને મીઠુ ધોવાઇ ગયું છે. હાલ અગરીયાઓ સરકાર પાસે સહાય આપવા માગ કરી રહ્યાં છે. પરંતુ હવે સરકારી તંત્ર અગરીયાઓની અરજ ક્યારે સાભળે છે ને રણમાં સર્વે કરાવી અને સહાય ચૂકવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ હદ છે, સાયકલ ચાલકને પણ મેમો આપી શકાય!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.