ETV Bharat / state

સામાન્ય બાબતે યુવકની ચપ્પુ મારી હત્યા કરવામાં આવી હતી, આરોપી મહિલા અને પુરુષની ધરપકડ

author img

By

Published : Jan 1, 2021, 5:12 PM IST

સામાન્ય બાબતે યુવકની ચપ્પુ મારી હત્યા કરવામાં આવી હતી, આરોપી મહિલા અને પુરુષની ધરપકડ
સામાન્ય બાબતે યુવકની ચપ્પુ મારી હત્યા કરવામાં આવી હતી, આરોપી મહિલા અને પુરુષની ધરપકડ

સુરતમાં દિલ્હીગેટ વિસ્તારમાં યુવકની ચપ્પુ મારી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે એક મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • સુરતમાં દિલ્હીગેટ પાસે યુવકની હત્યાનો મામલો
  • સીસીટીવીમાં માર મારતાં દ્રશ્યો થયાં હતાં કેદ
  • પોલીસે એક મહિલા અને પુરુષની આ મામલે ધરપકડ કરી

સુરતઃ સુરતના દિલ્હીગેટ પાસે એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તપાસ દરમિયાન આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતાં. જેમાં યુવકને માર મારતો એક ઇસમ અને એક મહિલા સીસીટીવીમાં કેદ થયાં હતાં. જેથી પોલીસે આ મામલે તપાસ કરી હત્યા કરનાર મહિલા અને તેના સાથીદારની ધરપકડ કરી છે. મહિલાને સંબંધ બાંધવા બોલાવી હતી.

ચપ્પુના ઘા મારી નીપજાવી હત્યા

વધુમાં જાણવા મળ્યું હતું કે, મૃતકનું નામ ભાવેશ ઉર્ફ કાળુ અમતુ દંતાણી છે અને તેણે મહિલાને 500 રૂપિયા આપવાની વાત કરીને પોતાની સાથે સંબંધ બાંધવા બોલાવી હતી. ત્યારે મહિલા સાથે રહેલા તેના સાથીદારે ઝગડો કર્યો હતો અને રોષે ભરાઈ ભાવેશને ચપ્પુના ઘા ઝીકી દીધા હતાં. જેમાં તેનું મોત થયું છે. જો કે હાલ આ મામલે પોલીસે મહિલા અને તેના સાથીદારની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.