ETV Bharat / state

World Radio Day : અનોખો રેડીયો પ્રેમી, 100થી વધુ દેશી વિદેશી બનાવટનાં રેડીયાનો કર્યો સંગ્રહ

author img

By

Published : Feb 13, 2023, 11:17 AM IST

સુરતના એક યુવાનનો રેડીયા લઈને અદભૂત શોખ સામે આવ્યો છે. સુરત શહેરના ધવલ ભંડારી નામના યુવાને 100થી વધુ દેશી વિદેશી બનાવટનાં રેડીયો સંગ્રહ કરી રાખ્યા છે. જેમાંથી ઘણા રેડીયો હાલ ચાલુ કન્ડિશનમાં છે.

World Radio Day : અનોખો રેડીયો પ્રેમી, 100થી વધુ દેશી વિદેશી બનાવટનાં રેડીયાનો કર્યો સંગ્રહ
World Radio Day : અનોખો રેડીયો પ્રેમી, 100થી વધુ દેશી વિદેશી બનાવટનાં રેડીયાનો કર્યો સંગ્રહ
40 વર્ષીય રેડીયો પ્રેમીએ 100થી વધુ દેશી વિદેશી બનાવટનાં રેડિયો સંગ્રહ કરી રાખ્યા છે

સુરત: 13 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ રેડીયો દિવસ. વર્તમાન સમયમાં સ્માર્ટફોનનો ટ્રેન્ડ હોવા છતાં પણ રેડીયો પ્રત્યે લોકોનો ક્રેઝ ઓછો થયો નથી. જૂન 1923માં ભારતમાં રેડીયોની શરૂઆત થયા બાદ બાળપણથી લઈને વૃદ્ધાવસ્થાની ઉંમર સુધી દરેક પડાવવામાં તેનું અનેરું મહત્વ છે. દેશની આઝાદીની ઘોષણા પણ રેડીયોના માધ્યમથી જ દેશવાસીઓને મળી હતી. તેથી રેડીયો સાથે લોકોનો અંગત લગાવ હોય છે, ત્યારે સુરત શહેરના ઉધના દરવાજા વિસ્તારમાં રહેતા ધવલ ભંડારી એ પોતાના દાદાના શોખને માત્ર જાળવવાને બદલે આગળ વધાર્યો છે.

દેશી વિદેશી બનાવટનાં રેડીયો
દેશી વિદેશી બનાવટનાં રેડીયો

આ પણ વાંચો : World Radio Day : 'આકાશવાણી' કે જ્યાં 50 વર્ષથી ચાલે છે માઁ ભારતીના સૈનિકો માટે કાર્યક્રમ 'જય ભારતી'

રેડીયાનો સંગ્રહ : ડિજિટલ યુગમાં જ્યાં એક તરફ સોશિયલ મીડિયા અને ખાસ કરીને રિલ્સ ટ્રેન્ડમાં છે, ત્યારે બીજી બાજુ લોકોની પહેલી પસંદ રેડીયો જોવા મળે છે. વર્તમાનમાં લોકોના મોબાઇલ અથવા તો નાના ગેજેટમાં રેડીયો જોવા મળતું હોય છે, પરંતુ ધવલ ભંડેરી પાસે જે કલેક્શન છે તેનાથી જાણી શકાય કે રેડીયો યુગ કેટલો શાનદાર હતો. ધવલ પાસે દેશ વિદેશની અનેક એન્ટીક વસ્તુઓનો સંગ્રહ છે. ખાસ કરીને રેડીયોની વાત કરવામાં આવે તો તેમની પાસે 100થી વધુ રેડીયોનું કલેક્શન છે. જેમાં નામાંકિત કંપનીઓના રેડીયો છે. આ રેડીયોને તેમણે અલગ સ્થળો પર જાતે મુલાકાત લઈને કે પાર્સલ મંગાવી એકત્ર કર્યા છે. સાથે જ તેમણે રેડીયોને દુરસ્ત કરી તેને ચાલુ રાખી તેની જાળવણી કરે છે. તેમના મકાનના એક સંપૂર્ણ ફ્લોર પર તેમણે રેડીયોનો સંગ્રહ કર્યો છે.

અનોખો રેડીયો પ્રેમી
અનોખો રેડીયો પ્રેમી

વર્ષ 1940થી અત્યાર સુધીના રેડીયો : ધવલ ભંડારીએ જણાવ્યું હતું કે, આજના જમાનામાં પણ ગામડાઓમાં રેડીયોનું ચલણ જ વધારે છે. એક સાથે મોટા જનસમુદાયને તે સાંકળી શકે છે. જેથી તે આજે પણ લોકોમાં પસંદીદા છે. મારી પાસે નેશનલ પેનાસોનિક, મરફી, ફિલિપ્સ, બુશ, ગેરેટ, મિત્સુબિશી, સાન્યો અને ક્રાઉન જેવી કંપનીઓના વર્ષ 1940થી અત્યાર સુધીના રેડીયો છે. 6થી 7 રેડીયો મેડ ઈન ઈન્ડિયાના તેમજ અન્ય વિદેશી બનાવટના લાખો રૂપિયાના રેડીયોનું કલેક્શન છે.

100થી વધુ દેશી વિદેશી બનાવટનાં રેડીયાનો કર્યો સંગ્રહ

આ પણ વાંચો : world radio day 2023 : અત્ર તત્ર સર્વત્રથી સરળ ભાષામાં મનોરંજન પિરસતા રેડીયોનો આજે પણ અનોખો અંદાજ

કલેક્શનમાં શું છે : ધવલ ભંડારીએ કહ્યું કે, મોડેલ R-725 એફઆરઈક્યુ, એચએસ-700ક્યુ, એમ 9837કે, સીએસસી - 622 એસડબલ્યુએસ, આરક્યુ 565 ડી, આઇસીએફ-35 તેમજ નેશનલના ઓલ વેવ 9 ટ્રાન્ઝિસ્ટર મોડલ ટી-100, આરક્યુ-553 ટીએસ અને આર-5410 બી મોડેલ જેવા અનેક મોડેલ સાચવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.